AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મેસીએ જે રૂમમાં વિતાવી હતી રાત ત્યાં કોઈ રહી શકશે નહીં, લીધો મોટો નિર્ણય

લિયોનેલ મેસ્સી (Lionel Messi)ની કપ્તાનીમાં આર્જેન્ટિનાએ 36 વર્ષ બાદ ફિફા વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. આર્જેન્ટિનાએ ફાઈનલ મેચમાં ફ્રાંસને હરાવ્યું હતું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 28, 2022 | 3:02 PM
Share
36 વર્ષની લાંબી રાહ જોયા બાદ આર્જેન્ટિનાએ આ વર્ષે ફિફા વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. આર્જેન્ટિનાની જીતનો સૌથી મોટો હીરો તેમનો કેપ્ટન લિયોનેલ મેસ્સી હતો. આર્જેન્ટિનાની જીત બાદ મેસ્સીનો રૂમ જ્યાં તે ટૂર્નામેન્ટ દરમિયાન રોકાયો હતો તેને મ્યુઝિયમમાં ફેરવવામાં આવી રહ્યો છે.

1 / 5
આર્જેન્ટિનાની આખી ટીમ કોઈ લક્ઝરી હોટલમાં નહીં પરંતુ કતાર યુનિવર્સિટીની હોસ્ટેલમાં રોકાઈ હતી. આ હોસ્ટેલ પણ કોઈ ફાઈવ સ્ટાર હોટલથી ઓછી નહોતી. યુનિવર્સિટીએ હવે નિર્ણય લીધો છે કે તેઓ મેસ્સીના રૂમને મ્યુઝિયમમાં ફેરવશે. તેઓ મેસ્સી અને આર્જેન્ટીનાની જીતને હંમેશા માટે યાદગાર બનાવવા માટે આવું કરી રહ્યા છે.  (Qatar University Instagram)

2 / 5
આર્જેન્ટિનાની ટીમ તેમની સ્વતંત્રતા, ગોપનીયતા અને ખેલાડીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને કતાર યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહી હતી. મેસ્સી અને અન્ય ખેલાડીઓએ તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી ફોટો શેર કર્યા હતા.

3 / 5
ફિફા વર્લ્ડ કપની ફાઇનલમાં આર્જેન્ટિનાએ ફ્રાન્સને રોમાંચક રીતે હરાવ્યું હતું. સ્કોર 3-3ની બરાબરી પર રહેતા મેચનો નિર્ણય શૂટઆઉટ દ્વારા લેવામાં આવ્યો હતો. આર્જેન્ટિના પ્રથમ ત્રણ શોટ બાદ જ ટાઇટલ જીતવામાં સફળ રહી હતી.

4 / 5
આર્જેન્ટિનાએ ત્રીજી વખત ફિફા વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો. પાંચમો વર્લ્ડ કપ રમી રહેલા મેસ્સીને પણ આ જીત માટે લાંબી રાહ જોવી પડી હતી. આ જીત બાદ આર્જેન્ટિના જ નહીં પરંતુ દુનિયાભરના મેસ્સીના ચાહકોએ જશ્ન મનાવ્યો હતો. ( All Lionel Messi Instagram)

5 / 5
g clip-path="url(#clip0_868_265)">