IPL પર હતી દાઉદની નજર? ભાગેડુ લલિત મોદીનો મોટો ખુલાસો

04 June, 2026

લલિત મોદીએ દાવો કર્યો કે દાઉદ ઇબ્રાહિમની D-Company IPLમાં ટીમ ખરીદવા અથવા નિયંત્રણ મેળવવા માંગતી હતી.

પૂર્વ IPL કમિશનર લલિત મોદીના આ નિવેદનથી ક્રિકેટ અને રાજકીય વર્તુળોમાં નવી ચર્ચા શરૂ થઈ છે.

મોદીના જણાવ્યા મુજબ, તેમણે IPLમાં ગેરકાયદે સટ્ટાબાજી નેટવર્ક સામે કડક કાર્યવાહી કરી હતી.

આ પગલાંથી D-Companyના હિતોને નુકસાન થયું અને ત્યારબાદ તેમને ધમકીઓ મળવા લાગી હતી.

લલિત મોદીએ દાવો કર્યો કે 2012માં લંડનમાં મધ્યરાત્રે તેમને એક પેન્ટહાઉસમાં બોલાવવામાં આવ્યા હતા.

લલિત મોદીના જણાવ્યા મુજબ, ત્યાં સેટેલાઇટ ફોન દ્વારા દાઉદ ઇબ્રાહિમ સાથે તેમની સીધી વાતચીત કરાવવામાં આવી હતી.

લલિત મોદીએ કહ્યું કે તે સમયે તેઓ ખૂબ ગભરાઈ ગયા હતા અને શું કરવું તે સમજાતું નહોતું.

તેમના દાવા મુજબ, ત્યારબાદ દર અઠવાડિયે ફોન આવતા હતા અને પૈસા તેમજ IPL ફ્રેન્ચાઇઝી પર નિયંત્રણની માંગ થતી હતી.