IPL 2025 : આ ખેલાડી પંજાબની જીતનો સૌથી મોટો હીરો બન્યો, હારેલી મેચ જીતમાં ફેરવી નાંખી
પંજાબ કિંગ્સની ટીમે કેકેઆરને એક નાનો સ્કોર પૂર્ણ કરવા ન દીધો. આનો તમામ શ્રેય યુઝવેન્દ્ર ચહલને આપવામાં આવે છે. જેમણે એક જ ઓવરમાં 2 બોલ પર સતત વિકેટ લઈ હારેલી મેચ પંજાબને જીતાડી હતી.

પંજાબ કિંગ્સે આઈપીએલમાં ઈતિહાસ રચી દીધો છે. આ પહેલા ક્યારે પણ આઈપીએલમાં આવું જોવા મળ્યું નથી. આઈપીએલમાં કોઈ પણ ટીમે 111 રનનો નાનો સ્કોર પૂર્ણ ન કરી શકી હોય તેવું બન્યું નથી. આ વચ્ચે હારેલી મેચ જીતાડનાર ખેલાડીની ચર્ચા થઈ રહી છે.

પંજાબ કિંગ્સની જીતનો હિરો યુઝવેન્દ્ર ચહલ રહ્યો હતો. તેમણે એક જ ઓવરમાં સતત 2 બોલ પર 2 વિકેટ લઈ મેચની બાજી પલટી નાંખી હતી. એક તે હેટ્રિક પર આવી ગયો હતો પરંતુ તે હેટ્રિક પૂર્ણ કરી શક્યો નહી.

યુઝવેન્દ્ર ચહલે પોતાની 4 ઓવરમાં 28 રન આપી 4 વિકેટ પોતાને નામ કરી છે. તેની એક ઓવરમાં તો આંદ્ર રસેલે 2 સિક્સ અને એક ચોગ્ગો ફટકાર્યો હતો. ત્યારે લાગી રહ્યું હતુ કે, આ જીત કેકેઆરના ખાતામાં છે. ચહલે 12મી ઓવરના ત્રીજા બોલ પર રિંકુ સિંહને આઉટ કર્યો હતો. જે નો બોલ પર 2 રન બનાવી ચૂક્યો હતો. તેના આગલા બોલ પર રમનદીપ સિંહ શૂન્ય પર આઉટ થયો હતો.

આ બંન્ને બેટ્સમેન જો આઉટ થયા ન હોત તો કેકેઆરને મેચ જીતાડી શકતા હતા પરંતુ આ બંન્ને પેવેલિયન પરત ફર્યા હતા. ચહલે આઠમી વખત આઈપીએલની એક મેચમાં 4 વિકેટ લીધી હતી.

ચહલે અત્યાર સુધીમાં IPLમાં KKR સામે 33 વિકેટ લીધી છે. ચહલે પંજાબ સામે પણ 32 વિકેટ લીધી છે, જેના માટે તે આ વર્ષે રમી રહ્યો છે. ટીમને જીત અપાવતા જ યુઝવેન્દ્ર ચહલને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

હવે આપણે પંજાબ કિંગ્સના પોઈન્ટ ટેબલની વાત કરીએ તો પંજાબ કિંગ્સ ટોપ-4માં છે. આ મેચ પહેલા પંજાબની ટીમ છઠ્ઠા સ્થાને હતી પરંતુ જીત સાથે પંજાબે લાંબી છલાંગ લગાવી ચોથા સ્થાને આવી ગઈ છે. ચહલ ટીમ માટે મેચ વિનર રહ્યો હતો.
હાલમાં યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના છુટાછેડા થયા છે. તો ધનશ્રી વર્માની પર્સનલ લાઈફ, પ્રોફેશનલ લાઈફ તેમજ તેના પરિવાર વિશે વધુ જાણવા માટે અહિ ક્લિક કરો

































































