AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bihar Breaking News : મુઝફ્ફરપુરની પ્રસાદ હોસ્પિટલમાં ભીષણ આગ, ICUમાં દાખલ 3 દર્દીઓના મોત!

મુઝફ્ફરપુરના પ્રસાદ હોસ્પિટલના ICUમાં શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગમાં 4 દર્દીઓના મોત થવાના સમાચાર મળી રહ્યા છે. ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચી અને બચાવ કામગીરી હાથ ધરી છે. આ દુ:ખદ અકસ્માતથી શહેરમાં ગભરાટ ફેલાયો છે.

Bihar Breaking News : મુઝફ્ફરપુરની પ્રસાદ હોસ્પિટલમાં ભીષણ આગ, ICUમાં દાખલ 3 દર્દીઓના મોત!
Muzaffarpur Prasad Hospital FireImage Credit source: X
| Updated on: Jun 04, 2026 | 9:25 AM
Share

દિલ્હીની હોટલમાં લાગેલી ભયાનક આગના એક દિવસ પછી આજે 04 મેના દિવસે બિહારના મુઝફ્ફરપુરમાં ભીષણ આગ લાગી હતી. આ આગ સવારે લગભગ 3 વાગ્યાની આસપાસ મુઝફ્ફરપુરની સૌથી મોટી હોસ્પિટલ, પ્રસાદ હોસ્પિટલના ICUમાં લાગી હતી. જેમાં 3 દર્દીઓના મોત થયા છે. ફાયર વિભાગના કર્મચારીઓએ જણાવ્યું કે ICUમાં 15 બેડ હતા. આગ લાગ્યા પછી આખો વિસ્તાર ધુમાડાથી ભરાઈ ગયો હતો. અત્યાર સુધી મળેલી માહિતી અનુસાર, ત્રણ દર્દીઓના મોત થયા છે. અધિકારીઓનું કહેવું છે કે મૃત્યુઆંક વધી શકે છે. કારણ કે 15 દર્દીઓને ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંથી ઘણાની હાલત ગંભીર છે.

પરિજનોનો હોસ્પિટલ પર આરોપ

પરિજનોનો આરોપ છે કે હોસ્પિટલમાં ફાયર કંટ્રોલ સિસ્ટમ યોગ્ય રીતે કાર્યરત નહોતી. આગ લાગતાની સાથે જ હોસ્પિટલમાં અફરાતફરી મચી ગઈ હતી. દર્દીઓ અને તેમના સ્વજનો જીવ બચાવવા માટે હોસ્પિટલમાંથી બહાર દોડી આવ્યા. જોકે ICUમાં દાખલ દર્દીઓ માટે આ ઘટના અત્યંત ભયાનક સાબિત થઈ.

આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાની શંકા

શરૂઆતમાં એવી શંકા છે કે ICUમાં શોર્ટ સર્કિટને કારણે ભીષણ આગ લાગી હશે. માહિતી મળતાં, ફાયર વિભાગ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવ્યો. અંદર ફસાયેલા દર્દીઓને નજીકના લોકોની મદદથી બચાવી લેવામાં આવ્યા. બચાવેલા ઘણા લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

ફાયર વિભાગના અધિકારીઓએ શું કહ્યું?

ફાયર વિભાગના અધિકારી રામ નિવાસ પાંડેએ જણાવ્યું હતું કે સમગ્ર પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું હાલમાં ત્રણ લોકોના મોતની પુષ્ટિ થઈ છે, પરંતુ જાનહાનિનો ચોક્કસ આંકડો આપવો મુશ્કેલ છે. આગમાં ICUમાં ઘણા દર્દીઓના મોત ગૂંગળામણને કારણે થયા હોઈ શકે છે. અમે શક્ય તેટલી ઝડપથી બધી વિગતો એકત્રિત કરવા માટે કામ કરી રહ્યા છીએ.

હોસ્પિટલ મેનેજમેન્ટે જણાવ્યું છે કે તેઓ તપાસમાં સંપૂર્ણ સહયોગ આપી રહ્યા છે અને ઘટનાના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટનાથી સમગ્ર શહેરમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે ઘણી ખાનગી હોસ્પિટલોમાં સુરક્ષા ધોરણોનું યોગ્ય પાલન થતું નથી જેના કારણે આવી ઘટનાઓ બને છે.

13 બેડવાળા વોર્ડમાં 15 દર્દીઓ

જિલ્લા કલેક્ટર સુબ્રત કુમાર સેનના જણાવ્યા અનુસાર ICUમાં 13 બેડ હતા પરંતુ ત્યાં 15 દર્દીઓ દાખલ હતા. હાલમાં ત્રણ દર્દીઓના મોતની પુષ્ટિ થઈ છે. આગની ઘટનામાં ICU વોર્ડના ઇન્ચાર્જ પણ દાઝી ગયા છે. જેમને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. બાકીના દર્દીઓને રેસ્ક્યૂ કરીને આસપાસની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો, Delhi Malviya Nagar Fire : પિતા ICUમાં, જ્યારે પુત્ર-વહુ અને પૌત્રીઓ આગમાં જીવતા ભૂંજાયા! માલવીય નગર અગ્નિકાંડની કરુણ કહાની, ગુરુગ્રામના CA સહિત 8નાં મોત

Follow Us
તેરા-મેરા ચર્ચા હૈ ગીત પર લેડી ગોવિંદાનો ધમાકેદાર ડાન્સ, જુઓ Video
તેરા-મેરા ચર્ચા હૈ ગીત પર લેડી ગોવિંદાનો ધમાકેદાર ડાન્સ, જુઓ Video
અમદાવાદ રથયાત્રામાં હાથી પસાર થાય ત્યારે DJ સિસ્ટમ બંધ રાખવાનો નિર્ણય
અમદાવાદ રથયાત્રામાં હાથી પસાર થાય ત્યારે DJ સિસ્ટમ બંધ રાખવાનો નિર્ણય
કમાણીના નવા સ્ત્રોત મળી રહેશે, અટકેલા કામો સરળતાથી પૂરા થઈ જશે
કમાણીના નવા સ્ત્રોત મળી રહેશે, અટકેલા કામો સરળતાથી પૂરા થઈ જશે
જગ્ગનાથના જયકારા વચ્ચે રથ યાત્રાનો પ્રારંભ, જુઓ Video
જગ્ગનાથના જયકારા વચ્ચે રથ યાત્રાનો પ્રારંભ, જુઓ Video
યુવકે 'છોકરી' શોધવા માટે અપનાવ્યો એવો રસ્તો કે, લોકો 'ચોંકી' ગયા
યુવકે 'છોકરી' શોધવા માટે અપનાવ્યો એવો રસ્તો કે, લોકો 'ચોંકી' ગયા
વડોદરામાં શંકાસ્પદ ખાદ્યતેલ જપ્ત: આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી
વડોદરામાં શંકાસ્પદ ખાદ્યતેલ જપ્ત: આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી
સુરતમાં પૂરથી અસરગ્રસ્ત થયેલા નાગરિકો માટે સરકારે જાહેર કર્યુ રાહત પેક
સુરતમાં પૂરથી અસરગ્રસ્ત થયેલા નાગરિકો માટે સરકારે જાહેર કર્યુ રાહત પેક
ભગવાન જગન્નાથજીના ત્રણેય રથનું મંદિર પરિસરમાં આગમન
ભગવાન જગન્નાથજીના ત્રણેય રથનું મંદિર પરિસરમાં આગમન
જો પાકિસ્તાનમાં હોત તો તારું અપહરણ કરી લેત..., જુઓ Video
જો પાકિસ્તાનમાં હોત તો તારું અપહરણ કરી લેત..., જુઓ Video
વેજ બિરીયાનીને બદલે રેસ્ટોરન્ટે નોન વેજ બિરીયાની મોકલ્યાનો આક્ષેપ
વેજ બિરીયાનીને બદલે રેસ્ટોરન્ટે નોન વેજ બિરીયાની મોકલ્યાનો આક્ષેપ
g clip-path="url(#clip0_868_265)">