Bael Sharbat Recipe: ઉનાળાની ગરમીથી બચવા માટે બનાવો બિલાનું શરબત, એક વાર પીશો તો વારંવાર પીવાનું થશે મન
ઉનાળો આવતાની સાથે જ લોકો ઠંડા પીણા પીવાનું શરુ કરી દેતા હોય છે. ત્યારે કેટલીક વખત બજારના ઠંડા પીણા પીવાનું પસંદ કરતા હોય છે. પરંતુ કેટલીક વાર બહારના ઠંડા પીણા પીવાથી લોકો બીમાર પડી જાય છે. ત્યારે આજે અમે તમને ઘરે જ બિલાનું શરબત બનાવવાની સરળ રીત જણાવીશું.

ઉનાળામાં ગરમીથી બચવા માટે વરિયાળી, લીબું શરબત સહિતના પીણા પીવાનું પસંદ કરતા હોય છે. પરંતુ બિલાનું શરબત પણ ગરમીથી બચવા માટે કારગર સાબિત થાય છે.

બિલાનું શરબત બનાવવા માટે પાકું બિલુ, સાકર અથવા ખાંડ, જીરું પાઉડર, મીઠું, પાણી, બરફ સહિતની વસ્તુઓની જરુર પડશે.

બિલાનું શરબત બનાવવા માટે સૌથી પહેલા બિલાને તોડીને તેના અંદર રહેલો પ્લપને એક વાટકી અથવા એક વાસણમાં કાઢી લો.

હવે બિલાના પલ્પમાં થોડું પાણી નાખી બરાબર મસળી લો. જેથી બીજ અને રેસા અલગ થઈ જાય. આ મિશ્રણને હવે ચાળણીથી ગાળીને લો. જેથી બિલાના રેસા અલગ થઈ જશે અને સ્મુધ પલ્પ ગળાઈ જશે.

ત્યારબાદ એક તપેલીમાં સ્મૂધ બિલાનું પલ્પ લો. તેમાં ખાંડ, જીરું પાઉડર અને સ્વાદ અનુસાર સંચળ ઉમેરો. ઠંડુ પાણી ઉમેરીને બરાબર મિક્સ કરો. જેથી ખાંડ ઓગળી જાય.

જો શરબત ઘટ્ટ લાગે તો તેમાં થોડું પાણી અને સ્વાદ પ્રમાણે ખાંડ ઉમેરી શકો છો. ગ્લાસમાં બરફના ટુકડા નાખીને શરબત સર્વ કરો. તમે ઈચ્છો તો જીરું પાઉડર અને ફુદીનાના પાન ઉમેરો.
Tv9 ગુજરાતી પર હેલ્ધી, ટેસ્ટી અને યુનિક વાનગીઓ બનાવવાની સરળ ટીપ્સ નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો વધુ રેસિપિની સ્ટોરી વાંચી તમે ઘરે જ વાનગીઓ બનાવી શકો છો.

































































