ધનતેરસે લોકો ‘સોનું’ ભૂલ્યા ! Gen Zમાં વધ્યો ડાયમંડ જ્વેલરીનો ક્રેઝ, વિસનગર બન્યું નવું ‘ડાયમંડ સિટી’ – જુઓ Video
ધનતેરસે સોનાને બદલે ડાયમંડ જ્વેલરી ખરીદવાનો ક્રેઝ વધ્યો છે. વિસનગર હવે ઉત્તર ગુજરાતનું ડાયમંડ સિટી બની રહ્યું છે. અહીં ઇઝરાયલી ટેકનોલોજી અને રોબોટ્સ દ્વારા હીરા પોલિશ થાય છે. હોંગકોંગ, બેલ્જિયમ જેવા દેશોમાં નિકાસ થાય છે, જે સ્થાનિક રોજગારી અને વેપારને વેગ આપે છે.
ધનતેરસના પવિત્ર અવસરે સોના-ચાંદીની પરંપરાગત ખરીદીને બદલે હવે ગુજરાતમાં ખરીદીનો ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે. ખાસ કરીને આજની Gen Z પેઢી પરંપરાગત સોનાને બદલે રિયલ ડાયમંડ જ્વેલરી તરફ આકર્ષાઈ રહી છે. આ બદલાવના કેન્દ્રમાં ઉત્તર ગુજરાતનું વિસનગર શહેર ઉભરી આવ્યું છે, જે હવે ડાયમંડ સિટી તરીકે ઓળખ બનાવી રહ્યું છે.
એક સમયે તાંબા-પિત્તળના વાસણો માટે જાણીતું વિસનગર, આજે ડાયમંડ ઉદ્યોગમાં પોતાની નવી ઓળખ ઊભી કરી રહ્યું છે. સુરતની જેમ હવે વિસનગર પણ ડાયમંડ ઉદ્યોગનું નવું કેન્દ્ર બની રહ્યું છે. અહીં ઉત્તર ગુજરાતનું સૌથી મોટું ડાયમંડ મેન્યુફેક્ચરિંગ અને પોલિશિંગ યુનિટ કાર્યરત છે.
આ યુનિટમાં અત્યાધુનિક રોબોટ તેમજ ઓટોમેશન ટેકનોલોજીની મદદથી હીરાને ઘસવામાં આવે છે અને પોલિશ કરવામાં આવે છે. ઇઝરાયલની હાઇટેક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ડાયમંડને નવી ચમક આપવામાં આવે છે. વિસનગરમાં તૈયાર થતા ડાયમંડ માત્ર સ્થાનિક બજાર પૂરતા સીમિત નથી પરંતુ હોંગકોંગ, બેલ્જિયમ, ચાઇના અને ચેન્નઈ સહિતના આંતરરાષ્ટ્રીય બજારોમાં પણ તેની નિકાસ થાય છે. આનાથી સ્થાનિક રોજગાર અને વેપારની નવી તકો પણ ઊભી થઈ રહી છે.
અનેક ફેકચર અને હાડકાની ગંભીર બીમારીથી પિડાતી કેરળની 18 મહિનાની હાથણી માયાને અદ્યતન સારવાર માટે એર લિફ્ટ કરીને વનતારામાં લવાઈ
સોનાને બદલે હીરાની ખરીદી વધતા વિસનગરનો ડાયમંડ ઉદ્યોગ ચમક્યો
વ્યારા સુગરના 850+ ખેડૂતોને મળશે ₹7.14 કરોડનું બાકી ચૂકવણું
કોડીનાર જૂથ સુધારણા યોજનાનું ખાતમુહૂર્ત,73 ગામની પાણીની સમસ્યા ઉકેલાશે
બનાસકાંઠા ફૂડ સેફ્ટી રેડ, 11.79 લાખનું 1845 કિલો શંકાસ્પદ ઘી જપ્ત

