AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News :  કેદારનાથમાં જામકંડોણાની મહિલાની તબિયત લથડી, ધારાસભ્ય અને કેન્દ્રીય મંત્રીએ મદદ પહોંચાડી, જુઓ Video

Breaking News : કેદારનાથમાં જામકંડોણાની મહિલાની તબિયત લથડી, ધારાસભ્ય અને કેન્દ્રીય મંત્રીએ મદદ પહોંચાડી, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 04, 2026 | 11:30 AM
Share

ખેડા જિલ્લામાં લવ જેહાદનો કિસ્સો સામે આવતા ધમાલ મચી ગઈ હતી. મુસ્લિમ યુવકે હિન્દુ પરણિતાને પોતાના પ્રેમજાળમાં ફસાવી હતી.કઠલાલ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે બંનેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

હાલમાં ઉત્તરાખંડમાં ચારધામની યાત્રામાં લાખો યાત્રાળુઓ દર્શન માટે જઈ રહ્યા છે. ત્યારે કેદારનાથની યાત્રા ખુબ મુશ્કેલ માનવમાં આવે છે અહી યાત્રાળુઓએ અંદાજે 18 કિલોમીટર પગપાળા જઈ કેદારનાથના દર્શન કરે છે. અહી હેલિકોપ્ટર, ડોલી, કે પછી ખચ્ચરની મદદથી પણ યાત્રાળુઓ દર્શન કરતા હોય છે. ત્યારે હાલમાં જામકંડોરણાની મહિલાની કેદારનાથમાં અચાનક તબિયત બગડતા.ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા અને કેન્દ્રીય મંત્રીએ મહિલાને હેલિકોપ્ટરની સુવિધા આપી હતી.

જયેશભાઈ રાદડિયાએ મદદ કરી

રાજકોટના જામકંડોરણાની મહિલાની કેદારનાથ યાત્રા દરમિયાન અચાનક તબિયત બગડતા તાત્કાલિક સારવાર આપવામાં આવી છે.રેખાબેન મૂળિયાને હેલિકોપ્ટરની સુવિધા અપાવવા લોકપ્રતિનિધિઓના પ્રયાસો સફળ રહ્યા હતા.પરિવારજનોએ ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાને ટેલિફોનિક રજૂઆત કરી હતી.ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ તાત્કાલિક સંકલન હાથ ધર્યું હતુ.

કેદારનાથ ખાતે સમયસર સારવાર મળતા મહિલાની તબિયતમાં સુધારો થયો હતો. હેલિકોપ્ટરના બે દિવસના વેઇટિંગ વચ્ચે હેલિકોપ્ટરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.મહિલાને સુરક્ષિત રીતે નીચે લાવવામાં સફળતા મળી હતી.પરિવારજનોએ ધારાસભ્ય અને કેન્દ્રીય મંત્રી બંને આભાર વ્યક્ત કરી માનવતાભર્યા સહયોગની પ્રશંસા કરી હતી.

 

 

 

રાજકોટ શહેરની સ્થાપના ઠાકોરજી વિભજી દ્વારા 1610 ના વર્ષમાં કરવામાં આવી હતી અને તેમણે લગભગ 282 ચોરસ માઇલ વિસ્તાર ઉપર શાસન કર્યું હતું.  અહી ક્લિક કરો

 

Follow Us
g clip-path="url(#clip0_868_265)">