સ્વપ્ન સંકેત: તમને સ્વપ્નમાં ક્યારેય ખરતા વાળ, કાળા-ધોળા કે મહેંદી નાખેલા વાળ દેખાયા છે? જાણો લાભ થશે કે નુકસાન
સ્વપ્ન સંકેત: સ્વપ્ન શાસ્ત્ર અનુસાર આપણે ઊંઘમાં હોઈએ ત્યારે સપનામાં જે કંઈ પણ જોઈએ છીએ, તે આપણા જીવનમાં ભવિષ્યમાં થનારી ઘટનાઓ વિશે સંકેત આપે છે. તેવી જ રીતે, સ્વપ્નમાં તમારા વાળ કાપતા જોવા અથવા પોતાને પોતાના વાળ કાપતા જોવા બંનેના અલગ-અલગ અર્થ થાય છે.

માથાના કાપેલા વાળ જોવા: સ્વપ્નમાં માથા પર કપાયેલા વાળ જોવા કે વાળ કાપતા જોવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. આનો અર્થ એ છે કે તમે ખૂબ જ જલ્દી દેવાથી મુક્ત થશો.

સ્વપ્નમાં તમારા પોતાના વાળ કાપવા: સ્વપ્ન શાસ્ત્ર અનુસાર સ્વપ્નમાં તમારા પોતાના વાળ કાપવા એ સૂચવે છે કે તમે જે પણ સમસ્યાનો ઉકેલ શોધી રહ્યા છો તેને ઉકેલવાનો રસ્તો તમને જાતે જ મળશે.

સ્વપ્નમાં તમારી હેરસ્ટાઇલ બદલવી: સ્વપ્ન શાસ્ત્ર મુજબ જો તમે સ્વપ્ન જોયું હોય કે તમે તમારી હેરસ્ટાઇલમાં ધરખમ ફેરફાર કર્યા છે. કારણ કે તમે પહેલાં ક્યારેય તે કર્યું નથી તો તેનો અર્થ એ છે કે તમે તમારી જાતને ખૂબ જ સકારાત્મક રીતે આગળ વધારી રહ્યા છો. આવનારા દિવસોમાં તમને આનો ફાયદો થશે.

સ્વપ્નમાં કાળા વાળ જોવા: જો તમને સ્વપ્નમાં કાળા વાળ દેખાય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. આનો અર્થ એ છે કે તમને ટૂંક સમયમાં ક્યાંકથી આર્થિક લાભ મળી શકે છે. સ્વપ્ન શાસ્ત્ર અનુસાર બીજા વ્યક્તિના કાળા વાળ જોવાનો અર્થ એ છે કે તમે રહસ્યમય વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિને મળી શકો છો, જેનો પ્રભાવ તમારા પર બહુ સારો નહીં હોય.

સ્વપ્નમાં સફેદ વાળ જોવા: સ્વપ્નમાં સફેદ વાળ જોવાનો અર્થ એ છે કે નજીકના ભવિષ્યમાં તમને યોગ્ય દિશામાં કરેલા તમારા પ્રયત્નોનું શુભ પરિણામ મળી શકે છે. સમાજમાં તમને માન અને પ્રતિષ્ઠા મળી શકે છે. હથેળીઓ અને તળિયા પર વાળ ઉગવા: જો તમે સ્વપ્નમાં જુઓ કે તમારી હથેળી અથવા તળિયા પર વાળ ઉગવા લાગ્યા છે, તો આ સ્વપ્ન સૂચવે છે કે આવનારા સમયમાં તમને લોનની જરૂર પડી શકે છે.

ગૂંચવાયેલા વાળ જુઓ: જો તમે સ્વપ્નમાં જોયું હોય કે તમારા વાળ ખૂબ જ ગુંચવાયેલા છે અને તમે ઘણી કોશિશ કરવા છતાં પણ તેને છૂટા કરી શકતા નથી, તો તેનો અર્થ એ છે કે તમે તમારા વાસ્તવિક જીવનમાં ઘણી માનસિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો, જેનો તમારે ટૂંક સમયમાં ઉકેલ લાવવો પડશે.

સ્વપ્નમાં તમારા વાળ ઓળવા: જો તમે તમારા વાળ ઓળતા જુઓ કે ગૂંચ કાઢતા જુઓ છો તો તેનો અર્થ એ છે કે તમે જે વિચાર તરફ સકારાત્મક રીતે આગળ વધી રહ્યા છો તે તમારા જીવનમાં નવા ફેરફારો લાવશે.સ્વપ્નમાં વાળ રંગવા: જો તમને સ્વપ્નમાં તમારા વાળ લાલ દેખાય છે તો તેનો અર્થ એ છે કે તમે તમારી યોજનાઓ વિશે ખૂબ જ ઉત્સાહિત છો અને તમને તેમાંથી સારા પરિણામો મળશે.

સ્વપ્નમાં વાળ ખરતા જોવું: સ્વપ્નમાં તમારા વાળ ખરતા જોવાનો અર્થ એ છે કે તમે આત્મવિશ્વાસ ગુમાવી રહ્યા છો. લોકો તમને તમારા પોતાના દ્રષ્ટિકોણથી જે વસ્તુઓ બતાવી રહ્યા છે તે તમે જોઈ રહ્યા નથી. આવનારા સમયમાં તમારે તમારો આત્મવિશ્વાસ જાળવી રાખવાની જરૂર છે.

તમારા લાંબા, કાળા, જાડા વાળ જોવા: આનો અર્થ એ છે કે તમારા વિચારો યોગ્ય દિશામાં આગળ વધી રહ્યા છે અને તમારા વિચારો પૂર્ણતા તરફ આગળ વધી રહ્યા છે. જો તમે આ સ્વપ્ન વારંવાર જુઓ છો તો તેનો અર્થ એ છે કે આવનારા દિવસોમાં તમને માન-સન્માન અને મોટી માત્રામાં સંપત્તિ મળી શકે છે. (Disclaimer - આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો/જ્યોતિષીઓ/ઉપદેશો/માન્યતાઓ/ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરીને તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય ફક્ત માહિતી પહોંચાડવાનો છે. વાંચકોએ તેને ફક્ત માહિતી તરીકે જ માનવી જોઈએ. આ ઉપરાંત તેના કોઈપણ ઉપયોગ માટે વાંચકો પોતે જવાબદાર રહેશે.)(All Image Symbolic)
અમે આ 'સ્વપ્ન સંકેત'ની સ્ટોરી કરીએ છીએ. તેવી જ રીતે અમે 'દાદીમાની વાતો' તેમજ 'અવનવી રેસિપીની સ્ટોરી' પણ કરીએ છીએ. તો વધારે આવા જ ન્યૂઝ વાંચવા માટે અને જીવનશૈલીની વધારે સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો.






































































