Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Happy Birthday IR : આજે ભારતીય રેલવેનો જન્મદિવસ, 3 એન્જિન, 14 ડબ્બા, 21 તોપની સલામી વચ્ચે શરુ થઈ હતી પ્રથમ ટ્રેન

આજે ભારતીય રેલવે વંદે ભારત , રાજધાની, શતાબ્દી એક્સપ્રેસ અને સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ જેવી ટ્રેનમાં મોટી સંખ્યામાં લોકો મુસાફરી કરે છે. પરંતુ પરંતુ આ અંતર કાપવામાં આપણને 172 વર્ષ લાગ્યા છે. આજના દિવસે ભારતમાં પહેલી ટ્રેન દોડી હતી. આજે ભારતીય રેલ્વેનો જન્મદિવસ છે.

| Updated on: Apr 16, 2025 | 1:22 PM
આજે આપણે જે સ્પીડમાં વંદે ભારત,રાજધાની એક્સપ્રેસ અને શતાબ્દી એક્સપ્રેસમાં મુસાફરી કરીએ છીએ પરંતુ ભારતમાં જ્યારે પહેલી વખત ટ્રેન ચાલી તો તે સમયે 14 ડબ્બા માટે 3 એન્જિન લગાવવામાં આવતા હતા. ત્યારે પણ 34 કિલોમીટરની મુસાફરી માટે સવા કલાકનો સમય લાગતો હતો. આજના દિવસને ભારતીય રેલવે પરિવહન દિવસ તરીકે મનાવવામાં આવે છે.

1 / 7
આજે 16 એપ્રિલ છે. આ તારીખે 172 વર્ષ પહેલા દેશમાં પ્રથમ વખત કોઈ ટ્રેન ચાલી હતી. ભારતમાં 16 એપ્રિલ 1853ના રોજ પ્રથમ ટ્રેન મુંબઈ થી બોરી બંદર થી થાણે સુધી ચાલી હતી. પ્રથમ ટ્રેને કુલ 34 કિલોમીટરનું અંતર કાપ્યું હતુ. આ ટ્રેનને સાહિબ, સિંધ અને સુલ્તાન નામના 3 એન્જિન દ્વારા ચલાવવામાં આવી હતી.

2 / 7
આ ટ્રેનનો ભવ્ય ઉદ્ધાટન સમારોહ 16 એપ્રિલ 1853ના રોજ આયોજિત કરવામાં આવ્યો હતો. તે સમયે અંદાજે 400 મુસાફરોને ટ્રેનમાં મુસાફરી કરવાની તક મળી હતી. ભારતીય રેલવેએ પ્રથમ ટ્રેનમાં 14 ડબ્બા જોડ્યા હતા. તે સમયે આ 14 ડબ્બા ખેંચવા માટે કોઈ શક્તિશાળી એન્જિન ન હતુ પરંતુ આ ટ્રેનમાં ત્રણ એન્જિન, સાહિબ, સિંધ અને સુલતાન જોડાયેલા હતા.

3 / 7
 આ ટ્રેનને ચલાવવી ભારત માટે તે સમયે ખુબ મહત્વપૂર્ણ હતી તેનો અંદાજો તમે એ વાતથી લગાવી શકો છો કો, આ ટ્રેનને 21 તોપોની સલામી મળી હતી. રેલવેના ઈતિહાસમાં 21 તોપની સલામી સાથે બોપરના 3.30 કલાકે આ ટ્રેન બોરી બંદરથી રવાના થઈ હતી. આ ટ્રેન અંદાજે બપોરના 4.45 કલાકે થાણે પહોંચી હતી. કુલ 34 કલાકનું અંતર કાપવા માટે આ ટ્રેનને 15 મિનિટનો સમય લાગ્યો હતો.

4 / 7
એમાં કોઈ શંકા નથી કે અંગ્રેજોએ ભારતમાં રેલ્વે નેટવર્ક લોકોની જરૂરિયાતો માટે નહીં પરંતુ પોતાના ફાયદા માટે શરૂ કર્યું હતું. તેઓ માલસામાનની સલામત અવરજવર માટે રેલ્વે વ્યવસ્થા ઇચ્છતા હતા. ઉલ્લેખનીય છે કે મુંબઈને થાણે, કલ્યાણ, થલ અને ભોર ઘાટ સાથે રેલવે લાઇન દ્વારા જોડવાનો વિચાર સૌપ્રથમ 1843માં ભાંડુપની મુલાકાત દરમિયાન મુંબઈ સરકારના મુખ્ય ઇજનેર શ્રી જ્યોર્જ ક્લાર્કને આવ્યો હતો

5 / 7
બોમ્બે રેલવે સેવા શરુ થયા બાદ 15 ઓગસ્ટ 1854ના રોજ પ્રથમ ટ્રેન કોલક્તાના હાવડા સ્ટેશનથી 24 કિલોમીટર દુર હુગલી માટે રવાના થઈ હતી. આ પ્રકારની ઈસ્ટ ઈન્ડિયન રેલવેનો પ્રથમ ભાગ જાહેર ટ્રાફિક માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જેનાથી પૂર્વ ભાગમાં રેલ્વે પરિવહનની શરૂઆત થઈ. ત્યારબાદ, દક્ષિણમાં પહેલી લાઇન મદ્રાસ રેલ્વે કંપની દ્વારા 1 જુલાઈ, 1856 ના રોજ ખોલવામાં આવી. તે (Vyasarpadi Jeeva Nilayam) અને વાલાજાહ રોડ (આર્કોટ) વચ્ચે દોડી હતી,

6 / 7
 આજની તારીખમાં ભારતીય રેલવે એશિયાની સૌથી મોટું રેલવે નેટવર્ક અને દુનિયાનું સૌથી બીજું મોટું રેલવે નેટવર્ક છે.વંદે ભારત જેવી હાઈ સ્પીડ ટ્રેન આપણી પાસે છે. હાલના સમયે ઈન્ડિયન રેલવેમાં અત્યાધુનિક ટેકનીકનો ઉપયોગ થઈ રહ્યો છે.તેમજ વિશ્વનું સૌથી લાંબુ રેલવે પ્લેટફોર્મ પણ ભારતમાં જ છે. જે કર્ણટકના હુબલીમાં છે.

7 / 7

ભારતીય રેલવે એ મોટી રેલવે લાઈન છે. આ દૂનિયાની ચોથા ક્રમ પર આવતી રેલવે સેવા છે. ભારતમાં રેલવેની કુલ લંબાઈ 1,15,000 કિલોમીટર સુધીની છે. રેલવેના આવા અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો..

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">