Income tax notice : ભૂલથી પણ ન કરતાં આ 5 પ્રકારના આર્થિક વ્યવહાર, નહીં તો તમને મળશે આવકવેરા વિભાગ તરફથી નોટિસ
આવકવેરા વિભાગ તમારા દરેક મોટા વ્યવહાર પર નજર રાખે છે. જ્યાં પણ તેને કંઈક શંકા જાય. તે તમને ત્યાં નોટિસ આપશે. તેથી, ખાસ કરીને રોકડ દ્વારા ચુકવણી કરતી વખતે આ 5 બાબતો ધ્યાનમાં રાખો.

ડિજિટલ યુગમાં જેમ જેમ ચુકવણી પદ્ધતિઓ બદલાઈ રહી છે, તેમ તેમ તેમના પર દેખરેખ પણ વધી ગઈ છે. તમે ઓનલાઈન કેટલી રકમ ચૂકવો છો કે રોકડથી કોઈ વસ્તુ ખરીદો છો – આવકવેરા વિભાગ હવે આ બધું ધ્યાનમાં લે છે. જો તમે એવું વિચારો છો કે આવકવેરા વિભાગને જ્યારે સુધી તમે ખુદ ન જણાવો ત્યાં સુધી તેમને ખબર નહીં પડે – તો એ ખોટું છે. આવી ભૂલ તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. ચાલો, એવી 5 રોકડ આર્થિક વ્યવહાર પદ્ધતિઓ પર નજર કરીએ જેનાથી આવકવેરા વિભાગ તમારી તરફ ધ્યાન આપી શકે છે:

બચત ખાતામાં મોટી રકમ જમા કરાવવી : જો તમે નાણાકીય વર્ષ દરમિયાન તમારા બચત ખાતામાં ₹10 લાખથી વધુ રકમ જમા કરાવો છો, તો બેંક આવકવેરા વિભાગને આ માહિતી આપી શકે છે. ત્યારબાદ વિભાગ તમારી પૂછપરછ કરી શકે છે. નોટિસ મળવી એનું અર્થ એવું નથી કે તમે કરચોરી કરી છે, પરંતુ તમને પુછવામાં આવશે કે આ રકમ ક્યાંથી આવી. જો તમારા જવાબો સંતોષકારક ન હોય, તો દંડ પણ લાગૂ થઈ શકે છે.

FDમાં મોટી રકમ જમા કરાવવી : જો તમે ફિક્સ ડિપોઝિટ (FD)માં ₹10 લાખથી વધુ જમા કરાવો છો, તો પણ તમારું નામ ટેક્સ રડાર હેઠળ આવી શકે છે. આવકનો સ્ત્રોત જણાવવો ફરજિયાત બની શકે છે.

શેર અને મ્યુચ્યુઅલ ફંડમાં મોટું રોકાણ : જો તમે શેર કે મ્યુચ્યુઅલ ફંડમાં ₹10 લાખથી વધુનું રોકાણ કરો છો, તો તેની જાણકારી પણ આવકવેરા વિભાગ સુધી પહોંચી શકે છે. એના આધારે તમને નોટિસ મળી શકે છે. જોકે, દરેક વખતે નોટિસ આવે એ જરૂરી નથી, પણ તમે તેમના રડારમાં આવી શકો છો.

ક્રેડિટ કાર્ડ બિલ રોકડમાં ચૂકવવું : જો તમે દર મહિને ક્રેડિટ કાર્ડનું બિલ ₹1 લાખથી વધુ રકમમાં ચેક અથવા ઑફલાઇન રીતે ચૂકવો છો, તો આવકવેરા વિભાગ આ પર ધ્યાન આપી શકે છે અને નોટિસ આપી શકે છે.

મિલકત ખરીદતી વખતે રોકડ ચુકવણી : જો તમે ₹30 લાખથી વધુ કિંમતની મિલકત ખરીદો છો અને તેમાં કોઈ પણ પ્રકારની રોકડ ચુકવણી કરો છો, તો તેનું નોંધાવવું જરૂરી છે. કેટલાક શહેરોમાં આ મર્યાદા ₹20 લાખ અથવા ₹50 લાખ પણ હોઈ શકે છે. આવકવેરા વિભાગ તમારા આવકના સ્ત્રોત વિશે વિગતો માંગે તેવી શક્યતા ઊભી થાય છે. (All Image - Canva)
બિઝનેસ, એ છે સેવાઓ કે વસ્તુનું ઉત્પાદન, વેચાણ અને વિનિમય કરીને નાણાં કમાવવાની કામગીરી છે. આ વ્યવસાયમાં તે તમામ માનવ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. બિઝનેસના અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..

































































