04 June 2026

હોટલ, હોસ્પિટલ કે ઘરમાં આગ લાગે તો શું કરવું જોઈએ?

Photo Credit - Whisk

આગ લાગતાં જ ગભરાટમાં ખોટા નિર્ણયો લેવા નહીં.

તરત ફાયર બ્રિગેડને જાણ કરવી, ભારતમાં ફાયર ઇમરજન્સી નંબર 101 છે.

લિફ્ટનો ઉપયોગ ન કરવો નહીં, આગ દરમિયાન વીજ પુરવઠો ખોરવાઈ શકે છે. 

ધુમાડાથી બચવા ઝૂકીને ચાલવું જોઈએ, મોઢું અને નાક ઢાંકીને ચાલવું જોઈએ.

શોર્ટ સર્કિટની આગ પર પાણી નાખવું નહીં, ફાયર એક્સ્ટિંગ્વિશર અથવા સૂકી રેતીનો ઉપયોગ કરવો.

બહાર નીકળવાનો સૌથી નજીકનો રસ્તો પસંદ કરવો.

આપાતકાલીન બહાર નીકળવાના દરવાજા વિશે પહેલેથી જાણ રાખવી.

સામાન બચાવવા પાછળ સમય બગાડવો નહીં.

બાળકો અને વૃદ્ધોને પ્રથમ બહાર કાઢવું જોઈએ, આગની વિરુદ્ધ દિશામાં બહાર નીકળવું.

ઘરમાં ફાયર એક્સ્ટિંગ્વિશર રાખવું જોઈએ, ઇમરજન્સી પ્લાન તૈયાર રાખવા જોઈએ.

ફાયર બ્રિગેડ અથવા અધિકારીઓની મંજૂરી મળ્યા પછી જ બિલ્ડિંગમાં પ્રવેશ કરવો.

નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે.