ઉનાળામાં ફોન થાય છે Overheat ? તો અજમાવો આ ટીપ્સ
જો તમારો ફોન પણ ઉનાળામાં વધુ ગરમ થવા લાગે છે, તો તેના ઘણા કારણો છે, જેનું તમારે ખાસ ધ્યાન રાખવું પડશે. આ વાર્તામાં જાણો કે તમે તમારા ફોનને વધુ ગરમ થવાથી કેવી રીતે બચાવી શકો છો.

રોજે રોજ ગરમીનો પારો વધી રહ્યો છે. આવામાં જે તાપમાન આપણને અસર કરે છે, એ એટલું જ ઇલેક્ટ્રોનિક ચીજોને પણ નુકસાન પહોંચાડી શકે છે. ખાસ કરીને સ્માર્ટફોન ગરમીનાં દિવસોમાં ખૂબ જલદી હીટ થવા લાગે છે. પરિણામે ફોન હેંગ થાય છે, બેટરી ઝડપથી ડાઉન થાય છે કે પછી પોતે જ બંધ થઈ જાય છે. પરંતુ જો તમે ઇચ્છો છો કે ગરમીમાં પણ તમારું ફોન સારું કામ કરે અને ખરાબ ન થાય, તો નીચે આપેલા સરળ ટીપ્સ ફોલો કરો:

ફોનને સીધુ તડકાથી બચાવો- ફોનને કારના ડેશબોર્ડ પર કે ખુલ્લી જગ્યા પર ન રાખો. સીધી ધુપથી ફોનનું તાપમાન ઝડપથી વધી શકે છે. તેને પોકેટ કે બેગમાં રાખો તો વધુ સલામત રહેશે.

ચાર્જિંગ દરમિયાન ફોન ઉપયોગ ન કરો- ચાર્જિંગ વખતે ફોન ઉપયોગ કરવાથી તે વધારે ગરમ થાય છે. બેટરીને પણ નુકસાન થાય છે. એટલે જ્યારે ફોન ચાર્જ થઈ રહ્યો હોય ત્યારે તેને આરામ આપો.

પાવર સેવિંગ મોડનો ઉપયોગ કરો- પાવર સેવિંગ મોડમાં ફોનની ઘણી બધી બેકગ્રાઉન્ડ એક્ટિવિટી બંધ થઈ જાય છે. આમ તે હીટિંગ ઘટાડે છે અને બેટરી પણ બચાવે છે.

બેક કવર કાઢી નાંખો- જો લાગે કે ફોન ઝડપથી ગરમ થાય છે તો તેનો બેક કવર કાઢી નાંખો. કવર ગરમી બહાર ન જવા દેતો હોવાથી હીટિંગ વધારે થાય છે.

હેવી એપ્સનો ઓછો ઉપયોગ કરો- વિડીયો એડિટિંગ, ગેમિંગ અથવા લાઈવ સ્ટ્રીમિંગ જેવી એક્ટિવિટી એટલી ગરમીમાં વધુ હીટિંગ કરી શકે છે. આવી એક્ટિવિટી ઠંડી જગ્યા કે સાંજના સમયે કરો.

બેકગ્રાઉન્ડ એપ્સ બંધ કરો- ઘણી વખત આપણે એપ્લિકેશન્સ ઓપન રાખીને ભૂલી જઈએ છીએ. એ બેકગ્રાઉન્ડમાં ચાલી રહી હોય તો ફોન ગરમ થાય છે. સેટિંગમાં જઈને તે એપ્સ બંધ કરો અને RAM ફ્રી રાખો.

ફોનને ફ્રિઝરમાં ન મૂકો- ઘણા લોકો ફોન બહુ ગરમ થાય ત્યારે તેને ફ્રિઝમાં મૂકી દે છે, જે ભૂલ છે. આથી ફોનના આંતરિક પાર્ટ્સને નુકસાન થઈ શકે છે. તેના બદલે ઠંડી જગ્યા કે પંખા સામે રાખો.
ટેકનોલોજીને લગતા ઘણી ટ્રિક છે જે અજમાવી તમે તમારા ઈલેક્ટ્રોનિક સાધનને વધારે બેહતર રીતે કામ કરે તેમ બનાવી શકો છો ત્યારે આવી જ સ્ટોરી જોવા માટે અહીં ક્લિક કરો
