Ahmedabad : જુહાપુરામાં 2થી 3 વાહનને અડફેટે લેનારને ટોળાએ ચખાડ્યો મેથીપાક, કાર ચાલકનું થયુ મોત, જુઓ CCTV, જુઓ Video
ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. ત્યારે અમદાવાદમાં ફરી એક વાર અકસ્માતની ઘટના સામે આવી છે. અમદાવાદના જુહાપુરામાં બેફામ કારચાલક પર ટોળાએ હુમલો કર્યો છે. ગંભીર રીતે ઈજાગ્રસ્ત કારચાલકનું મોત થયું છે. ટોળાએ ઢોર માર મારતા મોત થયુ હોવાનો ખુલાસો થયો છે.
ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. ત્યારે અમદાવાદમાં ફરી એક વાર અકસ્માતની ઘટના સામે આવી છે. અમદાવાદના જુહાપુરામાં બેફામ કારચાલક પર ટોળાએ હુમલો કર્યો છે. ગંભીર રીતે ઈજાગ્રસ્ત કારચાલકનું મોત થયું છે. ટોળાએ ઢોર માર મારતા મોત થયુ હોવાનો ખુલાસો થયો છે. અકસ્માત બાદ ટોળાએ કાર ચાલકને મેથી પાક ચખાડ્યો હતો. ત્યારે તેનું મોત થયું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
મળતી માહિતી અનુસાર જુહાપુરાની આઈશા મસ્જિદ પાસે અકસ્માત સર્જાયો હતો. બેફામ કારચાલકે બેથી ત્રણ વાહનોને અડફેટે લીધા હતા. કારચાલક વાસણાથી નશાની હાલતમાં હોવાની આશંકા છે. વાસણાથી અકસ્માત કરીને કારચાલક આવ્યો હોવાનું સામે આવ્યું હતું. કારચાલક પાછળ કેટલાક વાહનચાલકો પડ્યા હતા. વાહનચાલકોથી બચવા કારચાલક જુહાપુરાની સાંકડી ગલીમાં છુપાયો હતો.
ઉલ્લેખનીય છે કે જુહાપુરામાં અકસ્માત સર્જનાર વાહનચાલક પહેલા વાસણામાં અકસ્માત સર્જીને આવી રહ્યો હતો. પ્રાપ્તથતી વિગતો અનુસાર કારચાલક પાછળ અન્ય વાહનચાલકો પાછળ પડ્યા હતા. ત્યારે કારચાલક છુપાવવા માટે જુહાપુરાની સાંકડી ગલીમાં છુપાયો હતો ત્યારે તેને ત્યાં પણ અકસ્માત સર્જ્યો હતો. જેના કારણે સ્થાનિકોએ કારચાલકને માર માર્યો હતો જેના પગલે તેનું મોત થયુ હોવાનું ખુલાસો થયો છે.
7 લોકોની કરી અટકાયત
કારચાલકને સ્થાનિકોએ માર મારી હત્યા કરાઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી. વેજલપુર પોલીસે 7 આરોપીની અટકાયત કરી છે. જુહાપુરાની આઈશા મસ્જિદ પાસે અકસ્માત સર્જાયો હતો. બેફામ કારચાલકે બેથી ત્રણ વાહનોને અડફેટે લીધા હતા. કારચાલક ત્યાંથી નાસી છૂટતા લોકોએ તેનો પીછો કર્યો હતો. 20થી વધુ લોકોના ટોળાએ કાર ચાલકને માર માર્યો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત કારચાલકનું મોત થયું હતું. હત્યાનો ગુનો નોંધ્યા બાદ રાયોટિંગના ગુનાનો પણ ઉમેરો કરાશે. પોલીસે CCTVના આધારે માર મારનારા આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. CCTVના આધારે 7 આરોપીની અટકાયત કરી છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

નર્મદા ડેમના અસરગ્રસ્તોની લડત : ટાવર પર ચઢીને કર્યો વિરોધ

ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાના નિવેદનથી પાટીદાર સમુદાયમાં રોષ ફેલાયો

ટેસ્લાની સાયબર ટ્રકની સૌપ્રથમ સુરતમાં થઈ એન્ટ્રી

જામનગરમાં પોલીસ એકશનમાં ! 31 પાકિસ્તાની નાગરિકોને આપ્યું અલ્ટિમેટમ
