Sanghavi surname history : સંઘવી માત્ર અટક નહીં, એક ધાર્મિક ઓળખ છે ! જાણો સંઘવી સરનેમનો ઈતિહાસ
ભારતમાં જુદાં- જુદાં ધર્મના લોકો વસવાટ કરે છે. ભારત હોય કે પછી વિશ્વનો અન્ય દેશમાં રહેતા લોકોના નામ પાછળ એક બીજું નામ લખવામાં આવે છે. તેને સરળ ભાષામાં અટક કહેવામાં આવે છે. તો આજે સંઘવી અટક પાછળનો ઈતિહાસ જણાવીશું.

દેશભરમાં તમે સંઘવી અટક ધરાવતા લોકો અને તેના પરિવારને ઓળખતા જ હશો. ગુજરાતના ગૃહ પ્રધાનની અટક પણ સંઘવી જ છે તો આજે સંઘવી અટકના પાછળનો ઈતિહાસ જણાવીશું.

સંઘવી અટકએ જૈન સમુદાયમાં ઉપયોગમાં લેવામાં આવતી સરનેમ છે, જે મુખ્યત્વે ભારતમાં ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં જોવા મળે છે. આ અટક ખાસ કરીને શ્વેતાંબર જૈન પંથમાં જોવા મળે છે.

શ્વેતાંબર જૈનમાં મુખ્યત્વે લોકો વ્યાપારી સમુદાયમાં, ખાસ કરીને શ્રીમલ, ઓસ્વાલ અને પોરવાલનો સમાવેશ થાય છે. સંઘવી અટકમાં સંઘ શબ્દનો અર્થ જૂથ અથવા સંગઠન થાય છે.

જૈન ધર્મમાં સંઘનો અર્થ સાધુઓ અને સાધ્વીઓનો સમૂહ અથવા ધાર્મિક યાત્રા પર હોય તેવી યાત્રાળુઓનો સમૂહ થાય છે. સંઘવી અટકએ જૈન વેપારીઓ અથવા નેતાઓને આપવામાં આવતું સન્માનજનક બિરુદ આપવામાં આવ્યું છે.

ધાર્મિક યાત્રાઓ દરમિયાન સાધુઓ અને સાધ્વીઓને સહાય પૂરી પાડનાર જેમ કે સાધનો, રથ, ખોરાક વગેરેની વ્યવસ્થા કરતા લોકોને સંઘવી તરીકે ઓળખવામાં આવે છે.

જો સરળ ભાષામાં કહીએ તો સંઘવી શબ્દનો અર્થ થાય છે કે જે કોઈ સંઘનો નેતા રહ્યા હોય અથવા સંઘનો આયોજક અથવા સેવક તરીકે મદદ કરતા હોય તેવા લોકો સંઘવી અટકનો ઉપયોગ કરે છે.

મધ્યકાલીન ભારતમાં જૈન વેપારીઓએ ધર્મમાં મોટો ફાળો આપ્યો હતો, ખાસ કરીને મંદિરો બનાવીને, યાત્રાધામોનું આયોજન કરીને અને સાધુઓ અને સાધ્વીઓની સેવા કરે છે.

જ્યારે કોઈ વ્યક્તિ વારંવાર જૈન સંઘનું સંચાલન કરે છે, ત્યારે તેને સમાજમાં "સંઘવી" નામ આપવામાં આવતું હતું, જે પાછળથી તેના કુળની અટક બની હતી.

અટક વ્યવસાયિક પ્રતિષ્ઠા અને ધાર્મિક આદરનું પ્રતીક બની ગઈ છે. આ પેઢી દર પેઢી તેનો ઉપયોગ થતો રહ્યો છે.

આજે પણ સંઘવી અટક ધરાવતા ઘણા પરિવારો હીરાના વેપાર, ઘરેણાં અને અન્ય વ્યવસાયો સાથે જોડાયા છે. તેમજ ખાસ કરીને સંઘવી અટક મુંબઈ, સુરત અને અમદાવાદમાં વસવાટ કરે છે.
Tv9 ગુજરાતી પર શહેર, અટક પાછળના ઈતિહાસની જાણકારી નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો તમારે પણ ઈતિહાસના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.

































































