રાજકોટમાં મનપા દ્વારા લેવામાં આવેલા પનીર લેબ ટેસ્ટમાં થયુ ફેલ, ચાર પેઢીઓના નમૂના ટેસ્ટિંગમાં નિષ્ફળ સાબિત થયા
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા લેવાયેલા પનીરના નમૂના લેબોરેટરી ટેસ્ટમાં ફેઇલ થયા છે. દિવાળી તહેવારો દરમિયાન 62 પેઢીઓની તપાસ કરાઈ હતી, જેમાં 269 કિલો અખાદ્ય જથ્થો નાશ કરાયો હતો. આ મામલે કડક કાર્યવાહી કરાશે.
રાજકોટમાં ખાદ્ય સુરક્ષાને લઈને ચોંકાવનારો ખુલાસો થયો છે. રાજકોટ મહાનગરપાલિકા (RMC) દ્વારા લેવામાં આવેલા પનીરના નમૂના લેબોરેટરી ટેસ્ટમાં ફેઇલ થયા છે. રાજ્યમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, તે પછી લેવામાં આવેલા આ નમૂનાના રિપોર્ટ સામે આવ્યા છે.
રાજકોટની ચાર અલગ-અલગ પેઢીઓના પનીરના નમૂના ગુણવત્તા કસોટીમાં નિષ્ફળ રહ્યા છે. જેમાં લાતી પ્લોટની Fortune Food Product, પુનિતનગરની Shree Gayatri Dairy Farm, સેટેલાઇટ ચોક પાસેથી લેવાયેલા પનીરના નમૂના અને Bhagwati Tradingમાંથી લેવાયેલા લૂઝ પનીરના નમૂનાનો સમાવેશ થાય છે.
દિવાળીના તહેવારો દરમિયાન મહાનગરપાલિકા દ્વારા 62 પેઢીઓમાં તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં 269 કિલો અખાદ્ય ખાદ્યપદાર્થોનો નાશ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટ બાદ પનીરની ગુણવત્તા અને ખાદ્ય સુરક્ષા અંગે સવાલ ઉઠી રહ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા અન્ય એક સ્થળેથી પણ પનીરના નમૂના લેવામાં આવ્યા હતા, અને તે નમૂનાઓ પણ ફેઇલ થયા છે. આ બાબત દર્શાવે છે કે પનીરમાં ભેળસેળ વ્યાપક પ્રમાણમાં હોઈ શકે છે. એનાલોગ પનીર, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાનું મનાય છે, તેના પર પ્રતિબંધ હોવા છતાં તેનું વેચાણ અને વિતરણ ચાલુ હોવાની આશંકા સેવાઈ રહી છે.
સનાતન સંસ્કૃતિમાં ધનતેરસના તહેવાર સાથે જોડાયેલી પૌરાણિક માન્યતાઓ અને તેની સાથે જોડાયેલી અમર કથાઓ વિશે જાણો
રાજકોટમાં 4 પેઢીઓનું એનાલોગ પનીર લેબ ટેસ્ટિંગમાં થયુ ફેલ
જુનાગઢના મોટા ધણેજમાં આવેલો છે ભગવાન ધન્વંતરીમો એકમાત્ર આશ્રમ
મહેસાણા મહાનગરપાલિકાની શહેરીજનોને દિવાળી ભેટ, 4 દિવસ સિટી બસ સેવા ફ્રી
સોનાને બદલે હીરાની ખરીદી વધતા વિસનગરનો ડાયમંડ ઉદ્યોગ ચમક્યો
