Suthar surname history : સુથાર અટકનો સંબંધ દેવતાઓના શિલ્પી વિશ્વકર્મા સાથે છે, જાણો ઈતિહાસ
દેશ - વિદેશમાં પણ જુદી - જુદી વર્ણ વ્યવસ્થા આવેલી છે. જેમાં કોઈ પણ વ્યક્તિના નામ સાથે એક ખાસ નામ લખવામાં આવે છે તેને અટક કહેવામાં આવે છે. જે કુટુંબ, વંશ અથવા જાતિ કે સમુદાયને દર્શાવે છે. નામ વ્યક્તિની કૌટુંબિક ઓળખ અથવા સાંસ્કૃતિક વારસો વ્યક્ત કરે છે. તો આજે સુથાર અટક પાછળનો ઈતિહાસ જાણીશું.
ભારતમાં મોટા પ્રમાણમાં આવેલી સુથાર અટકના ઈતિહાસ વિશે જાણીશું. સુથાર અટકનો ઇતિહાસ ભારતની પરંપરાગત જાતિ વ્યવસ્થા અને કારીગર પરંપરાઓ સાથે જોડાયેલો છે.
1 / 10
સુથાર અટક પાછળની વાર્તા ભારતની સામાજિક અને વ્યાવસાયિક પરંપરાઓ સાથે જોડાયેલી છે. આ અટક મુખ્યત્વે એવા લોકો દ્વારા ઉપયોગમાં લેવાય છે જેઓ પરંપરાગત રીતે સુથારી કામ એટલે લાકડાના કારીગરો તરીકે કામ કરે છે.
2 / 10
સુથાર શબ્દ સંસ્કૃત શબ્દ સૂત્રધાર પરથી આવ્યો હોવાનું માનવામાં આવે છે. સૂત્રધારનો અર્થ થાય છે. જે સૂત્ર અનુસાર બાંધકામ કરે છે.
3 / 10
ધીમે ધીમે સૂત્રધાર શબ્દ સુથારમાં બદલાઈ ગયો અને લાકડાના કામ કરતા સમુદાય માટે અટક તરીકે ઉપયોગમાં લેવા લાગ્યો છે. સુથાર સમુદાય પરંપરાગત રીતે સુથારીકામમાં રોકાયેલા છે.
4 / 10
સુથાર સમુદાય પરંપરાગત રીતે સુથારીકામમાં ફર્નિચર બનાવવું, મંદિર બાંધકામ, લાકડાનું કોતરકામ, દરવાજા - બારીઓ વગેરે બનાવવાનું કામ કરતા હતા.
5 / 10
તેમને વાસ્તુ કાર્યામાં પણ નિષ્ણાંત માનવામાં આવે છે. રાજસ્થાન, ગુજરાત અને મધ્ય ભારતમાં તેમની ખૂબ જ પ્રતિષ્ઠા રહી છે. સુથાર અટક મુખ્યત્વે રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં જોવા મળે છે.
6 / 10
રાજસ્થાન અને ગુજરાતમાં સુથાર સમુદાય એક સંગઠિત જાતિ તરીકે ઓળખાય છે. તેમનું સામાજિક અને સાંસ્કૃતિક યોગદાન નોંધપાત્ર રહ્યું છે.
7 / 10
સુથાર સમુદાયને ક્યારે વિશ્વકર્મા સમુદાયનો ભાગ પણ માનવામાં આવે છે. કારણે કે વિશ્વકર્મીઓને હિન્દુ ધર્મમાં દેવતાઓના શિલ્પી માનવામાં આવે છે.
8 / 10
કેટલાક સુથાર પોતાને વિશ્વકર્માનો અંગ માને છે. તેમજ ભગવાન વિશ્વકર્માને પૂજા કરે છે. તેમજ દેશભરમાં વિશ્વકર્મા જ્યંતીના દિવસે ધામધૂમથી ઉજવણી કરે છે.
9 / 10
વર્તમાન સમયમાં સુથાર સમુદાયના લોકો પણ દેશ -વિદેશમાં વસવાટ કરે છે. તેમજ શિક્ષણ પ્રાપ્ત કરીને જુદા- જુદા ક્ષેત્રમાં કાર્યરત છે.
10 / 10
Tv9 ગુજરાતી પર શહેર, અટક પાછળના ઈતિહાસની જાણકારી નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો તમારે પણ ઈતિહાસના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.