ગોધરામાં ટાયરના સ્ક્રેપના ગોડાઉનમાં લાગી ભીષણ આગ, જુઓ વીડિયો
ગોધરાના અમદાવાદ રોડ જેવા મુખ્ય માર્ગની બાજુમાં આવેલા ટાયરના ભંગારના જથ્થામાં ભીષણ આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા દૂર દૂરથી જોવા મળ્યા હતા. આ બનાવની જાણ થતા જ ગોધરા નગરપાલિકાના ફાયર ફાઈટર ત્વરીત અમદાવાદ રોડ પરની શિમલા કબાડી માર્કેટ ખાતે પહોચી ગયા હતા.
ગોધરા શહેરના અમદાવાદ રોડ વિસ્તારમાં આવેલ ટાયરના સ્ક્રેપના ગોડાઉનમાં આજે ભીષણ આગ લાગી હતી. ગોધરાના અમદાવાદ રોડ જેવા મુખ્ય માર્ગની બાજુમાં આવેલા ટાયરના ભંગારના જથ્થામાં ભીષણ આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા દૂર દૂરથી જોવા મળ્યા હતા. આ બનાવની જાણ થતા જ ગોધરા નગરપાલિકાના ફાયર ફાઈટર ત્વરીત અમદાવાદ રોડ પરની શિમલા કબાડી માર્કેટ ખાતે પહોચી ગયા હતા.
શિમલા કબાડી માર્કેટ વિસ્તારમાં આ આગના કારણે મુખ્ય માર્ગ પર પણ વાહન વ્યવહાર પર અસર પડી હતી. સ્થાનિકો અને કબાડી માર્કેટના વેપારીઓ એ મળીને આગ વધુ ના ફેલાય તે માટે જરૂરી પગલાં લીધા હતા. ગોધરા નગરપાલિકાના ફાયર બ્રિગેડના અધિકારીઓ અને સ્થાનિકોએ આપેલ વિગતો અનુસાર, આગ પર કાબૂ મેળવવામાં આવી રહ્યો છે. સદનસીબે આ વિકરાળ આગમાં જાનહાનીના કોઈ સમાચાર સામે આવ્યા નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી.