AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હવે બેંક ડૂબશે તો પણ તમારા રૂપિયા નહીં ડૂબે, બમણી કરાશે થાપણની વીમા મર્યાદા !

હાલમાં, ડિપોઝિટ ઈન્સ્યોરન્સની મર્યાદા 5 લાખ રૂપિયા છે, જે લગભગ 5 વર્ષ પહેલા 1 લાખ રૂપિયાથી વધારીને કરવામાં આવી હતી. આ વીમા હેઠળ 97 ટકા ખાતાઓને આવરી લેવામાં આવ્યા છે. ફેબ્રુઆરી મહિનામાં, નાણાકીય બાબતોના સચિવ એમ નાગરાજુએ કહ્યું હતું કે, ડિપોઝિટ ઈન્સ્યોરન્સની મર્યાદા વધારવાના મુદ્દા પર વિચારણા કરવામાં આવી રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 26, 2025 | 3:56 PM
Share
હવે તમે તમારી મૂડી જે બેંકમાં મૂકી હોય તે બેંક ભલે આર્થિક રીતે નબળી પડે કે ડુબી જાય, પરંતુ તમારા રૂપિયાને ઊની આંચ પણ નહીં આવે.  બીજા શબ્દોમાં કહીએ તો બેંકમાં મૂકેલા તમારા પૈસા ડૂબશે નહીં. સરકાર પણ આ માટે આવા જ કેટલાક પગલાં લેવા જઈ રહી છે. સરકાર ડીજીસીઆઈ સમક્ષ ડિપોઝિટ ઈન્સ્યોરન્સની મર્યાદા 5 લાખ રૂપિયાથી વધારીને રૂપિયા 10 લાખ કરી શકે છે.

1 / 6
હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર નિર્ણય લેવામાં આવ્યો નથી, પરંતુ તેના વિશે ઘણી વિચાર-વિમર્શ ચાલી રહી છે. નિષ્ણાતોના મતે, સરકાર આગામી 6 મહિનામાં આ સંદર્ભમાં મોટી જાહેરાત કરી શકે છે. મીડિયા અહેવાલ અનુસાર, નાણા મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, સરકાર આગામી છ મહિનામાં બેંક થાપણો માટે વીમા મર્યાદા વર્તમાનમાં જે રૂ. 5 લાખ છે તે વધારવાનું વિચારી રહી છે.

2 / 6
ડિપોઝિટ વીમા મર્યાદા બેંક ડિપોઝિટમાં બચતની રકમ પર આધારિત છે. જો કોઈ બેંક પડી ભાંગે છે, તો આ યોજના હેઠળ, થાપણદારોને રાહત આપવામાં આવે છે. ડિપોઝિટ ઇન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન (DICGC) દ્વારા આપવામાં આવતો વીમો વાણિજ્યિક અને સહકારી બેંકોના ગ્રાહકો દ્વારા કરવામાં આવતી બચત અને ચાલુ ખાતા સહિત તમામ પ્રકારની થાપણોને આવરી લે છે.

3 / 6
તાજેતરમાં, RBI ગવર્નરને ડિપોઝિટ વીમા મર્યાદા વધારવા વિશે પૂછવામાં આવ્યું હતું, જેનો તેમણે નકારાત્મક જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે હાલમાં આવી કોઈ વિચારણા થઈ રહી નથી. હાલમાં, ડિપોઝિટ વીમા મર્યાદા 5 લાખ રૂપિયા છે, જે લગભગ 5 વર્ષ પહેલા 1 લાખ રૂપિયાથી વધારીને કરવામાં આવી હતી જો કે, ફેબ્રુઆરી મહિનામાં, નાણાકીય બાબતોના સચિવ એમ નાગરાજુએ કહ્યું હતું કે, ડિપોઝિટ વીમા મર્યાદા વધારવાના મુદ્દા પર વિચારણા કરવામાં આવી રહી છે.

4 / 6
કેબિનેટના નિર્ણય પછી, નાણા મંત્રાલય દ્વારા તેને સૂચિત કરવામાં આવશે. નિષ્ણાતોના મતે, મર્યાદા વધારવાનો વિચાર ન્યૂ ઈન્ડિયા કો ઓપરેટિવ બેંક કટોકટીમાં આવી હતી. ૧૩ ફેબ્રુઆરીના રોજ, RBI એ ન્યૂ ઈન્ડિયા કોઓપરેટિવ બેંકને નવી લોન આપવાનો ઇનકાર કર્યો હતો. ઉપરાંત, થાપણ ઉપાડ પર 6 મહિના માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તે પછી બેંકનું બોર્ડ વિસર્જન કરવામાં આવ્યું અને એક વહીવટકર્તાની નિમણૂક કરવામાં આવી.

5 / 6
રિઝર્વ બેંકના ડેટા અનુસાર, DICGC એ નાણાકીય વર્ષ 2023-24માં 1,432 કરોડ રૂપિયાના દાવાઓનું સમાધાન કર્યું છે. ખાસ વાત એ છે કે આ બધી રકમ સહકારી બેંકો સાથે સંબંધિત હતી. પાછલા નાણાકીય વર્ષના અંતે, DICGC સાથે 1,997 વીમાકૃત બેંકો નોંધાયેલી હતી. જેમાં 140 વાણિજ્યિક અને 1857 સહકારી બેંકો હતી.

6 / 6

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ ભારતની મધ્યસ્થ બેંક અને મુખ્ય નિયમનકારી સંસ્થા છે. આરબીઆઈના ટૂંકા નામે ઓળખાતી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ભારતમાં બેંકિંગ સિસ્ટમના મુખ્ય નિયમનની જવાબદારી નિભાવે છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને લગતા તમામ સમાચાર જાણવા માટે આપ અમારા ટોપિક પર ક્લિક કરો

સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી

શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો

અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા

ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના

અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી

સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ

આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video

ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ

સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા

g clip-path="url(#clip0_868_265)">