અમદાવાદમાં થયો હૃદય કંપી જાય એવો અકસ્માત, યુવતીએ ગુમાવ્યો જીવ, જુઓ Video
અમદાવાદની સ્થિતિમાં કોઈ જ સુધારો નહી, અસામાજિક તત્ત્વો બાદ બેફામ વાહનચાલકો લોકોને નુકસાન પહોંચાડી રહ્યા છે.
અમદાવાદની સ્થિતિ દિવસેને દિવસે કથળી રહી છે. એકબાજુ અસામાજીક તત્ત્વો કાયદાને પડકારી રહ્યા છે અને બીજીબાજુ વાહનચાલકો બેફામ થઈને રસ્તા પર વાહન હાંકી રહ્યા છે. આ વખતે પણ આવો જ એક બનાવ બન્યો છે. ઘટના એમ છે કે, અમદાવાદના તપોવન સર્કલ પાસે એક ભયંકર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત તપોવન સર્કલથી ઝુંડાલ બાજુના પટ્ટે સર્જાયો છે.
એક યુવાન પૂરઝડપે ગાડી ચલાવી રહ્યો હતો અને તેનું ધ્યાન ભટકતા જ ગાડીએ બાઇકને અડફેટે લઈ લીધી. ગાંધીનગરથી નોકરી કરીને પરત ફરી રહેલી યુવતીને કારચાલકે ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે, યુવતીએ ઘટનાસ્થળે જ પોતાનો જીવ ગુમાવી દીધો. ઘટનાની જાણ થતાં જ પોલીસ ત્યાં આવી પહોંચી હતી અને કારચાલકની ધરપકડ કરી હતી.
પોલીસે કારચાલકની કાર્યવાહી કરતાં એવું જાણવા મળ્યું છે કે, યુવક મેરેજ ઈવેન્ટમાં કામ કરે છે. યુવકે પોલીસ કાર્યવાહી દરમિયાન કબૂલ્યું છે કે, ઊંઘ આવી જતા આ અકસ્માત સર્જાયો છે.

સોનાની આ સફર જાણી લો પછી જ સોનામાં રોકાણ કરો

Breaking News: પહલગામમાં પ્રવાસીઓ પર આંતકી હુમલામાં 27ના મોતની આશંકા

હનુમાનજીની એક અનોખી મૂર્તિ જે 'ઉલ્ટા હનુમાન' નામથી પ્રખ્યાત છે

Amreli : દારૂની ભઠ્ઠી અને ગેરકાયદે રેતી ખનન કરનાર લોકો પર પોલીસની તવાઈ
