કુલર માટે ઘાસ કે Honeycomb Pad, બન્નેમાંથી કોણ આપે છે વધારે ઠંડક ? જાણો અહીં
કુલર ખરીદીએ છીએ અથવા તેમાં નવું પેડ લગાવીએ છીએ, ત્યારે આ પ્રશ્ન ચોક્કસપણે આપણા મનમાં આવે છે. શું મારે કુલરમાં ઘાસ મુકવું કે પછી Honeycomb Cooling Pad મૂકવું જોઈએ? આ બન્ને માંથી કોણ વધારે ઠંડક આપે છે ચાલો જાણીએ

ઉનાળામાં ગરમીના કારણે તાપમાન ઘણું વધી જાય છે, ત્યારે પંખાની હવા પણ ઠંડક આપતી નથી. પણ AC દરેકના બજેટમાં આવતું નથી. આવી સ્થિતિમાં, કુલર એક સારો વિકલ્પ છે. પરંતુ જ્યારે આપણે કુલર ખરીદીએ છીએ અથવા તેમાં નવું પેડ લગાવીએ છીએ, ત્યારે આ પ્રશ્ન ચોક્કસપણે આપણા મનમાં આવે છે. શું મારે કુલરમાં ઘાસ મુકવું કે પછી Honeycomb Cooling Pad મૂકવું જોઈએ? આ બન્ને માંથી કોણ વધારે ઠંડક આપે છે ચાલો જાણીએ

કૂલરમાં ઘાસના પેડનો ઉપયોગ ઘણા સમયથી કરવામાં આવે છે. આ નાળિયેરના રેસા અથવા લાકડાના બારીક ટુકડાઓમાંથી બનાવવામાં આવે છે. આ સસ્તા અને બજારમાં સરળતાથી ઉપલબ્ધ છે. આ પાણીને ઝડપથી શોષી લે છે, જેના કારણે કુલર ઝડપથી ઠંડી હવા આપે છે.

પરંતુ તેના ઘણા ગેરફાયદા પણ છે. આ ઝડપથી બગડી જાય છે અને દર ઋતુમાં તેને બદલવાની જરૂર પડે છે. જો સાફ ન કરવામાં આવે તો, તેમાં ફૂગ લાગી જાય છે અને દુર્ગંધ આવવા લાગે છે. આથી તે લાંબા સમય સુધી ઠંડક પ્રદાન કરી શકતા નથી.

પણ જો તમે કુલરમાં હની કોમ્બ પેડનો ઉપયોગ કરો છો તો તેની ડિઝાઇન મધપૂડા જેવી છે. આ કારણે, તેને Honeycomb પેડ કહે છે.

તેના ફાયદા ઘણા છે. આ જાડા અને ટકાઉ છે. દર વર્ષે તેમને બદલવાની જરૂર નથી. આ 2 થી 3 વર્ષ સુધી આરામથી ચાલે છે.

આ વધુ પાણી જાળવી રાખે છે. જેના કારણે હવા પણ લાંબા સમય સુધી ઠંડી રહે છે. આ સાફ કરવા માટે સરળ છે અને ગંધ આવતી નથી.

આમાં કોઈ ગેરફાયદા નથી, પરંતુ તે ચોક્કસપણે ઘાસના પેડ કરતાં થોડા વધુ મોંઘા છે. અલગ અલગ કુલર માટે કિંમતો અલગ અલગ હોઈ શકે છે.

હની કોમ્બ પેડ ઠંડી અને તાજી હવા પૂરી પાડે છે. તેઓ તમને લાંબા સમય સુધી ઠંડુ રાખે છે, ખાસ કરીને જ્યારે બહાર ગરમી હોય. પરંતુ જો તમને આર્થિક વિકલ્પ જોઈતો હોય તો સામાન્ય ઘાસના પેડ પણ એક સારો વિકલ્પ હોઈ શકે છે.
ટેકનોલોજીને લગતા ઘણી ટ્રિક છે જે અજમાવી તમે તમારા ઈલેક્ટ્રોનિક સાધનને વધારે બેહતર રીતે કામ કરે તેમ બનાવી શકો છો ત્યારે આવી જ સ્ટોરી જોવા માટે અહીં ક્લિક કરો






































































