કેવી રીતે ઓળખશો કે કાકડી અસલી દેશી છે કે કેમિકલવાળી હાઇબ્રિડ? જાણો
ઉનાળાની સિઝનમાં શરીરને હાઇડ્રેટેડ અને પેટને ઠંડુ રાખવા માટે કાકડી બેસ્ટ ઓપ્શન છે. પરંતુ આજકાલ માર્કેટમાં દેશીના નામે હાઇબ્રિડ અને કેમિકલની મદદથી ઉગાડેલી કાકડીઓ મોટા પાયે વેચાઈ રહી છે. લારી કે દુકાને ઉભા-ઉભા જ અસલી દેશી કાકડી કેવી રીતે ઓળખવી, જાણો,

ઉનાળાની સિઝન શરૂ થતાં જ ઘર હોય કે હોટેલ-રેસ્ટોરન્ટ, દરેક જગ્યાએ સલાડની પ્લેટમાં કાકડી (ખીરા) નું સ્થાન મહત્વનું બની જાય છે. કાકડી સ્વાસ્થ્ય માટે કોઈ વરદાનથી ઓછી નથી. જો કે, સામાન્ય લોકો અવારનવાર માર્કેટમાં વધુ પડતી ચમકદાર અને મોટી કાકડી જોઈને છેતરાઈ જાય છે. આ મૂંઝવણને દૂર કરવા માટે એક પ્રગતિશીલ ખેડૂતે કેટલીક એવી પ્રેક્ટિકલ ટિપ્સ શેર કરી છે, જેનાથી તમે પલભરમાં સાચી ઓળખ કરી શકશો:

દેખાવ અને સાઇઝ, દેશી અને હાઇબ્રિડ કાકડીને ઓળખવાનો સૌથી પહેલો અને સરળ રસ્તો તેનો આકાર અને રંગ છે. હાઇબ્રિડ કાકડી: તે દેખાવમાં એકદમ પરફેક્ટ, સીધી, ઘેરા લીલા રંગની અને ખૂબ જ ચમકદાર હોય છે. તેની છાલ પૂરેપૂરી સોફ્ટ અને પ્લેન હોય છે. દેશી કાકડી: તે સાઇઝમાં થોડી નાની અને સહેજ ત્રાંસી હોય છે. તેનો રંગ આછો લીલો અથવા ક્યાંક-ક્યાંકથી પીળાશ પડતો હોય છે. દેશી કાકડીની છાલ થોડી ખરબચડી હોય છે અને તેના પર નાના-નાના દાણા કે કાંટા જેવા ઉભરા જોવા મળે છે.

સ્વાદ અને કડવાશ, ઘણીવાર લોકો ફરિયાદ કરતા હોય છે કે કાકડી કાપ્યા પછી તે કડવી નીકળે છે. ખેડૂતના જણાવ્યા મુજબ આ સ્વાદ પાછળ પણ વિજ્ઞાન છુપાયેલું છે. દેશી કાકડી: આ કાકડી કુદરતી રીતે ઉગતી હોવાથી તેમાં કડવાશ હોવાની શક્યતા થોડી વધારે રહે છે. તેના ઉપરના ભાગને કાપીને સહેજ ઘસવાથી ફીણ નીકળે છે અને તેની કડવાશ સરળતાથી દૂર થઈ જાય છે. દેશી કાકડી ખાવાથી એક અલગ જ તાજગી અને કુદરતી મીઠાશનો અનુભવ થાય છે. હાઇબ્રિડ કાકડી: હાઇબ્રિડ કાકડીને લેબોરેટરી અને બિયારણના સ્તરે એવી રીતે મોડિફાય કરવામાં આવે છે કે તે કડવી ન લાગે. પરંતુ આ ચક્કરમાં તેનો અસલી સ્વાદ અને સોડમ ગાયબ થઈ જાય છે.

પાણીની માત્રા અને સ્વાસ્થ્ય પર અસર, કાકડીનો મુખ્ય ગુણ શરીરમાં પાણીની અછત પૂરી કરવાનો છે, પરંતુ બંનેના ગુણધર્મો અલગ છે. દેશી કાકડી: દેશી કાકડીમાં કુદરતી પાણીનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. તેના બીજ નાના અને એકદમ સોફ્ટ હોય છે, જેના કારણે તે પેટમાં સરળતાથી પચી જાય છે અને પાચનતંત્રને સુધારે છે. હાઇબ્રિડ કાકડી: હાઇબ્રિડ કાકડીને લાંબા સમય સુધી તાજી રાખવા અને તેનું વજન વધારવા માટે ઘણી વખત જંતુનાશકો (પેસ્ટિસાઇડ્સ) અને કેમિકલનો સહારો લેવામાં આવે છે. તેના બીજ થોડા કડક હોઈ શકે છે જે પચવામાં ભારે પડે છે.

ખેડૂતની ખાસ સલાહ: જો તમે તમારા સ્વાસ્થ્ય સાથે કોઈ સમાધાન કરવા ન માંગતા હોવ, તો માર્કેટમાંથી ક્યારેય બહુ ચમકદાર કાકડી ન ખરીદો. લોકલ માર્કેટમાં મળતી, થોડી આછા રંગની અને વાંકીચૂકી દેશી કાકડીને જ હંમેશા પ્રાધાન્ય આપો.
ઢીલી થઈ ગયેલી જીન્સ હવે ફેંકવાની કે દરજી પાસે જવાની જરૂર નથી, આ ટ્રિકથી ઘરે જ મેળવો પરફેક્ટ ફિટિંગ
