History of city name : લોથલના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો સમસ્ત કહાની
લોથલ ગુજરાત રાજ્યના અમદાવાદ જિલ્લાના સરગવાલા ગામની સીમમાં આવેલું એક ઐતિહાસિક સ્થળ છે, જે હડપ્પા સંસ્કૃતિના મહત્વપૂર્ણ નગરો પૈકી એક છે. લોથલ હડપ્પા કાલીન નગર યોજના, નૌકાવહન અને વેપાર માટે જાણીતું છે.

લોથલ એ પ્રાચીન સિંધુ ખીણ સંસ્કૃતિના દક્ષિણના સ્થળોમાંનું એક હતું. લોથલ બે શબ્દોથી બનેલું છે, લોથ અને થલ. ગુજરાતીમાં તેનો અર્થ ‘મૃતકોનો ટેકરો’ થાય છે. 4200 વર્ષ પહેલા, આ વિસ્તારમાં મીઠા પાણીના તળાવો અને નદીના પ્રવાહો વહેતા હતા, જેના કારણે લોથલને "મીઠાં પાણીનો પ્રદેશ"પણ કહેવામાં આવતું હતું. (Credits: - Wikipedia)

લોથલ આશરે ઈ.સ. પૂર્વ 2400 થી 1900 ની વચ્ચે વસેલું હતું. આ નગર હડપ્પા સંસ્કૃતિના અંતિમ યુગનો ભાગ છે, જેને "પશ્ચિમ ભારતની હડપ્પા સંસ્કૃતિ" તરીકે ઓળખવામાં આવે છે. (Credits: - Wikipedia)

લોથલ એ સમૃદ્ધ નગર હતું જેમાં આયોજિત શહેરી રચના હતી, ઘરો, નાળાઓ, વેરહાઉસ અને ગોદામ હતા, અહીં એશિયાનો સૌથી પ્રાચીન "ડોકયાર્ડ" (બંધરગાહ) મળી આવ્યો છે. આથી સિંધુ નદીના ડેલ્ટા અને અરબી સમુદ્ર સાથે વેપાર થતો હતો. (Credits: - Wikipedia)

લોથલ ઘનિષ્ઠ વેપાર માટે જાણીતું હતું, ખાસ કરીને મિસર (ઇજિપ્ત), મેસોપોટેમિયા (આજનું ઈરાક) જેવા દેશો સાથે. અહીંના લોકો લાલ પથ્થરની ચુડીઓ, શંખના દાગીના, તાંબાનું કામ અને સીલ બનાવવાનું કાર્ય કરતા. (Credits: - Wikipedia)

લોથલમાં વિજ્ઞાનિક રીતે આયોજિત નાણાકીય વ્યવસ્થા હતી. અહીંનું "માપદંડ સિસ્ટમ " ખૂબ વિકસિત હતું. (Credits: - Wikipedia)

લોથલનું ખોદકામ 1954-1962 વચ્ચે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) દ્વારા કર્યું ગયું હતું. ડૉ. એસ. આર. રાવના નેતૃત્વમાં થયેલા ખોદકામથી ડોકયાર્ડ, ઘરો, સીલ, દફન સ્થળો વગેરે મળી આવ્યા. (Credits: - Wikipedia)

1961 માં ખોદકામ ફરી શરૂ કરતા, પુરાતત્વવિદોએ ટેકરાના ઉત્તર, પૂર્વ અને પશ્ચિમ કાંઠે ખોદાયેલા ખાઈ શોધી કાઢ્યા, જેનાથી ડોકને નદી સાથે જોડતા ઇનલેટ ચેનલો અને નાળા પ્રકાશમાં આવ્યા. (Credits: - Wikipedia)

લોથલ હવે એક પૃથક્કૃત પુરાતત્વીય સ્થળ છે. અહીં એક મ્યુઝિયમ પણ બનાવાયું છે જ્યાં લોથલના નગર, તેનું ડોકયાર્ડ, વેપાર, સીલ અને અન્ય વિવિધ નમૂનાઓ જોઈ શકાય છે. (Credits: - Wikipedia)

( આ માહિતી વિવિધ ઐતિહાસિક તથ્યો અને સંશોધનો પર આધારિત છે. વિગતવાર માહિતી માટે, ઇતિહાસના પ્રમાણભૂત ગ્રંથો અને સંશોધનોનો અભ્યાસ કરવો ઉચિત રહેશે.) (Credits: - Wikipedia)
Tv9 ગુજરાતી પર શહેર, નામ પાછળના ઈતિહાસની જાણકારી નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો તમારે પણ ઈતિહાસના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.

































































