હર્ષ સંઘવી
પરીશ્રમ જ પારસમણીને વરેલા અને સતત ત્રણ ટર્મથી સુરતની મજૂરા બેઠક પરથી ધારાસભ્ય બનનાર હર્ષ સંઘવી ગુજરાતના સૌથી નાની વયના મંત્રી છે. હાલ ભૂપેન્દ્ર પટેલ સરકારમાં 9- 9 પોર્ટફોલિયો સંભાળી રહ્યા છે. પોતાની આગવી સૂઝબુઝ અને મહેનતના જોરે નાની ઉમરમાં જ મોટી સિદ્ધિ મેળવવામાં હર્ષ સંઘવી સફળ રહ્યા છે. મજૂરા કા બેટા અને મજૂરાના દીકરા તરીકે ઓળખાતા હર્ષ સંઘવી હિરા કારોબારીના પુત્ર છે.
8 જાન્યુઆરી 1985માં જન્મેલા હર્ષ સંઘવી હાલ ગુજરાત રાજ્યના ગૃહરાજ્ય મંત્રી સહિત રમત ગમત અને યુવક સેવા, સ્વૈચ્છિક સંસ્થાઓનુ સંકલન, બિન નિવાસી ગુજરાતીનો પ્રભાગ, વાહન વ્યવહાર, ગૃહ રક્ષકદળ અને ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ, જેલ, સરહદી સુરક્ષા, પોલીસ હાઉસિંગ, ઉદ્યોગ, સાંસ્કૃતિક પ્રવૃતિઓ(રાજ્યકક્ષા) મંત્રી તરીકે સેવા બજાવી રહ્યા છે.
ગુજરાત વિધાનસભાની 2012ની ચૂંટણી જીતીને 27 વર્ષની ઉમરે ધારાસભ્ય બનવાનું ગૌરવ મેળવ્યુ. એ જ ચૂંટણીમાં સૌથી વધુ મત મેળવનારા ચોથા નંબરના ધારાસભ્ય પણ બન્યા.
રાજ્યભરમાં ભાજપમાં સૌથી યુવા વયે જનરલ સેક્રેટરીનું પદ મેળવનારા અને ભારતીય યુવા મોરચાના નાની ઉમરના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પણ બન્યા.
વર્ષ 2017ની ચૂંટણીમાં બીજીવાર ચૂંટાયા બાદ હાલ નવી રચાયેલી સરકારમાં નાની ઉમરના એટલે કે 37 વર્ષની ઉમરે જ ગૃહરાજ્યમંત્રીનો હવાલો સંભાળી રહ્યા છે.