Rajkot : જેતપુરમાં પોલીસે 25 બાળમજૂરોને કરાવ્યા મુક્ત, ઉદ્યોગોમાં કરાવાતી હતી મજુરી, જુઓ Video
કુલ 31 બાળકોને બાળમજૂરીથી છુટા કરાયા છે. બાળમજૂરી કરાવનારા શખ્સો સામે પોલીસ કડક કાર્યવાહી કરશે.
ગુજરાતના રાજકોટ જિલ્લામાં બાળમજૂરીનો પર્દાફાશ થયો છે. જેતપુર રાજકોટ જિલ્લાનું મુખ્ય મથક છે અને ત્યાંથી જ બાળમજૂરોને મુક્ત કરવામાં આવ્યા છે. જેતપુરના ધારેશ્વર ગામની નજીક 2 ઉદ્યોગ એકમમાં બાળમજૂરીનો ખુલાસો થયો છે. આ બંને ઉદ્યોગ એકમમાં નાના બાળકો જોડે કામ કરાવવામાં આવતું હતું. ધારેશ્વર ગામ નજીક આવેલ એક ફિનિશિંગ સાડી યુનિટમાંથી 25 બાળકોને બાળમજૂરીથી મુક્ત કરાયા છે.
બીજું કે, રાજહંસ ફિનિશિંગ યુનિટમાંથી 6 બાળકોને બાળમજૂરીથી મુક્ત કરાયા છે. આ ઘટનાની સમગ્ર તપાસ પોલીસે અને NGOએ સાથે મળીને કરી હતી. બંનેની સંયુક્ત કામગીરીથી બાળકોને બાળમજૂરીથી મુક્ત કરવામાં આવ્યા છે.
બાળમજૂરી કરતા બાળકોને બાળ કલ્યાણ ગૃહમાં મોકલવામાં આવ્યા છે. ટૂંકમાં કહીએ તો, કુલ 31 બાળકોને બાળમજૂરીથી છુટા કરાયા છે. બાળમજૂરી કરાવનારા શખ્સો સામે પોલીસ કડક કાર્યવાહી કરશે.