AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : રાજ્યસભા ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોના નામ કર્યા જાહેર, નવા ચહેરાઓને મળી તક, જાણો નામ

ગુજરાતમાં રાજ્યસભા ચૂંટણીને લઈને ભાજપે પોતાના ઉમેદવારોના નામોની સત્તાવાર જાહેરાત કરી છે. પાર્ટીએ રાજુભાઈ શુક્લા, મુકેશ રાઠવા, માનસિંહ પરમાર અને જીતેન્દ્ર કાંજરીયાને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે.

Breaking News : રાજ્યસભા ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોના નામ કર્યા જાહેર, નવા ચહેરાઓને મળી તક, જાણો નામ
Kinjal Mishra
| Edited By: | Updated on: Jun 04, 2026 | 6:31 PM
Share

ગુજરાતમાં રાજ્યસભા ચૂંટણીને લઈને ભાજપે પોતાના ઉમેદવારોના નામોની સત્તાવાર જાહેરાત કરી છે. પાર્ટીએ રાજુભાઈ શુક્લા, મુકેશ રાઠવા, માનસિંહ પરમાર અને જીતેન્દ્ર કાંજરીયાને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે.

આ વખતે ભાજપે રાજ્યસભાની ચૂંટણીમાં “નો રિપીટ થિયરી” અમલમાં મૂકી છે. વર્તમાન રાજ્યસભા સાંસદોમાંથી કોઈને પણ ફરી ઉમેદવારી આપવામાં આવી નથી. નરહરિ અમીન, રમીલા બારા અને રામ મોકરિયાનો કાર્યકાળ પૂર્ણ થતો હોવાથી તેમના સ્થાને નવા ચહેરાઓને તક આપવામાં આવી છે. આ નિર્ણય ભાજપની નીતિનું પ્રતિબિંબ છે, જ્યાં નવા અને સ્થાનિક નેતાઓને આગળ લાવવા પર ભાર મૂકવામાં આવે છે.

પાર્ટીએ ઉમેદવારોની પસંદગીમાં સામાજિક અને પ્રાદેશિક સમીકરણોનું ખાસ ધ્યાન રાખ્યું છે. યુવા અને અનુભવી નેતાઓના સંયોજન સાથે પાટીદાર, OBC, SC અને ST સમાજના પ્રતિનિધિત્વને પણ મહત્વ આપવામાં આવ્યું હોવાનું જોવા મળે છે.

આ ચારેય ઉમેદવારો ગુજરાતના સ્થાનિક નેતાઓ અને ભાજપના કાર્યકર્તાઓ છે. આ પસંદગી દ્વારા ભાજપે રાજ્ય બહારના ઉમેદવારોને તક આપવાના બદલે ગુજરાતના જ લોકો પર વિશ્વાસ મૂક્યો છે. ઉમેદવારોની પસંદગીમાં જ્ઞાતિ અને પ્રાદેશિક સમીકરણોનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. રાજુભાઈ શુક્લાને ઓપન કાસ્ટમાંથી, મુકેશ રાઠવાને એસસી કાસ્ટમાંથી, જ્યારે માનસિંહ પરમારને ટ્રાઇબ સમાજમાંથી તક મળી છે. જીતેન્દ્ર કાંજરિયા પણ અલગ ઝોનનું પ્રતિનિધિત્વ કરે છે. આનાથી ભાજપ વિવિધ સમાજ અને પ્રદેશોને સંતુલિત કરવાનો પ્રયાસ કરી રહી છે.

ભાજપની ઉમેદવારોની યાદીમાં એક મહિલા નેતાને પણ સ્થાન આપવામાં આવ્યું છે, જે પાર્ટીના સામાજિક સંતુલન અને પ્રતિનિધિત્વના પ્રયાસોને દર્શાવે છે.

રાજ્યસભા ચૂંટણી માટે જાહેર કરાયેલા આ નામો સાથે ગુજરાતના રાજકારણમાં નવા સમીકરણોની ચર્ચા શરૂ થઈ છે. ભાજપે નવા ચહેરાઓ પર વિશ્વાસ વ્યક્ત કરીને આગામી સમયમાં સંગઠન અને સંસદીય રાજકારણમાં નવી દિશા આપવાનો પ્રયાસ કર્યો હોવાનું રાજકીય વર્તુળોમાં માનવામાં આવી રહ્યું છે.

હવે રાજ્યસભા ચૂંટણીની પ્રક્રિયા આગળ વધશે અને તમામની નજર ચૂંટણીના પરિણામો પર રહેશે. ફોર્મ ભરવાની અંતિમ તારીખ 8 જૂન છે, અને ચૂંટણી 18 જૂને યોજાવાની છે. ભાજપના મુખ્યમંત્રી, મંત્રીઓ અને ધારાસભ્યો સહિતના નેતાઓ ઉમેદવારી પત્ર ભરતી વખતે હાજર રહેશે. અગાઉ ત્રણ બેઠકો ભાજપ પાસે હતી, પરંતુ હવે ચોથી બેઠક પણ ભાજપના ફાળે જશે તેવી શક્યતા છે, જે રાજ્યસભામાં ભાજપનું સંખ્યાબળ વધારશે.

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના ગુજરાત પ્રવાસ દરમિયાન 2027ની ચૂંટણીની તૈયારીઓ અંગે પણ સંકેતો આપવામાં આવ્યા હતા. રાજ્યસભાની પસંદગી પ્રક્રિયા માટે લગભગ 80 જેટલા નામોનું ફિલ્ટરેશન કરવામાં આવ્યું હતું, જેમાંથી આ ચાર નામો પર અંતિમ મહોર મારવામાં આવી.

રાજ્યસભા એ સિલેક્શનનો વિષય રહ્યો છે, ઇલેક્શનનો નહીં, અને તે બૌદ્ધિક મુદ્દાઓ પર વધુ ધ્યાન આપે છે. ભૂતકાળમાં મનસુખ માંડવિયા, સ્મૃતિ ઈરાની, એસ. જયશંકર અને જે.પી. નડ્ડા જેવા નેતાઓ ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ બન્યા છે, જે આ સદનના મહત્વને દર્શાવે છે. જોકે, આ વખતે મહિલા ઉમેદવારોને તક ન મળતાં મહિલા પ્રાધાન્ય ઓછું થયું હોય તેવું જોવા મળી રહ્યું છે. આ પસંદગી આગામી સમયમાં ભાજપ માટે નવા નેતૃત્વ વિકાસનો માર્ગ મોકળો કરશે તેવી અપેક્ષા છે.

ગુજરાતને મળશે “વાયર ફ્રી સિટી”નું નવું રૂપ, રાજ્ય સરકારે 500 કરોડના મિશનને આપી મંજૂરી

Follow Us
Breaking News: મુન્દ્રા ડ્રગ્સ કાંડમાં આતંકી કનેક્શનનો ખુલાસો!
Breaking News: મુન્દ્રા ડ્રગ્સ કાંડમાં આતંકી કનેક્શનનો ખુલાસો!
આજનું રાશિફળ : બિઝનેસમાં સાવચેતી રાખો, દિવસના અંતે રાહત મળશે
આજનું રાશિફળ : બિઝનેસમાં સાવચેતી રાખો, દિવસના અંતે રાહત મળશે
સાત જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ: ખેડૂતોને મોટી રાહત, જુઓ Video
સાત જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ: ખેડૂતોને મોટી રાહત, જુઓ Video
વડોદરામાં વરસાદ પહેલા ડ્રેનેજ પાઈપલાઈન નાખવાનો પ્રોજેક્ટ લટકી પડ્યો
વડોદરામાં વરસાદ પહેલા ડ્રેનેજ પાઈપલાઈન નાખવાનો પ્રોજેક્ટ લટકી પડ્યો
Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત
Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત
સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી
સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી
છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય
છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય
નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,
નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,
ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી
ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી
તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર
તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર
g clip-path="url(#clip0_868_265)">