AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad Breaking News : ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં પ્રજ્ઞાચક્ષુ વૃદ્ધને માર મારનાર ચાંગોદરની મહિલા પીએસઆઈ સસ્પેન્ડ, FIR પણ નોંધાઈ

પ્રજ્ઞાચક્ષુ વૃદ્ધને માર મારવાના કેસમાં અમદાવાદ ગ્રામ્ય એસપીએ, ચાંગોદરના મહિલા પોલીસ સબ ઈન્સ્પેકટરને સસ્પેન્ડ કરી દીધા છે. જો કે, જ્યારે બીજાના કાર્યક્ષેત્રમાં આવતા પોલીસ સ્ટેશનમાં એક વૃદ્ધ પ્રજ્ઞાચક્ષુને માર મારતા મહિલા પીએસઆઈને કેમ ગુજરાત યુનિવર્સિટી પોલીસે ના રોક્યા તેવો સવાલ સૌ કોઈ ચર્ચી રહ્યાં છે.

Ahmedabad Breaking News : ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં પ્રજ્ઞાચક્ષુ વૃદ્ધને માર મારનાર ચાંગોદરની મહિલા પીએસઆઈ સસ્પેન્ડ, FIR પણ નોંધાઈ
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 04, 2026 | 4:42 PM
Share

અમદાવાદના ચાંગોદર પોલીસ મથકમાં ફરજ બજાવતી મહિલા PSI સામે પ્રજ્ઞાચક્ષુ વૃદ્ધને ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં માર માર્યાની ગંભીર ફરિયાદ નોંધાતા સમગ્ર ઘટનાએ ચર્ચા જગાવી હતી. આ મામલે પ્રજ્ઞાચક્ષુ ગોપાલભાઈ દરજીએ ગુજરાત યુનિવર્સિટી પોલીસ મથકમાં મહિલા PSI સોનલ રાઠોડ વિરુદ્ધ સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાવી છે. જો કે, અમદાવાદ ગ્રામ્યના એસપીએ, વિવાદાસ્પદ મહિલા પીએસઆઈને સસ્પેન્ડ કરી દીધા છે. જો કે, ગુજરાત યુનિવર્સિટી પોલીસે કેમ મહિલા પીએસઆઈને માર મારતા સમયે ના રોક્યા તે સવાલ સૌ કોઈ પુછી રહ્યાં છે.

મળતી માહિતી મુજબ, પંચવટી વિસ્તાર પાસે PCU ચલાવતા ગોપાલભાઈ દરજી પાસે કેટલાક છોકરાઓ નાસ્તાના પેકેટ લઈને ભાગી રહ્યા હોવાની શંકા જતા તેમણે એક છોકરાને ઠપકો આપ્યો હતો અને હાથ ખેંચ્યો હતો. આ દરમિયાન હાથ એક છોકરાને વાગ્યો હોવાનું કહેવાય છે. બાદમાં આ મામલે કંટ્રોલ રૂમમાં ફરિયાદ કરવામાં આવી હતી.

આ ફરિયાદના આધારે ગોપાલભાઈને ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા હતા. દરમિયાન જે છોકરાને હાથ લાગ્યો હતો તે ચાંગોદર પોલીસ મથકમાં ફરજ બજાવતી મહિલા PSI સોનલ રાઠોડનો પુત્ર હોવાનું સામે આવ્યું હતું.

પ્રજ્ઞાચક્ષુ વૃદ્ધનો આરોપ છે કે મહિલા PSI સોનલ રાઠોડે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં જ પ્રજ્ઞાચક્ષુ ગોપાલભાઈ સાથે ઉગ્ર વર્તન કર્યું હતું અને તેમને માર માર્યો હતો. વૃદ્ધને આંખ પર લાફો મારવામાં આવતા તેમની આંખ લાલ થઈ ગઈ હતી. ઘટનામાં ઇજા પહોંચતા ગોપાલભાઈને હોસ્પિટલમાં સારવાર પણ લેવી પડી હોવાનું જણાવવામાં આવ્યું છે. જો કે, આ સમગ્ર ઘટના માધ્યમોમાં ચમકતા અને સોશિયલ મીડિયામાં વ્યાપકપણે વાયરલ થતા મહિલા પીએસઆઈ સોનલ રાઠોડ, પ્રજ્ઞાચક્ષુ ગોપાલ દરજીના ઘરે જઈને સમાધાન કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, મીડિયાના કેમેરા જોઈ જતા સોનલ રાઠોડ ત્યાંથી આરોપી ભાગે તેમ ભાગી હતી.

જો કે, ગોપાલ દરજીને માર માર્યો તે સમય દરમિયાન ગુજરાત પોલીસ સ્ટેશનમાં હાજર સ્ટાફે, મહિલા પીએસઆઈને કહ્યું નહોતું કે આ તમારા તાબાનું પોલીસ સ્ટેશન નથી. કે કોઈ હસ્તક્ષેપ પણ કર્યો નહોતો એવા આક્ષેપો કરવામાં આવ્યા છે. ઘટનાથી આક્રોશિત ગોપાલભાઈએ મહિલા PSI સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

મામલો પ્રકાશમાં આવ્યા બાદ જિલ્લા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. પ્રાથમિક તપાસના આધારે ગ્રામ્ય એસપી દ્વારા મહિલા PSI સોનલ રાઠોડને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. હાલ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પ્રજ્ઞાચક્ષુ વૃદ્ધ સાથે પોલીસ અધિકારી દ્વારા થયેલા કથિત દુર્વ્યવહારના આ બનાવે પોલીસની કાર્યપદ્ધતિ સામે પણ અનેક સવાલો ઊભા કર્યા છે. ગુજરાત યુનિવર્સિટીની પોલીસ શું કરી રહી હતી.

દાદાની નહીં ખાખીની દાદાગીરી ! અમદાવાદમાં મહિલા PSI દ્વારા પ્રજ્ઞાચક્ષુ વૃદ્ધને અન્ય jurisdiction ના પોલીસ સ્ટેશનમાં ઢોર માર મારવાનો આરોપ, જુઓ Video

Follow Us
સાણંદ-વીરમગામ હાઈવે પર ₹1.36 કરોડનો દારૂ ઝડપાયો, જુઓ Video
સાણંદ-વીરમગામ હાઈવે પર ₹1.36 કરોડનો દારૂ ઝડપાયો, જુઓ Video
ઓનલાઈન મીટિંગમાં પપ્પાએ લીધો દીકરીનો 'ક્લાસ', વીડિયો થયો 'વાયરલ'
ઓનલાઈન મીટિંગમાં પપ્પાએ લીધો દીકરીનો 'ક્લાસ', વીડિયો થયો 'વાયરલ'
સુરતમાં ‘નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ’ નામનું બોર્ડ લગાવાતા વિવાદ
સુરતમાં ‘નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ’ નામનું બોર્ડ લગાવાતા વિવાદ
ના નેતા, ના કોઈ અભિનેતા... ગ્રાન્ડ ઓપનિંગમાં પહોંચ્યો 'VVIP રોબોટ'
ના નેતા, ના કોઈ અભિનેતા... ગ્રાન્ડ ઓપનિંગમાં પહોંચ્યો 'VVIP રોબોટ'
તહેવારો પહેલા સુરતમાં ફૂડ સેફ્ટી અંગે સતર્ક મનપા
તહેવારો પહેલા સુરતમાં ફૂડ સેફ્ટી અંગે સતર્ક મનપા
ગરમ પવન-ભેજના અભાવના કારણે ગુજરાતમાં હાલ સારો વરસાદ નહીં
ગરમ પવન-ભેજના અભાવના કારણે ગુજરાતમાં હાલ સારો વરસાદ નહીં
દમણમાં મોનસુન ફેસ્ટીવલનો પ્રારંભ, નશામુક્ત રહેવા યુવાનોને અપીલ
દમણમાં મોનસુન ફેસ્ટીવલનો પ્રારંભ, નશામુક્ત રહેવા યુવાનોને અપીલ
અમદાવાદમાં મીઠાઈ વિક્રેતાઓેને ત્યાં ફુડ વિભાગનો રેપિડ ટેસ્ટ લાઈવ ડેમો
અમદાવાદમાં મીઠાઈ વિક્રેતાઓેને ત્યાં ફુડ વિભાગનો રેપિડ ટેસ્ટ લાઈવ ડેમો
Breaking News : દારુકાંડમાં વધુ 13 આરોપીઓ પર પોલીસનો સપાટો..
Breaking News : દારુકાંડમાં વધુ 13 આરોપીઓ પર પોલીસનો સપાટો..
બનાસકાંઠામાં મહિલાના ધર્માંતરણનો આરોપ, ચાર શખ્સો સામે નોંધાઈ ફરિયાદ
બનાસકાંઠામાં મહિલાના ધર્માંતરણનો આરોપ, ચાર શખ્સો સામે નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">