Breaking News: મુંબઈએ ટોસ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, ચેન્નાઈ પહેલા કરશે બેટિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11

IPL ની 19 મી સિઝનની 33 મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સની ટક્કર થઈ રહી છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મેચ પહેલા ટોસ યોજાયો હતો, જેમાં મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી, એટલે આજની મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ પહેલા બેટિંગ કરશે.

Breaking News: મુંબઈએ ટોસ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, ચેન્નાઈ પહેલા કરશે બેટિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11
CSK vs MI
| Updated on: Apr 23, 2026 | 7:30 PM

IPL 2026માં આજે સિઝનના 33 મા મુકાબલામાં મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો યોજાઈ રહ્યો છે. મેચ પહેલા બંને ટીમના કેપ્ટનો વચ્ચે ટોસ થયો હતો, જેમાં MIએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, એટલે કે CSK આ મેચમાં પહેલા બેટિંગ કરશે. CSK અને MI બંને આ સિઝનની સાતમી મેચ રમી રહી છે. બંને ટીમો મેચ જીતવા પ્રયાસ કરશે.

 

હાર્દિક પંડ્યાએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી

મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. હાર્દિક પંડ્યાએ કહ્યું કે અમે પહેલા બોલિંગ કરી ટાર્ગેટનો પીછો કરીશું. છેલ્લી મેચમાં જીતથી ખેલાડીઓમાં ઉત્સાહ છે. પિચ સારી લાગી રહી છે. અમે ટીમમાં એક ફેરફાર કર્યો છે. દાનિશ માલેવારની જગ્યાએ અશ્વની કુમારને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો છે. રોહિત આજની મેચમાં નહીં રમે.

 

ઋતુરાજ ગાયકવાડે શું કહ્યું?

ટોસ હાર્યા બાદ ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે કહ્યું કે અમે પણ પહેલા બોલિંગ કરવાનું વિચારી રહ્યા હતા, પણ તે 50-50નો કોલ છે. આ સારી વિકેટ લાગે છે અને વાનખેડે સ્ટેડિયમમાં આવીને તમે પહેલા બેટિંગ કરી રહ્યા છો કે પહેલા બોલિંગ કરી રહ્યા છો તે ધ્યાનમાં લીધા વિના સારી બેટિંગ કરવી જ પડશે. આજની મેચમાં પણ ધોની નથી રમી રહ્યો. અમે એક ફેરફાર કર્યો છે. મેથ્યુ શોર્ટની જગ્યાએ કાર્તિક શર્મા આજની મેચમાં રમશે.

 

ચેન્નાઈ સુપર કિંગ્સ પ્લેઈંગ ઈલેવન

સંજુ સેમસન (વિકેટકિપર), ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), સરફરાઝ ખાન, ડેવોલ્ડ બ્રેવિસ, શિવમ દુબે, કાર્તિક શર્મા, જેમી ઓવરટોન, નૂર અહમદ, અંશુલ કંબોજ, ગુર્જપનીત સિંહ, મુકેશ ચૌધરી.

ઈમ્પેક્ટ સબ્સ: પ્રશાંત વીર, મેથ્યુ શોર્ટ, મેટ હેનરી, અકીલ હોસેન, ઉર્વિલ પટેલ.

 

મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઈંગ ઈલેવન

ક્વિન્ટન ડી કોક (વિકેટકિપર), નમન ધીર, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), તિલક વર્મા, શેરફેન રધરફોર્ડ, મિશેલ સેન્ટનર, જસપ્રિત બુમરાહ, ક્રિશ ભગત, એએમ ગઝનફર, અશ્વની કુમાર.

ઈમ્પેક્ટ સબ્સ: વિલ જેક્સ, રાજ બાવા, શાર્દુલ ઠાકુર, ડેનિશ માલેવાર, મયંક માર્કંડે.

Breaking News: મુંબઈ સામેની મેચ પહેલા CSK માં સામેલ થયો MI નો પૂર્વ ખેલાડી, આયુષ મ્હાત્રેનું લેશે સ્થાન

Published On - 7:10 pm, Thu, 23 April 26

Follow Us