Valsad : ધરમપુરમાં ‘ક્રોસ’ હટાવવા મુદ્દે વિરોધ, આદિવાસી સમાજે રેલી યોજી પ્રાંત અધિકારીને આપ્યું આવેદન, જુઓ Video
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના મોટી કોરવડ ખાતે આવેલા ખ્રિસ્તી સમાજના દેવળ સ્થળેથી ક્રોસ નિશાન હટાવવાની કાર્યવાહી સામે વિરોધનો વંટોળ ઊભો થયો છે. ડુંગર પરથી ક્રોસ હટાવવા માટેની રજૂઆત બાદ હવે આદિવાસી સમાજે મોરચો માંડ્યો છે.
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના મોટી કોરવડ ખાતે આવેલા ખ્રિસ્તી સમાજના દેવળ સ્થળેથી ક્રોસ નિશાન હટાવવાની કાર્યવાહી સામે વિરોધનો વંટોળ ઊભો થયો છે. ડુંગર પરથી ક્રોસ હટાવવા માટેની રજૂઆત બાદ હવે આદિવાસી સમાજે મોરચો માંડ્યો છે. ધરમપુર ખાતે ખ્રિસ્તી ધર્મ પાળતા આદિવાસીઓ એકઠા થઈને સૂત્રોચ્ચાર સાથે રેલી સ્વરૂપે પહોંચીને પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપ્યું છે.
ધરમપુરમાં ક્રોસ હટાવવા મુદ્દે વિરોધ
આદિવાસી નેતાઓએ સ્પષ્ટ કર્યું કે ખ્રિસ્તી ધર્મ પાળનારા આદિવાસીઓ સમાજનો જ ભાગ છે. તેમણે આરએસએસને સલાહ આપી કે જો સેવા કરવી હોય તો આદિવાસી વિસ્તારોમાં શાળાઓ અને હોસ્પિટલો ખોલવામાં યોગદાન આપે. જો આ પ્રકારની કામગીરી ચાલુ રહેશે તો આદિવાસી સમાજ ઉગ્ર આંદોલન કરશે.
તો બીજી તરફ આક્ષેપોનો જવાબ આપતા વલસાડ ભાજપ આદિજાતિ મોરચા મહામંત્રીએ કહ્યું કે આદિવાસી વિસ્તારોમાં વર્ષોથી વટાળ પ્રવૃત્તિ ચાલે છે. ખ્રિસ્તી બનેલા આદિવાસીઓ પછી આદિવાસી પરંપરા કે રિવાજોને માનતા નથી. આ સાથે તેમણે કહ્યું કે આદિવાસી સમાજે બિરસામુંડા ભગવાનની પૂજા કરતા આવ્યું છે બિરસા મુંડા ભગવાનએ જ અંગ્રેજો અને ખ્રિસ્તી મિશનરી સામે આંદોલન ચલાવ્યું હતું.

આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો આજનું રાશિફળ

ગુજરાતમાં ગરમી યથાવત રહેશે ! જાણો તમારા જિલ્લાનું તાપમાન

જમ્મુ કાશ્મીર હુમલા બાદ ભારતે 'એક્શન મોડ' એક્ટિવેટ કર્યો

નાની ઉંમરે કેમ આવી રહ્યા છે હાર્ટ એટેક ? જાણો એક્સપર્ટે શું કહ્યું
