Women’s Health : 45 વર્ષ પછી મહિલાઓને કેમ વધી જાય છે ઓસ્ટીયોપોરોસિસનો ખતરો, જાણો તેનું કારણ
ભારતમાં મોટા ભાગની મહિલાઓ ઓસ્ટીયોપોરોસિસની સમસ્યાનો સામનો કરે છે.હૃદય રોગ પછી, WHO તેને સ્વાસ્થ્ય માટે બીજો સૌથી ગંભીર ખતરો માને છે.તો ચાલો જાણીએ આ ઓસ્ટીયોપોરોસિસ શું છે.

ભારતમાં મહિલાઓ ખાસ કરીને આ સમસ્યાઓથી ઝઝુમી રહી છે. તેનું મોટું કારણ છે કુપોષણ, ઓસ્ટીયોપોરોસિસમાં હાડકાં નબળા પડી જાય છે. હાડકાં નબળા થાય છે અને સહેજ ધક્કો મારવાથી કે નાની ઈજાથી તે તૂટી જવાની શક્યતા વધુ હોય છે.

મેનોપોઝ બાદ મહિલાઓમાં ઓસ્ટીયોપોરોસિસની સંભાવના 23 ટકા વધી જાય છે કારણ કે, તેમને સપોર્ટ કરનાર હોર્મોનલ સિસ્ટમ હવે સક્રિય રહેતું નથી.

મહિલાઓમાં ઓસ્ટિયોપોરોસિસ જલ્દી થાય છે અને તેનું કારણ છે. મેનોપોઝ 40 બાદ મહિલાઓ પોતાના સ્વાસ્થનું ધ્યાન રાખવું જરુરી છે.મેનોપોઝ બાદ મહિલાઓના હાડકાં નબળા થવા લાગે છે. તેને ઓસ્ટિયોપોરોસિસ કહેવામાં આવે છે.

ઓસ્ટીયોપોરોસિસ વિશે જાગૃતિ લાવવા માટે દર વર્ષે 'વિશ્વ ઓસ્ટીયોપોરોસિસ દિવસ' ઉજવવામાં આવે છે.20 ઓક્ટોબરના રોજ વર્લ્ડ ઓસ્ટિયોપોરોસિસની ઉજવણી કરવામાં આવે છે

ઓસ્ટીયોપોરોસિસ મુખ્યત્વે ચાર પ્રકારના હોય છે. પ્રાથમિક, સેકન્ડરી, ઓસ્ટિઓજેનેસિસ ઈમ્પરફેક્ટ અને એડિયોપેથિક ઓસ્ટિઓપોરોસિસ પ્રાઈમરી ઓસ્ટીયોપોરોસિસએ સૌથી સામાન્ય પ્રકાર છે, જેનો સાામાન્ય રીતે કુપોષણ અને ઉંમર સાથે સંબંધિત છે. વજન વધવો,પીરિયડ બંધ થવા અને કુપોષણનો શિકાર બનવાના કારણે મહિલાઓ પુરુષો કરતાં આનો ભોગ બનવાની શક્યતા સાત ગણી વધારે હોય છે.

ઘણી વખત એવું બને છે કે ઘરની કોઈ મહિલા બાથરૂમમાં લપસી જાય છે અને તેને મોટું ફ્રેક્ચર થાય છે. પરિવારના સભ્યો સમજી શકતા નથી કે આટલી નાની ઈજાથી ફ્રેક્ચર કેવી રીતે થઈ શકે છે. આ પાછળનું કારણ બોન ડેન્સિટી ઓછી હોવી. મેનોપોઝ પછી, સ્ત્રીઓના હાડકાં વધુ ઝડપથી નબળા પડે છે અને પુરુષો કરતાં નાની ઉંમરે તેમને ઓસ્ટીયોપોરોસિસ થાય છે.

મેનોપોઝ બાદ જો મહિલાઓને ખુબ થાક લાગે છે. તેમજ સાંધાના દુખાવો થાય છે. તો આ ઓસ્ટિયોપોરોસિસના લક્ષણો છે. મહિલાઓએ આ વાતથી જાગ્રૃત રહેવું જોઈએ,

મોટાભાગની ભારતીય મહિલાઓની સૌથી મોટી ખામી એ છે કે તેઓ કસરત કરતી નથી. તેઓ વિચારે છે કે ઘરકામ કરવાથી તેમની કસરત થઈ જાય છે, પરંતુ એવું નથી. મહિલાઓએ ફિટ અને સ્વસ્થ રહેવા અને હાડકાં મજબૂત બનાવવા માટે નિયમિત કસરત પણ કરવી જોઈએ.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

































































