AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આમિર ખાનની પહેલા અને બીજા લગ્ન કેમ તૂટ્યા, બંન્નેની પૂર્વ પત્નીઓ ક્યાં અને શું કરી રહી છે ? જાણો

Aamir Khan Wedding : આમિર ખાન 61 વર્ષની ઉંમરે ત્રીજી વખત લગ્ન કરવા જઈ રહ્યો છે. એવા પણ સમાચાર છે કે, આમિર ખાન અને ગૌરી સ્પ્રૈટ 5 જુલાઈના રોજ લગ્નના બંધનમાં બંધાશે. આ વચ્ચે બધાને એક સવાલ થાય છે કે, આમિર ખાનના પહેલા અને બીજા લગ્ન કેમ તુટ્યા અને બંન્ને પૂર્વ પત્નીઓ શું કરી રહી છે.

આમિર ખાનની પહેલા અને બીજા લગ્ન કેમ તૂટ્યા, બંન્નેની પૂર્વ પત્નીઓ ક્યાં અને શું કરી રહી છે ? જાણો
| Updated on: Jun 04, 2026 | 11:32 AM
Share

આમિર ખાનની પ્રોફેશલ લાઈફની જેટલી ચર્ચા થઈ નથી. તેટલી પર્સનલ લાઈફને લઈને થતી હોય છે. હાલમાં તેની પર્સનલ લાઈફ લાઈમલાઈટમાં છે. આમિર ખાન પોતાના ત્રીજા લગ્નને લઈ ચર્ચામાં છે. એવા સમાચાર છે કે,આમિર ખાન 61 વર્ષની ઉંમરે પોતાની ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રૈટ સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, કપલ એક પ્રાઈવેટ સેરેમનીમાં લગ્ન કરશે. ગૈરી સ્પ્રૈટ પહેલા આમિર ખાનની બંન્ને પૂર્વ પત્નીઓ રીના દત્તા અને કિરણ રાવની સાથે તેનો સંબંધ ખુબ લાંબો રહ્યો છે. લાંબા સમય સુધી સાથે રહ્યા બાદ અલગ થયા હતા. આ વચ્ચે ચાલો જાણીએ કે, આમિર ખાનના પહેલા અને બીજા લગ્ન કેમ તુટ્યા અને તેની પૂર્વ પત્નીઓ શું કરી રહી છે.

આમિર ખાનની લવ લાઈફ કોઈ ફિલ્મી સ્ટોરીથી ઓછી નથી. તેમણે પહેલા લગ્ન 21 વર્ષની ઉંમરે રીના દત્તા સાથે કર્યા હતા. આમિર ખાને બીજા લગ્ન કિરણ રાવ સાથે 40 વર્ષની ઉંમરે કર્યા હતા. છુટાછેડા પછી આમિર ખાન પોતાની એક્સવાઈફ સાથે સારા બોન્ડ શેર કરે છે પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે, આમિર ખાનના પહેલા અને બીજા લગ્ન કેમ તુટ્યા, તો ચાલો એક નજર કરીએ આમિર ખાનની પર્સનલ લાઈફ પર.

આમિર ખાનના પહેલા લગ્ન

આમિર ખાને 1986માં રીના દત્તા સાથે લગ્ન કર્યા હતા. તે સમયે બંન્ને પાડોશી હતા. ધીમે-ધીમે પ્રેમમાં પડ્યા અને આમિર અને રીનાએ પોતાના પરિવારની મરજૂ વિરુદ્ધ જઈ આમિર 21 અને રીના 19 વર્ષની ઉંમરે લગ્ન કર્યા હતા. રીના અને આમિર ખાન 2 બાળકોના માતા-પિતા છે. આ સંબંધો વધારે ચાલ્યા નહી. 16 વર્ષ પછી 2002માં બંન્ને અલગ થયા હત.આમિરે પોતે સ્વીકાર્યું છે કે તે સમયે તે ફિલ્મોમાં સંપૂર્ણપણે વ્યસ્ત હતો અને તેના પરિવારને સમય આપી શકતો ન હતો. આ કારણોસર, 16 વર્ષના સંબંધ પછી, તેમણે પરસ્પર સંમતિથી અલગ થવાનો નિર્ણય લીધો.

હવે રીના દત્તા ક્યાં છે?

રીના ફિલ્મોમાંથી દુર થઈ પરંતુ સામાજિક અને ચેરિટી કામમાં એક્ટિવ રહેતી હતી. આ સિવાય રીના પોતાના પરિવારની સાથે સમય પસાર કરે છે. હાલમાં તે મુંબઈમાં પોતાના ઘરે રહે છે અને દીકરી ઈરા ખાનના પરિવાર સાથે જોડાયેલી રહે છે.

આમિર ખાને બીજા લગ્ન કર્યા

આમિર ખાને વર્ષ 2005માં કિરણ રાવની સાથે બીજા લગ્ન કર્યા હતા. તે સમયે કિરણ આમિર ખાનથી 10 વર્ષ નાની હતી. બંન્નેની લવ સ્ટોરી ફિલ્મ લગાનના સેટ પરથી શરુ થઈ હતી. ધીમે ધીમે આ સંબંધો પ્રેમમાં બદલાયા હતા. બંન્ને લિવ ઈનમાં રહેવા લાગ્યા. 2011માં દીકરા આઝાદનું સ્વાગત કર્યું પરંતુ આ સંબંધો વધારે ચાલ્યા નહી અને 2011માં આમિર ખાન અને કિરણ રાવ અલગ થયા હતા.

આમિર ખાનની બીજી પત્ની કિરણ રાવ ક્યાં છે?

કિરણ રાવ એક જાણીતી ફિલ્મ મેકર,પ્રોડ્યુસર અને ડાયરેક્ટર છે. હાલમાં તે મુંબઈમાં રહે છે અને આમિર ખાનના પ્રોડક્શન હાઉસના પ્રોજેક્ટમાં સપોર્ટ કરે છે. બંન્ને પોતાના દીકરા આઝાદની સંભાળ સાથે કરે છે.

2 વખત થયા છે છુટાછેડા, હવે અભિનેતાએ ત્રીજા લગ્નને લઈ ખુલાસો કર્યો, અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">