પ્રવાસીઓ માટે ગુડ ન્યુઝ, એસટીના સસ્તા ટુર પેકેજમાં AC વોલ્વો બસમાં બેસી પરિવાર સાથે બનાવી લો ફરવાનો પ્લાન
ગુજરાત એસટી નિગમની મહાકુંભની સફળતા બાદ ગુજરાતના પ્રવાસન વિભાગે એક ટૂર પેકેજ જાહેર કર્યું છે. આ પેકેજ 2 દિવસ અને 1 રાત્રિનું રહેશે.ટૂર પેકેજ AC વોલ્વો બસમાં મુસાફરી કરવાની રહેશે.


GSRTCની અધ્યતન AC વોલ્વો બસમાં પ્રવાસ, હોટેલ રોકાણ સહિતની સુવિધા રહેશે.સોમનાથ ખાતે લાઈટ-સાઉન્ડ શો તેમજ સોમનાથ ખાતેના દર્શનિય સ્થળો પર લઇ જવામાં આવશે.સિંગલ શેરિંગનો ચાર્જ ₹ 4 હજાર, ડબલ શેરિંગના ₹ 7500 ચૂકવવાના રહેશે.

GSRTCની અધ્યતન AC વોલ્વો બસમાં પ્રવાસ, હોટેલ રોકાણ સહિતની સુવિધા રહેશે.સોમનાથ ખાતે લાઈટ-સાઉન્ડ શો તેમજ સોમનાથ ખાતેના દર્શનિય સ્થળો પર લઇ જવામાં આવશે.સિંગલ શેરિંગનો ચાર્જ ₹ 4 હજાર, ડબલ શેરિંગના ₹ 7500 ચૂકવવાના રહેશે.

કુંભ સ્નાન બાદ ગુજરાતના પ્રવાસન સ્થળો માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્યના પ્રવાસન સ્થળો માટે રાજ્ય સરકાર દ્વારા વિશેષ ટૂર પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.સોમનાથ દર્શન અને નડાબેટ-વડનગર-મોઢેરા માટે એસી વોલ્વો બસમાં વિશેષ ટુર પેકેજ શરૂ કરાશે.

સોમનાથ દર્શન ટુર પેકેજની જો આપણે વાત કરીએ તો 28 એપ્રિલથી અમદાવાદથી સવારે 6 કલાકે, એસટી વોલ્વો બસ ઉપડશે. જે બપોરના 4 કલાકે સોમનાથ પહોંચશે. બીજા દિવસે પરત ફરવાનું રહેશે.પેકેજ 2 દિવસ/ 1 રાત્રિનું પેકેજ છે. પ્રતિ વ્યક્તિ રૂ. 4 હજાર (સિંગલ શેરિંગ) અને રૂ. 7050 (ડબલ શેરિંગ હોટેલ રૂમ સહિત) ચાર્જ રહેશે.

નડાબેટ, વડનગર અને મોઢેરા ટુર પેકેજ 26મી એપ્રિલ 2025થી દર શનિવાર અને રવિવારે ઉપડશે.અમદાવાદથી સવારે 6 કલાકે બસ ઉપડી, બપોરે 12 : 30 કલાકે નડાબેટ પહોંચશે. પ્રતિ વ્યક્તિએ ભાડું 1800 રુપિયા રહેશે.

વડનગર તાનારીરી એક્સપ્રેસ અને મોઢેરા સૂર્ય મંદિર અમદાવાદથી સવારે 9 :00 કલાકે ઉપડી, 11 : 15 કલાકે વડનગર અને 5 : 30 વાગ્યે મોઢેરા પહોંચશે. ભાડું: પ્રતિ વ્યક્તિ રૂ. 1100 રહેશે.

તમામ ટુર પેકેજમાં લંચ, બ્રેકફાસ્ટ, ચા-પાણી, ડિનર અને અન્ય વ્યક્તિગત ખર્ચ પ્રવાસીઓનો રહેશે. ટુર પેકેજમાં ટ્રાવેલ તથા રહેવાની સુવિધા ઉપલબ્ધ કરાવાશે.એડવાન્સ ઓનલાઈન ટિકિટ બુકિંગ માટે GSRTCની વેબસાઈટ www.gsrtc.in થી કરી શકાશે
બાળકોનું સમર વેકેશન હોય કે તહેવારોના વેકેશન આવતા હોય ત્યારે લોકો વધારે ટ્રાવેલ કરતા નજરે પડે છે. તેમાં પણ ગુજરાતના સ્થળો બધાના ફેવરિટ છે. તો ટ્રાવેલને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

































































