Breaking news: ‘ઓપરેશન ડેલ્ટા’થી રાજ્યભરમાં તવાઈ, 24 કલાકમાં 424 ગેરકાયદે બાંગ્લાદેશીઓ ઝડપાયા, જુઓ Video
ગુજરાતમાં ગેરકાયદે રીતે વસવાટ કરતા બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે પોલીસ તંત્રએ કડક કાર્યવાહી શરૂ કરી છે. ‘ઓપરેશન ડેલ્ટા’ નામની વિશેષ ઝુંબેશ અંતર્ગત રાજ્યભરમાં વ્યાપક તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં માત્ર 24 કલાકમાં 424 ગેરકાયદે બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
ગુજરાતમાં ગેરકાયદે રીતે વસવાટ કરતા બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે પોલીસ તંત્રએ કડક કાર્યવાહી શરૂ કરી છે. ‘ઓપરેશન ડેલ્ટા’ નામની વિશેષ ઝુંબેશ અંતર્ગત રાજ્યભરમાં વ્યાપક તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં માત્ર 24 કલાકમાં 424 ગેરકાયદે બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
પોલીસ દ્વારા રાજ્યના વિવિધ શહેરો અને જિલ્લાઓમાં એકસાથે કાર્યવાહી કરવામાં આવી હતી. શંકાસ્પદ વ્યક્તિઓની ઓળખ, દસ્તાવેજોની ચકાસણી અને સ્થળ પર પૂછપરછ બાદ ગેરકાયદે રીતે રહેતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઓપરેશન દરમિયાન મોટી સંખ્યામાં એવા લોકો ઝડપાયા હતા જેઓ પાસે ભારતીય નાગરિકતા અથવા કાયદેસર રહેવાના પુરાવા ઉપલબ્ધ ન હતા.
ગેરકાયદે ઘૂસણખોરી અને રાષ્ટ્રીય સુરક્ષા
આ સમગ્ર કાર્યવાહી અંગે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન Harsh Sanghaviએ સોશિયલ મીડિયા પર માહિતી શેર કરી હતી. તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં ગેરકાયદે ઘૂસણખોરી અને રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા મુદ્દાઓને લઈને સરકાર ગંભીર છે અને આવા તત્વો સામે સતત કડક પગલાં લેવામાં આવશે.
વેરિફિકેશન અભિયાન ચાલુ રહેશે
પોલીસ વિભાગના સૂત્રો અનુસાર ‘ઓપરેશન ડેલ્ટા’ માત્ર એક દિવસની કાર્યવાહી નથી, પરંતુ આગામી દિવસોમાં પણ વિવિધ વિસ્તારોમાં ચેકિંગ અને વેરિફિકેશન અભિયાન ચાલુ રહેશે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ સુરક્ષાને મજબૂત બનાવવા માટે આ અભિયાન મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.
સરકાર અને પોલીસના આ કડક વલણ બાદ ગેરકાયદે વસવાટ કરનારાઓમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
Devbhoomi Dwarka Breaking news: ખંભાળિયા નજીક તસ્કરોનો તરખાટ! એરફોર્સ જમીન પરના પ્રોજેક્ટમાંથી 15 લાખના લોખંડના સળિયા ચોરાયા
ભાવનગરમાં જોખમી મકાનોને કરાશે ધ્વસ્ત, ગરીબ વસાહતીઓની પુનર્વસનની માગ
ગીર વિસ્તારમાં વધુ એકવાર સિંહ પજવણીનો Video વાયરલ
ગૌચરની ખાડીમાં કેમિકલ ઠાલવી ગ્રામજનો અને ખેડૂતો સાથે છેડો !
ગોંડલમાં પાઇપલાઇન વારંવાર તૂટતા તંત્ર સામે લોકોનો રોષ !
