રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ, મોડાસાથી પ્રારંભ કરાવશે સંગઠન સર્જન અભિયાન, જુઓ Video
રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. કોંગ્રેસના રાષ્ટ્રીય સંગઠન સર્જન અભિયાનનો આજથી પ્રારંભ થયો છે. મોડાસાથી રાહુલ ગાંધી અભિયાનની શરુઆત કરશે. વર્ષ 2025ને સંગઠન વર્ષ તરીકે કોંગ્રેસનો નિર્ણય તરીકે ઉજવવાનો છે. સંગઠનમાં પરિવર્તનના પાયલોટ પ્રોજેક્ટ તરીકે ગુજરાતની પસંદગી કરી છે.

મોડાસામાં અરવલ્લી જિલ્લાના સંવાદ કાર્યક્રમનું આયોજન કર્યું છે. અરવલ્લી જિલ્લામાં કોંગ્રેસ આગેવાનો સાથે રાહુલ ગાંધીએ બેઠક કરશે. બેઠક બાદ 1200 બૂથ સમિતિ લીડરોને રાહુલ ગાંધી માર્ગદર્શન આપશે. કોંગ્રેસના નવસર્જન માટે જિલ્લા સમિતિઓને સશક્ત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
સંગઠન સર્જન અભિયાનની ગુજરાતથી શરૂઆત અમારા માટે ખુશીની વાત – અમિત ચાવડા
કોંગ્રેસના સંગઠન સર્જન અભિયાન અંગે અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું છે. અમિત ચાવડા કહ્યું કે સંગઠન સર્જન અભિયાનની ગુજરાતથી શરૂઆત ખુશીની વાત છે. તમામ જિલ્લાના આગેવાનોને રાહુલ ગાંધી મળશે. જિલ્લા સંગઠનની કમાન કોને સોંપવી એ નક્કી કરાશે. નવા લોકોને જોડી પક્ષને સશક્ત બનાવવા ચર્ચાઓ થશે. મોડાસાના BAPS મંદિરનાં હોલમાં રાહુલ ગાંધીના કાર્યક્રમનું આયોજન કરાયું છે. તો રાહુલ ગાંધીની મુલાકાતને લઈ પોલીસ એલર્ટ મોડમાં છે. ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

જમ્મુ કાશ્મીર હુમલા બાદ ભારતે 'એક્શન મોડ' એક્ટિવેટ કર્યો

નાની ઉંમરે કેમ આવી રહ્યા છે હાર્ટ એટેક ? જાણો એક્સપર્ટે શું કહ્યું

બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા કેસમાં ખંભાતના આરોપીને ફટકારાઈ ફાંસી

મહુધામાં યુવક-યુવતીની હત્યાનો ભેદ ઉકેલાયો, આરોપીની ધરપકડ