IPL 2025 : આઈપીએલમાં ઓરેન્જ અને પર્પલ કેપ માટે જોરદાર જંગ, આ ખેલાડી આગળ
લખનૌ સુપર જાયન્ટસના વિસ્ફોટક બેટ્સમેન પુરન સીએસકે સામે કાંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો નહી. જેના કારણે હવે ઓરેન્જ કેપની રેસ રસપ્રદ બની છે.IPLમાં સૌથી વધુ રન કોણે બનાવ્યા છે અને સૌથી વધુ વિકેટ કોણે લીધી છે?

લખનૌ સુપર જાયન્ટસ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે આઈપીએલની 30મી મેચ રમ્યા બાદ ઓરેન્જ કેપ અને પર્પલ કેપની રેસમાં વધુ ફેરફાર તો જોવા મળ્યો નથી પરંતુ હાલમાં નંબર-1 પર નિકોલસ પુરન અને નુર અહમદ છે. ઓરેન્જ કેપ અને પર્પલ કેપ પર ખુબ ખતરો મંડરાઇ રહ્યો છે.

હવે આપણે આઈપીએલ 2025માં અત્યારસુધી સૌથી વધારે રન બનાવનાર ખેલાડીની વાત કરીએ તો નિકોલસ પુરને 7 મેચમાં 357 રન બનાવ્યા છે.

તેમજ ગુજરાત ટાઈટન્સના સાંઈ સુદર્શન પાસે ઓરેન્જ કેપમાં નંબર વન પર આવવાની શાનદાર તક છે. સાંઈ સુદર્શને 329 રન બનાવ્યા છે. તે બીજા સ્થાને છે. બંન્ને વચ્ચે 28 રનનો તફાવત છે.સાંઈ સુદર્શન શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે.

આઈપીએલ 2025માં સૌથી વધારે રન બનાવનાર ટોપ-5 બેટ્સમેનની વાત કરીએ તો નિકોલસ પુરન અને સાંઈ સુદર્શન સિવાય લિસ્ટમાં લખનૌ સુપર જાયન્ટસના મિચેલ માર્શ, પંજાબ કિંગ્સ, શ્રેયસ અય્યર અને વિરાટ કોહલી છે.

હવે આપણે આઈપીએલ 2025માં સૌથી વધારે વિકેટ લેનાર ખેલાડીની વાત કરીએ તો પર્પલ કેપમાં રેસમાં ચેન્નાઈ સુપર કિંગ્સના નૂર અહમદ છે.જેમણે અત્યારસુધી 12 વિકેટ લીધી છે. આ લિસ્ટમાં ટોપ -8 બોલરો વચ્ચે વિકેટનું વધારે અંતર નથી.

ટોપ-8માં 5 એવા બોલર છે. જેના ખાતામાં 10-10 વિકેટ છે. બે બોલરના નામે 11-11 વિકેટ છે.આ વર્ષે IPLમાં અત્યાર સુધી, નિકોલસ પૂરન ઓરેન્જ કેપ રેસમાં આગળ છે, જ્યારે નૂર અહેમદ પર્પલ કેપ રેસમાં આગળ છે.
આઈપીએલની પ્રથમ સીઝન 2008માં થઈ હતી અને ત્યારથી આ લીગનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. IPLમાં કુલ 10 ટીમો રમે છે. આઈપીએલના વધુ સમાચાર વાંચવા અહી ક્લિક કરો
