Nifty50 Prediction : 16 તારીખે બુધવારે Nifty50માં શું થવાનું છે ? જાણો ખાસ ઇન્ડિકેટર વડે
15 એપ્રિલ 2025ના રોજ ભારતીય શેરબજારમાં મજબૂત વૃદ્ધિ જોવા મળી, જેમાં Nifty 50 સૂચકાંક 23,328.55 પર બંધ થયો, જે 500 અંક અથવા 2.19%ની વૃદ્ધિ દર્શાવે છે. દિવસની શરૂઆતમાં Nifty 50 23,368.35 પર ખુલ્યો હતો, જે 539.8 અંકની તેજી દર્શાવે છે. આ વૃદ્ધિનો મુખ્ય કારણ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઇલેક્ટ્રોનિક માલ પરના શુલ્કમાં છૂટછાટ આપવાની જાહેરાત હતી, જેના પરિણામે વૈશ્વિક બજારોમાં સકારાત્મક ભાવના જોવા મળી. જોકે હવે બુધવારે શું થશે તેના તરફ સૌકોઈ ની નજર છે. જોકે અહીં તમે ઇન્ડિકેટર વડે સમજી શકો છો.

આજે મંગળવારે બેન્કિંગ અને ઓટો ક્ષેત્રના શેરોએ ખાસ કરીને IndusInd Bank, Larsen & Toubro, Tata Motors અને Axis Bank જેવા શેરોએ બજારને આગળ ધપાવ્યું. આ સકારાત્મક પ્રવૃત્તિએ રોકાણકારોમાં વિશ્વાસ વધાર્યો છે અને બજારમાં નવી ઉર્જા ઉમેરાઈ છે. ત્યારે હવે બુધવારે nifty50 માં શું સ્થિતિ હશે તેને લઈને સપસાથ

છેલ્લા 4 દિવસના અપટ્રેન્ડને કારણે, 11 એપ્રિલ 2025 ના રોજ ડેઇલી ટાઇમ ફ્રેમ પર નિફ્ટી50 પર ડાઉનસાઇડ મૂવનો સંકેત 15 એપ્રિલ 2025 એટલે કે મંગળવારના રોજ અપસાઇડ મૂવનો સંકેત આપ્યો. .

જોકે બધા સૂચકાંકો તેજી તરફ ઈશારો કરી રહ્યા છે, પરંતુ તેઓ સાવધાની તરફ પણ ઈશારો કરી રહ્યા છે. એક ખરાબ સમાચાર બજારને 22000 ના સ્તરથી નીચે લઈ જઈ શકે છે.

હાલમાં વર્તમાન વૃદ્ધિ મુજબ 1st Resistance - 23800 અને 2nd Resistance - 24850 છે. જ્યારે 1st Support - 22750 અને 2nd Support - 21950 પર છે.

છેલ્લા 4 દિવસમાં બજાર 7.26 ટકા એટલે કે 1500 પોઈન્ટથી વધુ વધ્યું છે. જે ખૂબ જ ઊંચી ગતિ પણ ધરાવે છે. છેલ્લા ચાર ટ્રેડિંગ દિવસોમાં, નિફ્ટી દરરોજ મોટા ગેપ સાથે ખુલ્યો છે. જેના કારણે માત્ર ચાર દિવસમાં 7.26 ટકાનો વધારો જોવા મળ્યો છે.

આ સમયે બજારમાં તેજી એટલી પ્રબળ બની ગઈ છે કે 4 Hour Time Frame, 3 Hour Time Frame, 2 Hour Time Frame અને Hour Time Frame, ફક્ત Upside Move નો સંકેત આપે છે. આ ટાઈમફ્રેમ અને તમામ મુખ્ય ટાઈમ ફ્રેમ પર Bulls નું વર્ચસ્વ સૂચવે છે કે હવે અપટ્રેન્ડ વધુ વેગ પકડશે. (નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.)
બિઝનેસ, એ છે સેવાઓ કે વસ્તુનું ઉત્પાદન, વેચાણ અને વિનિમય કરીને નાણાં કમાવવાની કામગીરી છે. આ વ્યવસાયમાં તે તમામ માનવ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. બિઝનેસના અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..
