IPL 2025 : કોલકાતાની હારનો સૌથી મોટો વિલન બન્યો આ ખેલાડી, કરોડો રુપિયા આપ્યા છતાં બન્યો માથાનો દુખાવો
કોલકાતાની ટીમ પંજાબ સામે 112 રનનો લક્ષ્યાંક પણ હાંસલ કરી શકી નહીં. આ હારનો સૌથી મોટો વિલન 12 કરોડ રુપિયા મેળવનાર છે, જે ફરી એકવાર પોતાની ટીમને જીત અપાવવામાં નિષ્ફળ ગયો

કોલકાતા નાઈટ રાઈડર્સને આઈપીએલમાં વધુ એક હાર મળી છે. આ હાર ખુબ શરમજનક હતી કારણ કે, ટીમ માત્ર 112 રનનો ટાર્ગેટ પણ પૂર્ણ કરી શકી નહી. પ્રથમ ઈનિગ્સમાં પંજાબની ટીમે 111 રનનો ટાર્ગેટ કેકેઆરને આપ્યો હતો. ત્યારે એવો અંદાજો ન હતો કે, કેકેઆરની ટીમ આ નાનકડા સ્કોરને પૂર્ણ કરી શકશે નહી.

કેકેઆરની હારનો વિલન આંદ્ર રસેલને માનવામાં આવી રહ્યો હતો કારણ કે, તે એકલા હાથે આ નાનકડા સ્કોરને પૂર્ણ કરી કેકેઆરને મેચ જીતાડી શકત પરંતુ આંદ્ર રસેલ આવું કાંઈ પ્રદર્શન કરી શક્યો નહી.કેકઆરે 12 કરોડમાં આંદ્ર રસેલને રિટેન કર્યો છે.

આંદ્ર રસેલ એક એવો ખેલાડી છે જેને કેકેઆરની ટીમ સતત રીટેન કરી રહી છે. આ વખતે કોલકાતા નાઈટ રાઈડર્સે કેપ્ટન શ્રેયસ અય્યરને પણ ટીમમાંથી કાઢી નાંખ્યો પરંતુ રસેલને ટીમમાં રાખ્યો અને તેના પર 12 કરોડ રુપિયા ખર્ચ્યા હતા. પરંતુ એક મેચ પણ આ વર્ષે ટીમને જીતાડી શક્યો નથી

પંજાબ સામેની મેચમાં આંદ્ર રસેલ કેકેઆરની જીતની મોટો હીરો બનવાના ચાન્સ હતા પરંતુ હીરો ને બદલે હવે વિલન બની ગયો છે. આંદ્ર રસેલ સાતમાં ક્રમે બેટિંગ કરવા આવ્યો હતો અને તેમણે 11 બોલમાં 17 રનની ઈનિગ્સ રમી હતી. જેમાં એક ચોગ્ગો અને 2 સિક્સ સામેલ છે.

જ્યારે KKRની ટીમ હારી ગઈ, ત્યારે તેમને જીતવા માટે 30 બોલમાં ફક્ત 17 રનની જરૂર હતી. તે સ્ટ્રાઈક પર પણ આવ્યો, પરંતુ 16મી ઓવરના પહેલા બોલ પર આઉટ થઈને પેવેલિયન ગયો અને કોલકાતાની ટીમ મેચ હારી ગઈ.

આ વર્ષની IPLમાં તે એક પણ એવી ઇનિંગ રમી શક્યો નથી જેને યાદ રાખી શકાય. રસેલે RCB સામેની પહેલી મેચમાં ફક્ત ચાર રન બનાવ્યા હતા. આ પછી, તેણે રાજસ્થાન સામેની મેચમાં બેટિંગ કરી ન હતી. રસેલ મુંબઈ સામે ફક્ત પાંચ રન બનાવીને આઉટ થયો હતો.

રસેલે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે માત્ર એક રનની ઇનિંગ રમી હતી. તે LSG સામે માત્ર સાત રન બનાવી શક્યો અને CSK સામે બેટિંગ કરી શક્યો નહીં.
ઈન્ડિયન પ્રીમિયર લીગમાં કોલકાતા નાઈટ રાઈડર્સ કેપ્ટન શ્રેયસ અય્યર છે, જ્યારે કોચ ચંદ્રકાંત પંડિત, માલિક શાહરૂખ ખાન, જુહી ચાવલા અને જય મહેતા છે.કેકેઆરના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

































































