4 બોલમાં 4 વિકેટ… 20 વર્ષની વૈષ્ણવી શર્માએ ડબલ હેટ્રિક લઈ મચાવી ધમાલ
ભારતીય મહિલા ક્રિકેટમાં વૈષ્ણવી શર્માએ પોતાની શાનદાર બોલિંગથી સૌનું ધ્યાન ખેંચ્યું છે. સિનિયર મહિલા T20 ટ્રોફીમાં મધ્યપ્રદેશ તરફથી રમતી વૈષ્ણવીએ આંધ્રપ્રદેશ સામે માત્ર ચાર બોલમાં ચાર વિકેટ લઈને ડબલ હેટ્રિક નોંધાવી હતી. તેની ઘાતક બોલિંગના કારણે આંધ્રપ્રદેશની ટીમ 129 રનમાં સમેટાઈ ગઈ હતી. ત્યારબાદ મધ્યપ્રદેશે 9 વિકેટે જીત મેળવી હતી.

સિનિયર મહિલા T20 ટ્રોફી એલિટમાં મધ્યપ્રદેશે આંધ્રપ્રદેશને 9 વિકેટે હરાવ્યું હતું.

આ જીતની સૌથી મોટી હીરો ડાબોડી સ્પિનર વૈષ્ણવી શર્માની શાનદાર બોલિંગ રહી હતી.

વૈષ્ણવી શર્માએ આંધ્રપ્રદેશ સામે માત્ર ચાર ઓવરમાં કુલ છ વિકેટ ઝડપી હતી.

ખાસ વાત એ હતી કે તેની ચાર વિકેટ સતત ચાર બોલમાં આવી હતી, જેના કારણે તેણે ડબલ હેટ્રિક નોંધાવી હતી.

વૈષ્ણવીએ 20મી ઓવરમાં હેનરીટા પરેરાને આઉટ કરીને શરૂઆત કરી હતી. ત્યારબાદ તેણે અંજલી સરવાણી, અખિલા પવાણી અને શબનમ શકીલને પેવેલિયન ભેગા કર્યા હતા.

વૈષ્ણવીના શાનદાર પ્રદર્શનના કારણે આંધ્રપ્રદેશની ટીમ 129 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

વૈષ્ણવીની બોલિંગે અંતિમ ઓવરમાં આંધ્રની બેટિંગ લાઇનઅપને મોટો ફટકો આપ્યો હતો.

130 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી મધ્યપ્રદેશની ટીમે માત્ર 15.1 ઓવરમાં એક વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. (PC:PTI/X/BCCI)
IND vs NZ: સચિનની સદી અને પોન્ટિંગના રન પર કોહલીની નજર, વેલિંગ્ટનમાં સામે રચી શકે છે નવો ઇતિહાસ
