સલમાન ખાનને ધમકી આપનાર છે વ્યક્તિ 26 વર્ષનો યુવક, પોલીસે તેની વડોદરાથી ધરપકડ કરી
મુંબઈ પોલીસે સલમાન ખાનને ધમકી ભર્યો મેસેજ મોકલનાર આરોપીની વડોદરાથી ધરપકડ કરવામાં આવી છે. મેસેજમાં અભિનેતાની ગાડીને બોમ્બથી ઉડાવી ઘરમાં ઘુસી ગોળી મારવાની ધમકી આપી હતી. પોલીસે 24 કલાકની અંદર આરોપીની ધરપકડ કરી છે.

સલમાન ખાનને ધમકીભર્યો મેસેજ મોકલવાના આરોપમાં મુંબઈ પોલીસે વડોદરામાંથી એક 26 વર્ષના યુવકની ધરપકડ કરી છે. 14 એપ્રિલના રોજ ટ્રાફિક પોલીસના વોટ્સએપ પર મેસેજ આવ્યો હતો. જેમાં લખ્યું હતુ કે, તે અભિનેતાની કારને બોમ્બથી ઉડાવી દેશે.

સલમાન ખાનને ધમકીભર્યો મેસેજ મોકલવાના આરોપમાં મુંબઈ પોલીસે વડોદરામાંથી એક 26 વર્ષના યુવકની ધરપકડ કરી છે. 14 એપ્રિલના રોજ ટ્રાફિક પોલીસના વોટ્સએપ પર મેસેજ આવ્યો હતો. જેમાં લખ્યું હતુ કે, તે અભિનેતાની કારને બોમ્બથી ઉડાવી દેશે.

સલમાન ખાનને મળેલી ધમકી અંગે, સમાચાર એજન્સી ANIએ પોલીસને લઈને કહ્યું કે, 'વર્લી ટ્રાફિક કંટ્રોલ રૂમના વોટ્સએપ પર અભિનેતા સલમાન ખાન માટે ધમકીભર્યો સંદેશ મળ્યો હતો કે અભિનેતાને તેના ઘરે ઘુસી મારી નાખવામાં આવશે.' તેમજ તેની ગાડીને બોમ્બથી ઉડાવી દેશે.

વર્લી પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ એફઆઈઆર નોંધીને તપાસ શરૂ કરી હતી. જે બાદ ખબર પડી કે આ મેસેજ વડોદરા નજીકના એક ગામમાંથી મોકલવામાં આવ્યો હતો. આ વ્યકતિની ઉંમર 26 વર્ષ છે.તેને 2-3 દિવસની અંદાર વર્લી પોલીસ સામે રજુ થવાનું કહ્યું છે.જોકે, બાદમાં પોલીસે તેને કસ્ટડીમાં લઈ લીધો હતો.

હવે પરિવારના લોકોનો દાવો છે કે, તે માનસિક રુપથી સ્થિર નથી, તેની સારવાર ચાલી રહી છે. હાલમાં કેસની તપાસ વર્લી પોલીસ કરી રહી છે. સલમાન ખાનને ધમકી આપનાર વ્યક્તિ વડોદરાના રાવલ ગામમાં રહે છે. જેનું નામ વિજય પંડ્યા છે.

આ સમગ્ર મામલા વચ્ચે અભિનેતા શાહરુખ ખાન જીમમાં પરસેવો પાડી રહ્યો છે. તેમને Y+ કેટેગરીની સિક્યોરિટી મળી છે. સાથે અભિનેતાના ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર પોલીસે સિક્યોરિટી પણ ટાઈટ કરી છે.
બોલિવુડ ભાઈજાન સલમાન ખાનના પરિવાર વિશે વધુ માહિતી જાણવા માટે અહી ક્લિક કરો






































































