Breaking News : નીરજ ચોપરા ફરી ઈજાગ્રસ્ત, મોટી ટૂર્નામેન્ટમાંથી બહાર

|

May 29, 2023 | 5:48 PM

Neeraj Chopra Injury: ફરી એકવાર ઓલિમ્પિક ચેમ્પિયન ભાલા ફેંકનાર નીરજ ઈજાગ્રસ્ત થયો છે જેના કારણે તે આગામી FBK ગેમ્સમાં ભાગ લઈ શકશે નહીં. નીરજે પોતાના ટ્વિટર પર એક પોસ્ટ દ્વારા આ જાણકારી આપી છે. FBK ગેમ્સ 4 જૂનથી નેધરલેન્ડના હેંગેલો ખાતે રમાશે.

Breaking News : નીરજ ચોપરા ફરી ઈજાગ્રસ્ત, મોટી ટૂર્નામેન્ટમાંથી બહાર
Neeraj Chopra Injury

Follow us on

Haryana : ભારતના દિગ્ગજ એથ્લેટ નીરજ ચોપરાની કારકિર્દી ઈજાઓને કારણે ઘણી અસરગ્રસ્ત થઈ છે. ફરી એકવાર ઓલિમ્પિક ચેમ્પિયન ભાલા ફેંકનાર નીરજ ઈજાગ્રસ્ત થયો છે જેના કારણે તે આગામી FBK ગેમ્સમાં ભાગ લઈ શકશે નહીં. નીરજે પોતાના ટ્વિટર પર એક પોસ્ટ દ્વારા આ જાણકારી આપી છે. FBK ગેમ્સ 4 જૂનથી નેધરલેન્ડના હેંગેલો ખાતે રમાશે.

નીરજ ચોપરા એ ટોક્યો ઓલિમ્પિકમાં જેવલિન થ્રોમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણે આ ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. તે ભારત માટે વ્યક્તિગત સ્પર્ધામાં ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીતનાર બીજો ભારતીય ખેલાડી બન્યો હતો. આ મેડલ જીતીને તે દેશવાસીઓનો પ્રિય બની ગયો હતો. ભારતીયોને હવે નીરજ પાસેથી ખુબ આશા છે, તે જે પણ ટુર્નામેન્ટમાં ઉતરે છે તેમાં મેડલ જીતીને જ આવે છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

નીરજ ચોપરા એ ટ્વિટ કરીને આપી જાણકારી


નીરજ ચોપરા એ ટ્વિટ કરીને જણાવ્યું છે કે ટ્રેનિંગ કરતા સમયે તેને મસલ સ્ટ્રેન (સ્નાયુ તાણ) થયો હતો. ત્યાર બાદ તેની મેડિકલ ટીમ દ્વારા તેવી સારવાર કરવામાં આવી હતી. આ ઈજાને કારણે તે કોઈ જોખમ લેવા માગતો ના હતો. તેથી જ નીરજ ચોપરા એ એફબીકે ગેમ્સમાંથી તેનું નામ પાછું લેવાનો નિર્ણય કર્યો હતો. તેણે ટ્વિટમાં જણાવ્યું છે કે તેની તેની ઈજાની સારવાર કરવાની રહ્યો છે અને તે ઝડપથી સાજો થઈને જૂન મહિનામાં વાપસી કરશે. આ પહેલા કોણી અને ખભાની ઈજાને કારણે તે કોમનવેલ્થ ગેમ્સમાં રમી શક્યો ના હતો.

ગોલ્ડન બોય બન્યો હતો નંબર 1

મેન્સ જેવલિન થ્રોમાં ટોપ 5

  1.  નીરજ ચોપરા (IND) – 1455 પોઈન્ટ
  2.  એન્ડરસન પીટર્સ (GRN) – 1433 પોઈન્ટ
  3. જેકબ વડલેજચ (CZE) – 1416 પોઈન્ટ
  4. જુલિયન વેબર (GER) – 1385 પોઈન્ટ
  5. અરશદ નદીમ (PAK) – 1306 પોઈન્ટ

(વર્લ્ડ એથ્લેટિક્સ દ્વારા 16 મે, 2023ના રોજ જાહેર કરાયેલ રેન્કિંગ મુજબ)

 

નીરજ ચોપરાએ 2021 ટોક્યો ઓલિમ્પિકમાં ઐતિહાસિક ગોલ્ડ મેડલ જીત્યો હતો. એથ્લેટિક્સમાં ઓલિમ્પિક ગોલ્ડ જીતનાર તે પ્રથમ ભારતીય એથ્લેટ બન્યો હતો. ત્યારપછી ચોપરાએ 87.58 મીટરના અંતરે બરછી ફેંકી અને ભારતીય રમતગમતના ઈતિહાસમાં પોતાનું નામ સુવર્ણ અક્ષરોમાં અંકિત કર્યું.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

 

Published On - 5:10 pm, Mon, 29 May 23

Next Article