મિસ ઈન્ડિયા વર્લ્ડવાઈડનો એવાર્ડ મેળવ્યો અને 300 જાહેર ખબરમાં કામ કર્યું, તેમ છતાંય આ અભિનેત્રી ખોવાઈ ગઈ
મિસ ઈન્ડિયા વર્લ્ડ વાઈડનો એવાર્ડ મેળવનાર અને હિન્દી, પંજાબી અને દક્ષિણની ફિલ્મોમાં અમિતાભ બચ્ચન, સલમાન ખાન, પ્રભુદેવા સહિતને સ્ટાર સાથે કામ કરનાર અભિનેત્રી આજકાલ ક્યા છે ? શું કરે છે ? કેમ ફિલ્મોમાં જોવા નથી મળતી ?


એક એવી ઍક્ટ્રેસ કે જેણે ના ફક્ત હિન્દીમાં જ પરંતુ સાઉથ અને પંજાબી સિનેમામાં પણ ડંકો વગાડ્યો. આ એક એવી અભિનેત્રી કે જેણે 300 જેટલી એડવર્ટિઝમેન્ટમાં કામ કર્યું અને ખ્યાતિ મેળવી.

આ ઍક્ટ્રેસનું નામ 'આરતી છાબરિયા' છે. આરતી છાબરિયાએ વર્ષ 1999માં 'મિસ ઈન્ડિયા વર્લ્ડવાઈડ'નો ખિતાબ જીત્યો હતો. આ સિવાય આરતી છાબરિયાએ 'મિસ ફોટોજેનિક' અને 'મિસ બ્યુટીફુલ ફેસ'નો પણ ખિતાબ જીત્યો હતો.

આરતી છાબરિયા એડવર્ટિઝમેન્ટ જગતમાં એક મોટું નામ છે. તેણે અમિતાભ બચ્ચન, સલમાન ખાન અને હૃતિક રોશન જેવા દિગ્ગજ અભિનેતાઓ સાથે એડવર્ટિઝમેન્ટમાં કામ કરેલું છે.

આરતીએ મેગી અને અમૂલ જેવી મોટી બ્રાન્ડ્સ સાથે પણ કામ કરેલું છે. બોલિવૂડ જગતમાં જોઈએ તો, આરતીએ વર્ષ 2001માં રાજકુમાર સંતોષીના ડિરેક્શનમાં બનેલી ફિલ્મ 'લજ્જા'થી ડેબ્યૂ કર્યું હતું.

આરતી છાબરિયાએ 'શાદી નંબર 1', 'હે બેબી', 'મિલેંગે મિલેંગે' જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. બોલિવૂડમાં આગવી ઓળખ મેળવ્યા બાદ આરતી છાબરિયાએ સાઉથમાં પોતાનો પગ જમાવ્યો.

તેણે સાઉથ ઇન્ડસ્ટ્રીમાં અનુષ્કા શેટ્ટીથી લઈને પ્રભુદેવા જેવા કલાકારો સાથે પણ કામ કરેલું છે. આટલું જ નહીં, વર્ષ 2013 દરમિયાન આરતી છાબરિયાએ પંજાબી ફિલ્મોમાં પણ અભિનય ક્ષેત્રે કામ કરેલું છે.

બીજું કે, આરતી છાબરિયા રિયાલિટી શૉ 'ખતરો કે ખિલાડી 4' અને 'ઝલક દિખલા જા 6'માં પણ જોવા મળી હતી. જો કે, હવે આરતી છાબરિયા હવે ફિલ્મી દુનિયાથી દૂર થઈ ગઈ છે.

જણાવી દઈએ કે, આરતી છાબરિયાએ CA વિશારદ બીડેસી સાથે લગ્ન કર્યા છે. આરતી હવે 41 વર્ષની છે અને તે એક પુત્રની માતા પણ છે.
હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી જેને બોલિવુડના નામથી ઓળખવામાં આવે છે. બોલિવૂડનું નામ અંગ્રેજી ફિલ્મ ઈન્ડસ્ટ્રી હોલીવુડની તર્જ પર રાખવામાં આવ્યું હતું. બોલિવુડના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો..

































































