Women’s health : બ્રેસ્ટ ઑગ્મેન્ટેશન શું છે? આ સર્જરી સલામત છે કે નહીં ડૉક્ટર પાસેથી જાણો
બ્રેસ્ટ ઑગ્મેન્ટેશન એક પ્રકારની કોસ્મેટિક સર્જરી હોય છે. જે બ્રેસ્ટની સાઈઝ વધારવા માટે કરવામાં આવે છે. આનું મુખ્ય કારણ શું છે? આ વિશે આજે આપણે ગાયનેકોલોજિસ્ટ પાસેથી વિસ્તારથી જાણીએ,

સામાન્ય રીતે બ્રેસ્ટ ઑગ્મેન્ટેશનની વાત કરીએ તો આ એક પ્રકારની કોસ્મેટિક સર્જરી હોય છે. જેના દ્વારા બ્રેસ્ટના કદ, આકારમાં સુધારો કરે છે. ઇમ્પ્લાન્ટ્સ (સલાઈન અથવા સિલિકોન) નો ઉપયોગ કરવામાં આવે છે, અથવા ફેટ ટ્રાન્સફર કરવામાં આવે છે.

કેટલીક સ્ત્રીઓ તેમની પર્સનાલિટીને સુધારવા માટે બ્રેસ્ટ ઑગ્મેન્ટેશન કરે છે. ચાલો જાણીએ કઈ કઈ પરિસ્થિતિમાં બ્રેસ્ટ ઑગ્મેટેશન કરવામાં આવે છે અને તેમાં કેટલા રિસ્ક રહેલા છે.

શું છે બ્રેસ્ટ ઑગ્મેન્ટેશન, તમે જોયું હશે કે, પ્રેગ્નન્સી પછી કેટલીક મહિલાઓના બ્રેસ્ટની સાઈઝ ખુબ વધી જાય છે. બ્રેસ્ટફીડિંગ કરાવવું આનું મુખ્ય કારણ છે. જ્યારે બાળક દુધ પીવાનું બંધ કરી દે છે. ત્યારબાદ મહિલાના બ્રેસ્ટનો આકાર ફેરફાર જોવા મળે છે.

બ્રેસ્ટ ઑગ્મેન્ટેશન કરવાનું કારણ શું છે. સ્તનનું કદ અને મજબૂતાઈ વધારવા માટે.ગર્ભાવસ્થા, સ્તનપાન અથવા વજન ઘટાડાને કારણે વોલ્યુમને મેનેજ કરવા માટે.અસમાન બ્રેસ્ટના કદને સંતુલિત કરવા માટે.માસ્ટેક્ટોમી (સ્તન દૂર કરવાની શસ્ત્રક્રિયા) પછી બ્રેસ્ટનું રિકંસ્ટ્રક્ટ કરવા માટે.ઈમેજ અને આત્મવિશ્વાસ સુધારવા માટે.

બ્રેસ્ટ ઑગ્મેન્ટેશન કઈ રીતે કામ કરે છે.સર્જરીમાં બ્રેસ્ટની પેશીઓની નીચે, એટલે કે છાતીના સ્નાયુઓની નીચે સિલિકોન જેલ અથવા સલાઈનથી ભરેલા ઇમ્પ્લાન્ટ્સ ઇમ્પ્લાન્ટ કરે છે. આ બ્રેસ્ટને વધુ ભરપૂર અને વધુ આકર્ષક દેખાવ આપે છે.

ઇમ્પ્લાન્ટેશન સિવાય ફેટ ટ્રાન્સફર પણ બ્રેસ્ટ ઑગ્મેન્ટેશનનો એક પ્રકાર હોય છે. આ પ્રકિયા હેઠળ શરીરના અન્ય ભાગથી લિપોસેક્શન દ્વારા ફેટ કાઢવામાં આવે છે.અને બ્રેસ્ટમાં ઇન્જેક્ટ કરવામાં આવે છે, જેનાથી બ્રેસ્ટનું કદ સુધરે છે.

બ્રેસ્ટ ઑગ્મેન્ટેશન સાથે અનેક રિસ્ક જોડાયેલા છે. સર્જરી બાદ બ્રેસ્ટમાં સોજો તેમજ દુખાવો થાય છે. કેટલીક મહિલાઓને બ્રેસ્ટ ઑગ્મેન્ટેશન કરાવવાથી બ્લીડિંગ પણ થઈ શકે છે. સર્જરી પછી ડોક્ટરની દેખરેખમાં રાખવામાં આવે છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
