Year ender 2025 : ટીમ ઈન્ડિયાએ સફળતાની નવી સ્ટોરી લખી, મહિલા ક્રિકેટ ટીમે પણ ઈતિહાસ રચ્યો
Indian Cricket Team : ભારતીય ક્રિકેટ ટીમ માટે 2025નું વર્ષ નોંધપાત્ર રહ્યું છે. આ વર્ષે કેટલીક નોંધપાત્ર સિદ્ધિઓ જોવા મળી જે ક્યારે પણ ભુલાશે નહી. તો ચાલો જોઈએ આ કઈ કઈ સિદ્ધિઓ છે.

Team India in Year 2025 : ભારતીય ક્રિકેટ માટે વર્ષ 2025 ખુબ જ યાદગાર રહ્યું છે. આ વર્ષે નવા રેકોર્ડ નોંઘાયા છે.કેટલીક બાબતોનું પુનરાવર્તન થયું, જ્યારે કેટલીક પહેલી વાર પ્રાપ્ત થઈ, જેનાથી ભારતનું નામ ઇતિહાસમાં અંકિત થયું. 2025નું વર્ષ હંમેશા ભારતીય ક્રિકેટની આ સાત સફળતાની વાત માટે યાદ રાખવામાં આવશે.

ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યુંહવે સવાલ એ થાય છે કે, 7 કારનામા ક્યા છે. જે વર્ષે 2025માં યાદગાર રહ્યા છે. તો આની શરુઆત 2025માં જીતેલી આઈસીસી ટ્રોફીથી થાય છે. માર્ચ 2025માં ભારતીય ટીમ રોહિત શર્માની કેપ્ટનશીપમાં ચેમ્પિયન ટ્રોફીની ચેમ્પિન બની હતી. 2013 બાદ આ પહેલી વખત છે જ્યારે ભારતીય પુરુષ ક્રિકેટ ટીમે ચેમ્પિયન ટ્રોફી પર કબ્જો કર્યો હોય.

આઈસીસી ચેમ્પિયન ટ્રોફી બાદ ભારતીય પુરુષ ક્રિકેટ ટીમે વર્ષ 2025માં એશિયા કપનો ખિતાબ જીત્યો હતો. એશિયા કપ 2025ની ફાઈનલમાં ભારતે પાકિસ્તાનને હાર આપી ખિતાબ જીત્યો હતો.

ચેમ્પિયન ટ્રોફી અને એશિયા કપની ટ્રોફી જીતની વચ્ચે ભારતીય ટીમે ઈંગ્લેન્ડનો પ્રવાસ કર્યો હતો. અહી 5 મેચની ટેસ્ટ સીરિઝ રમી હતી. જે 2-2થી ડ્રો રહી હતી.

ભારતીય પુરુષ ક્રિકેટ ટીમની સફળતામાં સાઉથ આફ્રિકા સામે પાંચ મેચની T20 સીરિઝ જીતીને વધુ વધારો થયો. આ ટીમ ઇન્ડિયાની સતત 14મી T20 સીરિઝ હતી. તે 14 T20 સિરીઝમાંથી, ભારતે ઘરઆંગણે નવ સીરિઝ જીતી હતી. આનાથી ઓસ્ટ્રેલિયાનો ઘરઆંગણે સતત આઠ T20 સીરિઝમાં જીતવાનો રેકોર્ડ તૂટી ગયો.

ભારતીય પુરુષ ક્રિકેટનું વર્ચસ્વ આઈસીસી રેન્કિંગ પર જોવા મળ્યું. વર્ષના અંતે વિરાટ અને રોહિત શર્માનો જલવો જોવા મળ્યો હતો. રોહિત શર્માએ આઈસીસી વનડે રેન્કિંગમાં નંબર 1ની પોઝિશન પર છે. તો વિરાટ કોહલી વનડે રેન્કિંગમાં બીજા નંબર પર છે.

ક્રિકેટમાં જો ભારતીય પુરુષ ટીમની ધમાલ જોવા મળી તો મહિલા ટીમે પણ શાનદાર પ્રદર્શન કર્યું છે.તેમણે પહેલી વખત મહિલા વનડે વર્લ્ડકપ જીતી ઈતિહાસ રચ્યો છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમે હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપમાં ઓસ્ટ્રેલિયાને ફાઈનલમાં હરાવી વર્લ્ડકપ જીત્યો હતો.

આ વર્ષે ભારતીય મહિલાનું શાનદાર પ્રદર્શન બ્લાઈન્ડ ટી20 વર્લ્ડકપમાં પણ જોવા મળ્યું હતુ. ભારત આ ટૂર્નામેન્ટમાં પણ ચેમ્પિયન બની છે.
ક્રિકેટ એ વિશ્વની સૌથી લોકપ્રિય રમતોમાંની એક છે. આ રમત ત્રણ ફોર્મેટમાં રમાય છે, જેમાંથી સૌથી લાંબુ ફોર્મેટ ટેસ્ટ ક્રિકેટ છે. જે પાંચ દિવસ સુધી ચાલે છે. અહી ક્લિક કરો
