ડાંગ જિલ્લાના સાપુતારામાં હવે દીપડાએ દેખા દેતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. ગિરિમથક સાપુતારા જાણે દીપડાનું નવુ રહેઠાણ બન્યુ હોય તેમ છેલ્લા 10 દિવસમાં ત્રણ દીપડાઓ પાંજરે પુરાયા છે. હવે પ્રવાસીની ભીડવાળા સનસેટ પોઈન્ટ પર પણ બે દીપડા જોવા મળ્યા. અગાઉ પણ રાત્રે આંટાફેરા મારતા દીપડા સીસીટીવીમાં કેદ થયા હતા. પ્રવાસીઓની અવર-જવર ધરાવતા સાપુતારામાં દીપડાની એન્ટ્રીથઈ વન વિભાગ એક્શનમાં આવ્યું છે. અને દીપડાના પકડવા કવાયત હાથ ધરી છે