44 વર્ષની ઉંમરે પણ આ સ્ટાર ખેલાડીની ભારે માંગ, એક ટીમે છોડ્યો સાથ તો બીજી તરફથી મળી કોન્ટ્રાક્ટની ઓફર
ઇંગ્લેન્ડનો દિગ્ગજ ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસન 44 વર્ષની ઉંમરે પણ ક્રિકેટમાં સક્રિય છે. આ ઉંમરે પણ તેને નવી ટીમમાં સામેલ થવાની ઓફર મળી રહી છે. લેન્કેશાયર સાથેનો કરાર પૂરો થયા બાદ ક્લબે જેમ્સ એન્ડરસનને રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે. જોકે, હવે કાઉન્ટી ક્રિકેટની ટીમ સરેએ એન્ડરસનને નવા કરારની ઓફર કરી છે. બંને વચ્ચે હાલમાં વાટાઘાટો ચાલી રહી છે. આ કરારથી એક વાત સાબિત થાય છે કે ઉંમર માત્ર એક નંબર છે, અનુભવ અને ક્રિકેટનો જુસ્સો સૌથી ઉપર છે.

ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસન આગામી સિઝનમાં સરે તરફથી રમતા જોવા મળી શકે છે.

સરે ક્લબે અનુભવી બોલરમાં રસ દાખવ્યો છે અને તેને પોતાની ટીમમાં સામેલ કરવા માટે વાતચીત શરૂ કરી છે.

એન્ડરસને પોતાની કારકિર્દીનાં લગભગ પાંચ દાયકા લેન્કેશાયર સાથે વિતાવ્યા છે. જોકે, ક્લબે આગામી સિઝન માટે તેનો કરાર લંબાવ્યો નથી. આ નિર્ણયથી એન્ડરસનને મોટો આઘાત લાગ્યો હતો અને તેણે નિવૃત્તિ લેવાનું પણ વિચાર્યું હતું.

લેન્કેશાયર છોડ્યા બાદ ઘણી કાઉન્ટી ટીમોએ એન્ડરસનમાં રસ દાખવ્યો હતો. જોકે, સરે આ મામલે આગળ વધીને તેને કરારની ઓફર કરી છે. બંને પક્ષો વચ્ચે વાટાઘાટો ચાલી રહી છે અને ક્લબને આશા છે કે એન્ડરસન તેની સાથે જોડાશે.

સરે કાઉન્ટી ચેમ્પિયનશિપના ડિવિઝન-1માં રમે છે. આ ટીમમાં જોડાવાથી એન્ડરસનને ઉચ્ચ સ્તરની ક્રિકેટ રમવાની તક મળશે. સરે ફરી ચેમ્પિયનશિપનો ખિતાબ જીતવાની મહત્વાકાંક્ષા ધરાવે છે.

ગત સિઝનમાં એન્ડરસને લેન્કેશાયર માટે 11 કાઉન્ટી ચેમ્પિયનશિપ મેચમાં 17.68ની સરેરાશથી 50 વિકેટ ઝડપી હતી. તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 66 રનમાં 5 વિકેટનું રહ્યું હતું. ટીમ ડિવિઝન-2માં બીજા સ્થાને રહી હોવા છતાં તેને ક્લબનો ચેમ્પિયનશિપ પ્લેયર ઓફ ધ યર જાહેર કરવામાં આવ્યો હતો.

એન્ડરસન ઇંગ્લેન્ડ માટે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. 44 વર્ષની ઉંમરે પણ તેનો રમવાનો જુસ્સો યથાવત્ છે.

હવે જોવાનું એ રહેશે કે આગામી સિઝનમાં આ દિગ્ગજ બોલર સરેની જર્સીમાં મેદાન પર ઉતરે છે કે નહીં.(PC:PTI/X)
