AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પિતાનો સંબંધ લજવાયો.. નવસારીમાં આફ્રિકાથી આવેલા પિતાએ એવું કૃત્ય કર્યું કે થયો સીધો જેલ ભેગો, જુઓ Video

નવસારીના ગણદેવીમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં દક્ષિણ આફ્રિકાથી આવેલ એક પિતાએ પોતાની જ 14 વર્ષની સગીર પુત્રી પર દુષ્કર્મ આચર્યું.

પિતાનો સંબંધ લજવાયો.. નવસારીમાં આફ્રિકાથી આવેલા પિતાએ એવું કૃત્ય કર્યું કે થયો સીધો જેલ ભેગો, જુઓ Video
| Updated on: Jun 04, 2026 | 6:34 PM
Share

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં પિતા-પુત્રીના પવિત્ર સંબંધને શરમાવે તેવી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. દક્ષિણ આફ્રિકાથી ભારત આવેલા એક નરાધમ પિતાએ પોતાની જ 14 વર્ષની સગીર પુત્રીને હવસનો શિકાર બનાવ્યાનો ગંભીર આરોપ સામે આવ્યો છે.

પ્રાથમિક માહિતી મુજબ, જ્યારે દીકરીની માતા નોકરી પર જતી હતી ત્યારે આરોપી પિતા ઘરમાં એકલી રહેલી પુત્રી સાથે જબરદસ્તી દુષ્કર્મ આચરતો હતો. પોલીસ ફરિયાદ અનુસાર 9, 10 અને 11 મે, 2026 દરમિયાન સતત ત્રણ દિવસ સુધી આરોપીએ સગીર પુત્રી પર દુષ્કર્મ આચર્યું હતું.

આરોપ એટલો જ નહીં, પરંતુ દુષ્કર્મ બાદ આરોપીએ સગીરાને ગર્ભનિરોધક દવા પણ પીવડાવી હતી અને સમગ્ર ઘટનાની જાણ કોઈને ન કરવા માટે ધમકીઓ આપી હતી. ડરના કારણે દીકરી લાંબા સમય સુધી ચૂપ રહી હતી.

બાદમાં સગીરાની માતાને સમગ્ર ઘટનાની જાણ થતાં તેમણે તાત્કાલિક ગણદેવી પોલીસ મથકનો સંપર્ક કર્યો અને આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે પોક્સો (POCSO) અધિનિયમ તેમજ દુષ્કર્મ સંબંધિત ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

ઘટના બાદ ફરાર થયેલા આરોપી પિતાની પોલીસે ધરપકડ કરી તેને જેલ હવાલે કર્યો છે. હાલમાં સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે.

આ તરફ પીડિતાની માતાએ આરોપી સામે કડકમાં કડક સજાની માંગણી કરી છે. તેમણે જણાવ્યું કે આવા હવસખોરને માત્ર સાત વર્ષની સજા નહીં, પરંતુ આજીવન કારાવાસ અથવા ફાંસી જેવી કડક સજા થવી જોઈએ, જેથી સમાજમાં એક કડક સંદેશ જાય.

સાથે જ તેમણે સરકાર સમક્ષ માંગ કરી છે કે આ કેસની સુનાવણી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કરવામાં આવે અને આરોપીને એવી સજા આપવામાં આવે કે જે ભવિષ્યમાં આવા ગુનાઓ કરનારાઓ માટે દાખલારૂપ બને.

(ઈનપુટ ક્રેડિટ -નીલેશ ગામીત, નવસારી)

લાઓસમાં ફસાયેલી ગુજરાતની બે યુવતીઓનું સફળ રેસ્ક્યૂ, ટૂંક સમયમાં થશે વતન વાપસી, જુઓ Video

Follow Us
કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ
કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ
શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ
શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ
રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો
રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો
વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video
વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video
AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ
AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ
ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો
ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો
ગુજરાતમાં મેઘ તાંડવથી 50થી વધુના મોત, હજારોનું સ્થળાંતર
ગુજરાતમાં મેઘ તાંડવથી 50થી વધુના મોત, હજારોનું સ્થળાંતર
ખાનગી કામો અચાનક પૂરા થશે, નાણાકીય લાભ થવાના યોગ બની રહ્યા છે
ખાનગી કામો અચાનક પૂરા થશે, નાણાકીય લાભ થવાના યોગ બની રહ્યા છે
ટેલેન્ટને નથી હોતી ઉંમરની સીમા! 11 વર્ષના બાળકની ગાયકીનો વીડિયો Viral
ટેલેન્ટને નથી હોતી ઉંમરની સીમા! 11 વર્ષના બાળકની ગાયકીનો વીડિયો Viral
આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી
આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી
g clip-path="url(#clip0_868_265)">