Breaking News : રાજકોટમાં બસ ચાલકે 5 લોકોને લીધા અડફેટે, 4 લોકોના મોત, અકસ્માતના હચમચાવનારા CCTV જુઓ
ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. ત્યારે રાજકોટમાં ફરી એક વાર અકસ્માતની ઘટના સામે આવી છે. રાજકોટના ઈન્દિરા સર્કલ નજીક સિટી બસે અકસ્માત સર્જ્યો છે. દુર્ઘટનાના હચમચાવનારા CCTV સામે આવ્યા છે. ટ્રાફિક સિગ્નલ ખુલતાં જ બસે વાહન ચાલકોને અડફેટે લીધાં હતા.
ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. ત્યારે રાજકોટમાં ફરી એક વાર અકસ્માતની ઘટના સામે આવી છે. રાજકોટના ઈન્દિરા સર્કલ નજીક સિટી બસે અકસ્માત સર્જ્યો છે. દુર્ઘટનાના હચમચાવનારા CCTV સામે આવ્યા છે. ટ્રાફિક સિગ્નલ ખુલતાં જ બસે વાહન ચાલકોને અડફેટે લીધાં હતા. બસના ચાલકે 5 લોકોને અડફેટે લીધા હતા.
ટોળાને વિખેરવા પોલીસે કર્યો લાઠી ચાર્જ
રાજકોટમાં બેફામ બસે સર્જેલા અકસ્માત બાદ સ્થાનિકોમાં રોષનો માહોલ જોવા મળ્યો છે. સ્થાનિકોએ રોષમાં આવતા બસમાં તોડફોડ કરી છે. બસ ચાલક નશામાં ધૂત હોવાનો સ્થાનિકોનો આક્ષેપ કર્યો છે. મામલો થાળે પાડવા પહોંચેલી પોલીસને ઘેરી લોકોએ હોબાળો કર્યો હતો. ટોળાને વિખેરવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. પરિવારનો મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો છે. પોલીસ કમિશનર બ્રેજશ ઝા ઘટના સ્થળે પહોંચ્યા હતા.
ઉલ્લેખનીય છે કે ઈન્દિરા સર્કલ પાસે સિગ્નલ ખુલતા બસ ચાલકે જોવા વિના બસ હંકારતા 5 લોકોને અડફેટે લીધા હતા. જેના પગલે 3 લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યાં હતા. જ્યારે અન્ય 2 લોકોને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ટોળાને વિખેરનો પ્રયાસ હાથ ધર્યો હતો. પરંતુ ટોળાએ પોલીસને ઘેરી લેતા પોલીસે લાઠીચાર્જ કરી ટોળાને વિખેર્યું હતું.