કેરળમાં ચોમાસાની દસ્તક. ચાર દિવસ મોડું પહોંચ્યું ચોમાસું. સામાન્ય રીતે 1 જૂને ચોમાસું કેરળમાં મારે છે એન્ટ્રી. 15થી 19 જૂન આસાપસ ચોમાસું ગુજરાત પહોંચી શકે. દેશ સહિત રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર પ્રિ મોન્સૂન એક્ટિવિટીએ પકડી ગતિ. આગામી દિવસોમાં ગરમીથી મળશે રાહત. રાજસ્થાનના ઘણા વિસ્તારોમાં 40 ડિગ્રી સુધી તાપમાન નોંધાયુ. દિલ્લી અને UPમાં પણ 30થી 40 ડિગ્રી વચ્ચે તાપમાન નોંધાયુ..વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર ભારતના વાતાવરણમાં આવશે પલટો. કેરળ, લક્ષદ્વીપ અને આંદામાન અને નિકોબાર ટાપુઓ પર હળવાથી મધ્યમ વરસાદ અને છૂટાછવાયા ભારે વરસાદની શક્યતાઓ. તમિલનાડુ, કર્ણાટક, ગોવા, મધ્યપ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ અને ઉત્તરપૂર્વ ભારતમાં છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની પણ શક્યતા છે.