આજનું હવામાન : ગુજરાતમાં ગરમીનો પ્રકોપ ! આગામી 3 દિવસ યલો એલર્ટની આગાહી, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં ગરમીનું વાતાવરણ રહે તેવી શક્યતા છે. આગામી દિવસોમાં ગરમીનો પ્રકોપ વધે તેવી શક્યતા છે. આગામી 7 દિવસમાં વાતાવરણમાં શુષ્ક રહે તેવી આગાહી કરવામાં આવી છે. આગામી 3 દિવસ યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં ગરમીનું વાતાવરણ રહે તેવી શક્યતા છે. આગામી દિવસોમાં ગરમીનો પ્રકોપ વધે તેવી શક્યતા છે. આગામી 7 દિવસમાં વાતાવરણમાં શુષ્ક રહે તેવી આગાહી કરવામાં આવી છે. આગામી 3 દિવસ યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી કરવામાં આવી છે. તાપમાનનો પારો 3 થી 4 ડિગ્રી વધવાની સંભાવના છે. સૌરાષ્ટના તટીય ક્ષેત્રે તેમજ દક્ષિણ ક્ષેત્ર હોટ એન્ડ હ્યુમીડ જાહેર કર્યું છે.
હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું
હવામાન વિભાગની માનીએ તો આગામી દિવસોમાં ગરમીનો પારો 3થી 4 ડિગ્રી સુધી વધવાની શક્યતા છે. એટલું જ નહીં, અધૂરામાં પુરૂ હવામાન વિભાગે યલો એલર્ટ સાથે હિટવેવની પણ આગાહી કરી છે. જેમાં કચ્છ, બનાસકાંઠા, રાજકોટ અને સાબરકાંઠાનો સમાવેશ થાય છે. તો વધતી ગરમી વચ્ચે હવે રાજ્યમાં માવઠાની શક્યતાનો છેદ પણ હવામાન વિભાગે ઉડાડ્યો છે.
રાજ્યમાં કેટલું તાપમાન
ગુજરાતમાં મોરબી જિલ્લામાં 40 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.બનાસકાંઠા, ભરૂચ, દાહોદ, ગાંધીનગર, કચ્છ, જુનાગઢ, રાજકોટ, તાપી સહિતના જિલ્લાઓમાં 41 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. અમરેલી, આણંદ, અરવલ્લી, છોટાઉદેપુર, ખેડા, મહીસાગર, નવસારી, મહેસાણા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, વડોદરા સહિતના જિલ્લાઓમાં 42 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.ગીર સોમનાથ, જામનગર, વલસાડ સહિતના જિલ્લાઓમાં 35 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.