Women’s Health : શું છે ક્રિપ્ટિક પ્રેગ્નન્સી ? છેલ્લા મહિના સુધી પ્રેગ્નેન્સીની ખબર પડતી નથી, જાણો શું આ કોઈ બીમારી છે?
ક્રિપ્ટિક પ્રેગ્નેન્સીમાં મહિલાઓને જાણ નથી રહેતી કે, તે પ્રેગ્નેન્ટ છે. પ્રેગ્નેન્સીના છેલ્લા અઠવાડિયે ડિલીવરી સમયે તેમને પ્રેગ્નેન્સીની જાણ થાય છે. તો ચાલો જાણીએ કે, આ ક્રિપ્ટિક પ્રેગ્નેન્સી શું છે.

આજે આપણે ક્રિપ્ટિક પ્રગ્નેન્સી શું છે, તેના લક્ષણો વિશે વાત કરીશું.

જ્યારે કોઈ મહિલાને પીરિયડ્સ મિસ થઈ જાય છે. તો તે પ્રેગ્નેન્સી ટેસ્ટ કરાવે છે. જેનો રિપોર્ટ પોઝિટિવ આવવા પર પ્રેગ્નેન્સી કન્ફોર્મ થાય છે. પરંતુ કેટલાક કેસમાં મહિલાઓને છેલ્લે સુધી જાણ રહેતી નથી કે, તે પ્રેગ્નનેટ છે. આવું કેમ થાય છે અને આ શું કોઈ બીમારી છે. ચાલો જાણીએ.

પ્રેગ્નેન્સી કોઈપણ સ્ત્રી માટે માનસિક અને શારીરિક રીતે પીડાદાયક હોય છે કારણ કે, તેને ખબર નથી હોતી કે, તેજે સમયની રાહ જોઈ રહી હોય.તેની જાણ થતી નથી. ચાલો જાણીએ પ્રેગ્નેન્સીના લક્ષણો, કારણો અને સારવાર વિશે.

મોટાભાગની સ્ત્રીઓને પ્રેગ્નેન્સીના ચારથી છ અઠવાડિયાની વચ્ચે તેના વિશે ખબર પડે છે. જ્યારે કોઈ સ્ત્રીને પીરિયડ બંધ થાય છે, ત્યારે તે તેની પ્રેગ્નેન્સીની તપાસ કરાવે છે અને જો રિપોર્ટ પોઝિટિવ આવે છે, તો તેની પ્રેગ્નેન્સી કન્ફોર્મ થાય છે.

પરંતુ ક્રિપ્ટિક પ્રગ્નેન્સીમાં મહિલાઓમાં આવા કોઈ લક્ષણો જોવા મળતા નથી, ક્રિપ્ટિક પ્રેગ્નેન્સી મોટાભાગે એ મહિલાઓમાં જોવા મળે છે. જેમને પીસીઓડી કે પછી પીસીઓએસની બિમારી હોય છે.

કારણ કે, આ મહિલાઓને પીરિયડ સમયસર આવતા નથી. 2 થી 3 મહિના મોડા આવે છે.પીરિયડ મિસ થવા પર પોતાની સમસ્યાને જાણી જોઈને નજર અંદાજ કરી દે છે. તેને જાણ રહેતી નથી કે તે પ્રેગ્નેન્ટ છે.

ગાયનેકોલોજીસ્ટે કહ્યું કે, 4 હજારમાંથી કોઈ એક મહિલાને ક્રિપ્ટિક પ્રેગ્નેન્સી જોવા મળે છે.કારણ કે, ક્રિપ્ટિક પ્રેગ્નેન્સીમાં મહિલાઓનું પેટ પણ બહાર નીકળતું નથી. ઉલટી કે ઉબકા જેવી કોઈ સમસ્યા પણ થતી નથી.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

































































