DC vs RR Score, IPL 2025 : દિલ્હીએ સુપર ઓવરમાં રાજસ્થાનને હરાવ્યું
આજે 16 એપ્રિલને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

આજે 15 એપ્રિલને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
દિલ્હીની ઇનિંગ્સ સુપર ઓવરમાં શરૂ થઈ.
સંદીપ શર્માના પહેલા બોલ પર રાહુલે બે રન બનાવ્યા. બીજા બોલ પર ચાર. તેણે ઓફ સ્ટમ્પ છોડીને ચોગ્ગો ફટકાર્યો. ત્રીજા બોલ પર સિક્સર, દિલ્હી સુપર ઓવરમાં જીત્યું. સ્ટબ્સે એક અદ્ભુત છગ્ગો ફટકાર્યો.
-
મેચ ટાઈ
રાજસ્થાન-દિલ્હીની મેચ ટાઈ, સુપર ઓવર દ્વારા મેચનું પરિણામ આવશે
-
-
સ્ટાર્કે રાણાને કર્યો બોલ્ડ
રાજસ્થાન રોયલ્સને ત્રીજો ઝટકો, મિચલ સ્ટાર્કે નીતિશ રાણાને કર્યો ક્લીન બોલ્ડ
-
નીતિશ રાણાની ફિફ્ટી
રાજસ્થાન રોયલ્સનો સ્કોર 150 ને પાર, નીતિશ રાણાની ફિફ્ટી, સિક્સર ફટકારી ફિફ્ટી પૂર્ણ કરી
-
જયસ્વાલ ફિફ્ટી ફટકારી આઉટ
રાજસ્થાન રોયલ્સને બીજો ઝટકો, યશસ્વી જયસ્વાલ ફિફ્ટી ફટકારી આઉટ
-
-
રાજસ્થાનનો સ્કોર 100 ને પાર
રાજસ્થાન રોયલ્સનો સ્કોર 100 ને પાર, યશસ્વી જયસ્વાલની ફિફ્ટી
-
અક્ષર પટેલે દિલ્હીને પહેલી સફળતા આપવી
રાજસ્થાન રોયલ્સને પહેલો ઝટકો, DC કેપ્ટન અક્ષર પટેલે રિયાન પરાગને કર્યો આઉટ
-
રાજસ્થાનનો સ્કોર 50 ને પાર
રાજસ્થાન રોયલ્સનો સ્કોર 50 ને પાર, સંજુ સેમસન-યશસ્વી જયસ્વાલની આક્રમક બેટિંગ
-
રાજસ્થાનને જીતવા 189 રનનો ટાર્ગેટ
દિલ્હીએ રાજસ્થાનને જીતવા 189 રનનો આપ્યો ટાર્ગેટ
-
દિલ્હીને પાંચમો ઝટકો
દિલ્હી કેપિટલ્સને પાંચમો ઝટકો, કેપ્ટન અક્ષર પટેલ 13 બોલમાં 34 રન બનાવી આઉટ, થીક્ષાનાએ લીધી વિકેટ
-
પોરેલ 1 રન માટે ફિફ્ટી ચૂકી ગયો
દિલ્હી કેપિટલ્સને ચોથો ઝટકો, અભિષેક પોરેલ 49 રન બનાવી આઉટ, પોરેલ 1 રન માટે ફિફ્ટી ચૂકી ગયો, વાનિન્દુ હસરંગાએ લીધી વિકેટ
-
દિલ્હીનો સ્કોર 100 ને પાર,
દિલ્હી કેપિટલ્સનો સ્કોર 100 ને પાર, અભિષેક પોરેલ-ટ્રિસ્ટન સ્ટબ્સની ફટકાબાજી, ટ્રિસ્ટને જોરદાર સિક્સ ફટકારી
-
કેએલ રાહુલ 38 રન બનાવી આઉટ
દિલ્હી કેપિટલ્સને મોટો ઝટકો, ઈન્ફોર્મ કેએલ રાહુલ 38 રન બનાવી થયો આઉટ, જોફ્રા આર્ચરે લીધી બીજી વિકેટ
-
દિલ્હીનો સ્કોર 50 ને પાર
દિલ્હી કેપિટલ્સનો સ્કોર 50 ને પાર, કેએલ રાહુલે શરૂ કરી ફટકાબાજી, કેએલ રાહુલે તુષાર દેશપાંડેનો બોલિંગમાં જોરદાર સિક્સર ફટકારી
-
કરુણ નાયર 0 પર આઉટ
દિલ્હી કેપિટલ્સને બીજો ઝટકો, કરુણ નાયર 0 પર થયો રનઆઉટ, કરુણ નાયર ખાતું પણ ન ખોલાવી શક્યો
-
દિલ્હી કેપિટલ્સને પહેલો ઝટકો
દિલ્હી કેપિટલ્સને પહેલો ઝટકો, જોફ્રા આર્ચરે જેક ફ્રેઝર-મેકગર્કને કર્યો આઉટ
-
દિલ્હીની પ્લેઈંગ 11
જેક ફ્રેઝર મેગાર્ક, અભિષેક પોરેલ, કરુણ નાયર, કેએલ રાહુલ, અક્ષર પટેલ, ટ્રિસ્ટન સ્ટબ્સ, આશુતોષ શર્મા, વિપરાજ નિગમ, મિશેલ સ્ટાર્ક, કુલદીપ યાદવ, મોહિત શર્મા.
-
રાજસ્થાન રોયલ્સ પ્લેઈંગ 11
યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન, રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, શિમરોન હેટમાયર, નીતીશ રાણા, વાનિન્દુ હસરંગા, જોફ્રા આર્ચર, મહિષ થેક્ષાના, સંદીપ શર્મા, તુષાર દેશપાંડે.
-
રાજસ્થાન રોયલ્સે ટોસ જીત્યો
રાજસ્થાન રોયલ્સે ટોસ જીત્યો, દિલ્હી પહેલા કરશે બેટિંગ
-
રાજકોટ 43.4, અમરેલી 42.5, અમદાવાદમાં 41.9 ડિગ્રી તાપમાન
ગુજરાતમાં આજે બુધવારને 16મી એપ્રિલના રોજ સૌથી વધુ ગરમી રાજકોટ શહેરમાં નોધાઈ હતી. રાજકોટમાં આજે ગરમીનો પારો 43 ડિગ્રીને, જ્યારે અમરેલીમાં 42 ડિગ્રીને પાર થયો હતો. અમદાવાદમાં તાપમાન 42 ડિગ્રી નોંધાયું હતું. ગુજરાતના વિવિધ શહેરમાં આજે નોંધાયેલ મહત્તમ તાપમાનના આંકડા પર કરીએ એક નજર. (તાપમાન ડિગ્રીમાં)
અમદાવાદ 41.9 અમરેલી 42.5 વડોદરા 40.4 ભાવનગર 38.7 ભુજ 41.5 દાહોદ 39.2 ડાંગ 39.1 ડીસા 40.6 દ્વારકા 31.9 ગાંધીનગર 41.5 જામનગર 35.2 નલિયા 35.5 પોરબંદર 33.4 રાજકોટ 43.3 સુરત 38.6 વેરાવળ 31.4
-
ભાજપ 19 એપ્રિલ સુધીમાં અનેક પ્રદેશ પ્રમુખોની કરી શકે છે જાહેરાત
ભાજપ સંગઠનાત્મક ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને, આજે પ્રધાનમંત્રી નિવાસસ્થાને એક મોટી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને ભાજપના રાષ્ટ્રીય સંગઠન પ્રધાન બીએલ સંતોષ હાજર રહ્યા હતા. પ્રધાનમંત્રીના નેતૃત્વમાં મળેલી બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી 20 એપ્રિલ પછી ગમે ત્યારે જાહેર કરવામાં આવશે. જ્યારે આગામી 2 થી 3 દિવસમાં અડધો ડઝન પ્રદેશ પ્રમુખોના નામ જાહેર થઈ શકે છે.
-
દસાડાના વણોદ સુસીયા હાઇવે પર લાગી ભીષણ આગ, વિરમગામ-બહેચરાજી, સુરેન્દ્રનગરથી ફાયરની ટીમ પહોંચી
સુરેન્દ્રનગરના દસાડાના વણોદ સુસીયા હાઇવે પર ભીષણ આગ લાગી છે. ભંગારના ડેલામાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેને કાબૂમાં લેવા માટે વિરમગામ, બહેચરાજી અને સુરેન્દ્રનગરથી ફાયર વિભાગ ટીમ ઘટનાસ્થળે પહોચી છે.
-
મહીસાગર નદીમાં કપડા ધોવા ગયેલા કાકી ભત્રીજી ડૂબ્યા
મહીસાગરના ખાનપુર તાલુકાના કાનેસર ગામે મહીસાગર નદીમાં કપડા ધોવા ગયેલા સગા કાકી ભત્રીજી ડૂબ્યા છે. કાનેસર ગામના નાયક ફળિયાના 20 વર્ષીય કાકી ભાનુબેન નાયક અને 9 વર્ષીય ભત્રીજી મીનાબેન નાયકનું ડુબી જવાથી મોત નિપજ્યું છે. સ્થાનિક તરવૈયાઓની મદદથી મૃતદેહને બહાર કઢાયો હતો. ખાનપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
-
સોલા બ્રિજ પર હીટ એન્ડ રન, મદદનીશ ખેતીની નિયામકનું મોત
સોલા બ્રિજ ઉપર હીટ એન્ડ રનની ઘટના બની છે, જેમાં મદદનીશ ખેતીની નિયામક તરીકે ફરજ બજાવતા મહિલાનું મોત થયું છે. શગુફતા ખોખર નામની ક્લાસ – 2 મહિલા અધિકારીનું ધટના સ્થળે થયું જ મોત નીપજ્યું છે. અજાણ્યા વાહન ચાલકે એક્ટિવા પર જઈ રહેલ મહિલાને અડફેડે લેતા મોત થયું હતું. નવા બનેલા સોલા ઓવર બ્રિજ પર આ હીટ એન્ડ રનની ઘટના ઘટવા પામી હતી. મૃતક મહિલા અધિકારી શ્યામલ પાસે આવેલ બીજ પ્રમાણ ભવનમાં ગુજરાત ઓર્ગેનિક પ્રોડક્ટ સર્ટિફિકેશન એજન્સીમાં મદદનીશ ખેતીની નિયામક તરીકે ફરજ બજાવતા હતા. મહિલા ઓફિસથી પોતાના ઘરે ગાંધીનગર જવા નીકળ્યા ત્યારે સર્જાયો અસ્કમાત હતો. ટ્રાફિક પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુધ્ધ ગુનો નોધી તપાસ શરૂ કરી છે.
-
ગુજરાત સરકારના કર્મચારીઓના DA માં 2 % વધારો
રાજય સરકારના કર્મચારીઓ ના DA માં 2 % વધારો કરાયો છે. કુલ 9 લાખ કર્મચારીઓને DA વધારોનો મળશે લાભ. રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં જાન્યુઆરી-2025 થી કેન્દ્રના ધોરણે વધારો જાહેર કરતી રાજ્ય સરકાર. છઠ્ઠા તેમજ સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સેવાના અને પંચાયત સેવા તથા અન્ય મળી 4.78 લાખ કર્મચારીઓ અને 4.81 લાખ પેન્શનર્સને મળશે લાભ. મોંઘવારી ભથ્થામાં વધારાની 3 માસની તફાવત રકમ-એરિયર્સ એક જ હપ્તામાં એપ્રિલ-2025ના પગાર સાથે ચૂકવવામાં આવશે.
-
ગુજરાતના પ્રવાસન સ્થળ માટે, GSRTC ટૂર પેકેજ જાહેર
પ્રવાસન માટે રાજ્ય સરકારે કર્યો મહત્વનો નિર્ણય લેવાયો છે. કુંભ સ્નાન બાદ ગુજરાતના પ્રવાસન સ્થળ માટે, GSRTC દ્વારા નિર્ણય લેવાયો છે. રાજ્ય સરકાર દ્વારા વિશેષ ટૂર પેકેજ જાહેર કરાયુ છે. સોમનાથ, નડાબેટ, વડનગર, મોઢેરા માટે વિશેષ ટૂર પેકેજ અમલમાં લવાયું છે. ટૂર પેકેજમાં AC વોલ્વો બસમાં ટ્રાવેલ તથા રહેવાની સુવિધાનો પણ ઉલ્લેખ કરાયો છે.
-
રાજકોટઃ જેતપુરમાંથી 31 બાળમજૂરને મુક્ત કરાવાયા
રાજકોટઃ જેતપુરમાંથી 31 બાળમજૂરને મુક્ત કરાવાયા છે. ધારેશ્વર નજીક 2 ઉદ્યોગ એકમમાં બાળ મજૂરીનો પર્દાફાશ થયો છે. ફિનિસિંગ સાડી યુનિટમાંથી 25 બાળમજૂરને મુક્ત કરાવાયા. રાજહંસ ફિનિશિંગ યુનિટમાંથી 6 બાળકને મુક્ત કરાવાયા છે. NGO અને પોલીસની સંયુક્ત કામગીરી કરી. બાળકોને બાળ કલ્યાણ ગૃહમાં મોકલવા તજવીજ હાથ ધરાઇ. બાળમજૂરી કરાવનારા શખ્સો સામે કડક કાર્યવાહી કરાશે.
-
સુરત શહેરમાં સતત બીજા દિવસે હત્યાની ઘટના
સુરત શહેરમાં સતત બીજા દિવસે હત્યાની ઘટના બની છે. ડુમ્મસ લંગર પર ચપ્પૂના ઘા મારી યુવકની હત્યા કરી. પ્રેમ પ્રકરણની શંકાએ યુવકની હત્યાનું પ્રાથમિક અનુમાન છે. મુખ્ય આરોપી માત્ર 17 વર્ષનો હોવાની પ્રાથમિક માહિતી છે. 28 વર્ષીય યુવકની હત્યા કરી આરોપીઓ ફરાર થયા. પોલીસે હત્યારાની શોધખોળ હાથ ધરી.
-
મોરબીઃ ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલમાં વિદ્યાર્થીનું મોત
મોરબીઃ ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલમાં વિદ્યાર્થીનું મોત થયુ છે. શાળામાં સ્વિમિંગ વખતે વિધાર્થીનું મોત થયુ. વિદ્યાર્થી મૂળ જૂનાગઢનો વતની છે. મોરબીમાં ધોરણ-10માં અભ્યાસ કરતો હતો. મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાયું અને વિશેરા પણ લેવાયા. પોલીસે ઘટના અંગે તપાસ હાથ ધરી.
-
રાજકોટ: 150 ફૂટ રિંગરોડ પર હટાવાયા દબાણ
રાજકોટ: 150 ફૂટ રિંગરોડ પર દબાણ હટાવાયા છે. 5 માળનું લક્ઝુરિયસ બાંધકામ દૂર કરાયું. 4 હજાર ચો.મી. જગ્યા પર બાંધકામ ઉભું કર્યું હતું. મહાનગરપાલિકા પાસે કોઈ મંજૂરી લેવામાં આવી હતી નહીં. બાંધકામને લઇ મંજૂરી ન લેવાતા ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી. ટ્રાફિકથી ધમધમતા માર્ગ પર દબાણ કર્યું હતું.
-
મહારાષ્ટ્ર: નાસિકમાં ગેરકાયદેસર દરગાહ પર બુલડોઝર ચલાવવામાં આવ્યું
મહારાષ્ટ્રના નાસિકમાં ગેરકાયદેસર દરગાહ પર બુલડોઝરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 15 દિવસ પહેલા નોટિસ આપવામાં આવી હતી. રાત્રે લોકોએ વિરોધમાં પથ્થરમારો કર્યો, જેમાં ઘણા પોલીસકર્મીઓ ઘાયલ થયા. આમાં ત્રણથી ચાર પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા અને 5 વાહનોને પણ નુકસાન થયું હતું. વીજ પુરવઠો ખોરવાયાનો લાભ લઈને, ટોળાએ પથ્થરમારો શરૂ કર્યો. વિવાદિત ધાર્મિક સ્થળ વિશે ફેલાતી અફવાઓને કારણે તણાવ વધી ગયો. ૫૦૦ પોલીસકર્મીઓ તૈનાત હોવા છતાં, ભીડનું કદ 400 થી વધુ હતું.
-
રાજકોટમાંથી વધુ એક ભૂવાનો પર્દાફાશ
રાજકોટમાં 20 વર્ષથી તંત્ર-મંત્ર, દોરા-ધાગા કરીને અંધશ્રદ્ધાનો પહાડ ચણનાર મહિલાનો વિજ્ઞાન જાથાએ પર્દાફાશ કર્યો. વિજ્ઞાન જાથાને એક પરિણીતાની ફરિયાદ મળી હતી. ફરિયાદ આધારે દરોડા પાડીને તાંત્રિક મહિલા અને તેના પતિના અસલી ચહેરાને વિજ્ઞાનજાથાએ ખુલ્લો પાડ્યો છે. તપાસમાં ખુલાસો થયો છે કે તાંત્રિક મહિલા 20 વર્ષથી માતાજીનો મઢ ખોલીને તંત્ર-મંત્ર દ્વારા લોકો પાસેથી રૂપિયા પડાવતી હતી. એટલું જ નહીં તાંત્રિક મહિલાએ પરિણીતાને નડતર દૂર કરાવવા પ્રપંચ રચ્યાનું પણ સામે આવ્યું છે.
-
રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ
રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. કોંગ્રેસના રાષ્ટ્રીય સંગઠન સર્જન અભિયાનનો આજથી પ્રારંભ થશે. મોડાસાથી રાહુલ ગાંધી અભિયાનની શરૂઆત કરાવશે. વર્ષ 2025ને સંગઠન વર્ષ તરીકે ઉજવવાનો કોંગ્રેસે નિર્ણય કર્યો છે. સંગઠનમાં પરિવર્તનના પાયલોટ પ્રોજેક્ટ તરીકે ગુજરાતની પસંદગી કરવામાં આવી છે. મોડાસામાં અરવલ્લી જીલ્લાના સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે.
-
અમદાવાદ: માધુપુરા વિસ્તારમાં હત્યા
અમદાવાદ: માધુપુરા વિસ્તારમાં લાલા કાકા હોલ પાછળ છરી મારીને યુવકની હત્યા થઇ. સાળાએ જ બનેવીની હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. બહેનને ભગાડી પ્રેમ લગ્ન કરતા સાળાએ હત્યા કરી. પોલીસે આરોપીની ધરપકડ કરી.
-
મહેસાણા: સિયાપુરામાં બે જૂથ વચ્ચે અથડામણ
મહેસાણા: સિયાપુરામાં બે જૂથ વચ્ચે અથડામણ થઇ છે. દુકાનમાં ઉધાર લેવા બાબતે બબાલ થયાની માહિતી છે. એક જૂથના ટોળાએ બેથી વધુ બાઈકને આગચંપી કરી. સ્થાનિક પોલીસે સ્થળે પહોંચીને મામલો થાળે પાડ્યો.
-
અમદાવાદઃ જુહાપુરામાં બેફામ કારચાલક પર ટોળાનો હુમલો, મોત
જુહાપુરાની આઈશા મસ્જિદ નજીક નશાની હાલતમાં ગાડીઓને અડફેટે લેનારા કારચાલક પર ટોળાએ હુમલો કર્યો હતો, જેના પગલે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ કારચાલકનું શંકાસ્પદ હાલતમાં મોત નીપજ્યું છે.
Published On - Apr 16,2025 7:27 AM





